Video: સ્ટાફનો ઉધડો લેતી નજર આવી સુશાંતની બહેન- 'કોનાં કહેવા પર રૂપિયા ટ્રાન્સફર કર્યા'

News18 Gujarati
Updated: August 15, 2020, 11:48 AM IST
Video: સ્ટાફનો ઉધડો લેતી નજર આવી સુશાંતની બહેન- 'કોનાં કહેવા પર રૂપિયા ટ્રાન્સફર કર્યા'
સુશાંતની બહેન અને બનેલી સ્ટાફની પૂછપરછ કરતા

આ વીડિયોમાં સુશાંતની બહેન પ્રિયંકા અને સિદ્ધાર્થ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં અકાઉન્ટથી ટ્રાન્સફર થતા પૈસા અંગે પૂછપરછ કરતાં જોવા મળી રહ્યાં છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહ્યાં છે જેમાં ક્યારેક તે કૃષ્ણ ભજન ગાતો તો ક્યારેક મસ્તીમાં ગાડી ડ્રાઇવ કરતો નજર આવે છે. આ વચ્ચે સુશાંત સિંહ રાજપૂતની બહેન (Priyanka Singh) અને તેનાં પતિ સિદ્ધાર્થ તંવર (Siddharth Tanwar)નો એક વીડિયો વાયરલ થયો છે જેમાં સુશાંતની બહેન અને જીજાજી સુશાંતનાં સ્ટાફની પૂછપરછ કરી રહ્યાં છે. આ સ્ટાફનું નામ રજત છે.

સુશાંતનો જૂનો સ્ટાફ રહી ચુકેલા પંકજને પૈસા ટ્રાન્સફર થવા પર રજત નામનાં એક સ્ટાફ મેમ્બર પર સુશાંતની બહેન પ્રિયંકા ભડકેલી નજર આવે છે. પ્રિયંકા કડક વલણ અપનાવીને પૂછપરછ કરી રહી છે. પંકજને કોણે પૈસા ટ્રાન્સફર કર્યા છે. પ્રિયંકા આ વીડિયોમાં કહેતી નજર આવે છે કે, 'પૈસા ટ્રાન્સફર પંકજને થયા છે.. જેને અમે કાઢી મુક્યો હતો. તેને પૈસા ટ્રાન્સફર કોણે કર્યા, મને નામ જણાઓ.' વીડિયોમાં પ્રિયંકા અને તેનો પતિ કડકાઇથી પૂછપરછ કરતાં નજર આવે છે.



રિપોર્ટ્સ મુજબ, પંકજ તે વ્યક્તિ છે જે 2019માં સુશાંતનું ફાઇનાન્સ હેન્ડલ કરતો હતો. પણ વર્ષ 2019માં જ પંકજને કામ પરથી કાઢી નાખવામાં આવ્યો કહતો. પ્રિયંકાને બોલતી જોવામાં આવી શકે છે, 'તુ બોલિવૂડ સ્ટારનાં ઘરે ઉભેલો છે અને સુપ્રીમ કોર્ટનો વકીલ તારી સામે છે. હું હમણાં પોલીસને બોલાવી રહી છું.' આ વચ્ચે પ્રિયંકા અને સિદ્ધાર્થ રજત પર દરેક પ્રકારનું દબાણ બનાવતા નજર આવી રહ્યાં છે. રજતને અંજામ ભોગવવાની ધમકી આપતા નજર આવે છે.

SSR Case: EDનો ખુલાસો- સુશાંતનાં ખાતામાંથી 15 કરોડ રિયાનાં ખાતામાં ટ્રાન્સફર નથી થયા

પ્રિયંકા રજતને તે વ્યક્તિનું નામ બોલવા માટે દબાણ કરી રહી હતી જેણે પંકજને પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. પ્રિયંકા અને સિદ્ધાર્થ રજતને કહે છે કે, પૈસા ટ્રાન્સફર કરવાનો નિર્ણય તેણે જાતે લીધો હતો કે કોઇનાં કહેવાથી તેણે આ રકમ ટ્રાન્સફર કરી છે. જો તેણે કોઇ અન્યનાં કહેવા પર પૈસા ટ્રાન્સફર કર્યા છે તો તે તેનું નામ જણાવી દે. નહીં તો પરિણામ ભોગવવા તૈયાર થઇ જાય.
Published by: Margi Pandya
First published: August 15, 2020, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading