સુશાંતની તસવીરની સામે બેસીને જોઇ રહ્યો ડોગી 'ફઝ', પરિવાર વાળાએ કરી પૂજા અને હવન

સુશાંતની તસવીરની સામે બેસીને જોઇ રહ્યો ડોગી 'ફઝ', પરિવાર વાળાએ કરી પૂજા અને હવન
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને તેની પહેલી પુણ્યતિથિ પર ફેન્સ અને મિત્રોએ યાદ કર્યો છે. સુશાંત ગત રોજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં રહ્યો હતો. સુશાંતની બહેન પ્રિયંકા સિંહ (Priyanka Singh)એ ભાઇની આત્માની શાંતિ માટે હવન કરાવ્યો હતો. જેની તસવીરો તેણે શેર કરી હતી અને એક ભાવૂક નોટ લખી હતી.

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં પરિવારે તેનાં નિધનનાં દુખમાંથી હજુ સુધી બહાર નથી આવી શક્યો. દીકરાની પહેલી વરસીનાં સમયે રાજપૂત પરિવારનાં ઘરે દીકરાની આત્માની શાંતિ માટે ખાસ પૂજા અને હવન રાખવામાં આવ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને તેની પહેલી પુણ્યતિથિ પર ફેન્સ અને મિત્રોએ યાદ કર્યો છે. સુશાંત ગત રોજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં રહ્યો હતો. સુશાંતની બહેન પ્રિયંકા સિંહ (Priyanka Singh)એ ભાઇની આત્માની શાંતિ માટે હવન કરાવ્યો હતો. જેની તસવીરો તેણે શેર કરી હતી અને એક ભાવૂક નોટ લખી હતી.


    સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં પરિવારનાં નિધનનાં દુખમાંથી હજુ બહાર નથી આવી શક્યો.દીકરાની પહેલી વરસીનાં સમયે રાજપૂત પરિવારનાં ઘરે દીકરાની આત્માની શાંતિ માટે ખાસ પૂજા અને હવન રાખવામાં આવ્યો છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જે જગ્યાએ સુશાંતની તસવીર રાખવામાં આવી છે તે જગ્યા સફેદ ફુલથી સજાવવામાં આવી છે. આ પૂજા પટનાવાળા ઘર પર રાખવામાં આવી છે. હત્યા કે આત્મહત્યાની મિસ્ટ્રીની વચ્ચે પરિવારનાં સભ્યોએ ન્યાયની આશા છોડી દીધી છે. તે આજે પણ આ આશામાં જીવે છે કે, એક દિવસ આવશે જ્યારે આ કેસમાં તેમનાં દીકરાને ભાઇને ન્યાય મળશે.




    તો બીજી તસવીરમાં પરિવારનાં સભ્યોની સાથે સાથે સુશાંતો ડોગી (Sushant's Dogy) ફઝ પણ તેને યાદ કરતો નજર આવ્યો હતો. સુશાંતને ખુબજ પ્રેમ કરતો હતો. સુશાંતે તેનાં સોશિયલ મીડિયા પેજ પર ફઝ સાથે રમતી તસવીર પણ શેર કરી હતી. આ તસવીર જોઇને ફરી એક વખત સુશાંતનાં મિત્ર-પરિવારની સાથે સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ છે.


    આપને જણાવી દઇએ કે, સુશાંતનાં પરિવારમાં તેની ચાર બહેન અને પિતા છે. ચોથી બહેન શ્વેતા સિંહ કીર્તિ (Shweta Singh Kriti)આ મહિનાની શરૂઆતમાં તેનાં ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપે છે. તે એક માઉન્ટેઇન રિટ્રીટ માટે જઇ રહી છે. સુશાંત સિંહ રાજપૂત ગત વર્ષ 14 જૂનનાં મુંબઇનાં બાન્દ્રા સ્થિત તેનાં એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.
    Published by:Margi Pandya
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ