અંતિમ સંસ્કાર પહેલા સુશાંતસિંહ રાજપૂતનો થયો કોરોના ટેસ્ટ, રિપોર્ટ નેગેટિવ આવ્યો

News18 Gujarati
Updated: June 15, 2020, 2:56 PM IST
અંતિમ સંસ્કાર પહેલા સુશાંતસિંહ રાજપૂતનો થયો કોરોના ટેસ્ટ, રિપોર્ટ નેગેટિવ આવ્યો
સુશાંતસિંહના પોસ્ટમોર્ટમ પહેલા જ કોરોના ટેસ્ટ માટે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા

સુશાંતસિંહના પોસ્ટમોર્ટમ પહેલા જ કોરોના ટેસ્ટ માટે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા

  • Share this:
મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના અંતિમ સંસ્કાર પહેલા તેના મૃતદેહનો કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યો. પોસ્ટમોર્ટમ પહેલા જ કોરોના ટેસ્ટ માટે તેમના સેમ્પલ લેવામાં આવી હતા. નોંધનીય છે કે, હાલમાં કોરોનાના વધતાં સંક્રમણને કારણે મોત બાદ દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે. રિપોર્ટ પોઝિટિવ આવતાં અંતિમ સંસ્કાર માટે સરકાર તરફથી જાહેર અલગ ગાઇડલાઇનનું પાલન કરવું પડે છે. 34 વર્ષીય સુશાંતે રવિવારે મુંબઈના બાંદ્રા ખાતેના પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુશાંતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો.

આવી ગયો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

મુંબઈની કૂપર હૉસ્પિટલમાં તેમના મૃતદેહને રવિવાર સાંજે 4 વાગ્યે લાવવામાં આવ્યો. મોડી રાત્રે તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો. રિપોર્ટમાં મોતનું કારણ ગળે ફાંસો ખાવાનું સામે આવ્યું છે. એટલે કે તેઓએ ફાંસી ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે, ફાઇનલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ફોરેન્સિક ટેસ્ટની રાહ જોવાઈ રહી છે

ડૉક્ટરોએ સુશાંતસિંહ રાજપૂતના વાઇટલ ઓર્ગન્સને ફોરેન્સિક તપાસ માટે જે. જે. હૉસ્પિટલ મોકલી આપ્યા છે. જ્યાં શરીરમાં કોઈ પ્રકારના ડ્રગ્સ કે ઝેરની હાજરી વિશે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતઃ આત્મહત્યા પહેલાના એ 12 કલાક! ક્યારે, શું અને કેવી રીતે થયું?સુશાંત ડિપ્રેશનમાં હતો

મળતી માહિતી મુજબ સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. તેમની સારવાર પણ ચાલી રહી હતી. પાંચ દિવસ પહેલા પણ તેમની બહેને સુશાંત સાથે વાત કરી હતી. તે સમયે સુશાંતે પોતાની બહેનને કહ્યું હતું કે તબિયત ઠીક નથી. સુશાંતના ઘરમાં રહેનારા દોસ્ત અને નોકરે પણ જણાવ્યું કે સુશાંતનો વ્યવહાર થોડાક દિવસથી બદલાયેલો લાગતો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતે થોડા દિવસોથી ડિપ્રેશનની દવાઓ પણ નથી લીધી.

પોલીસને તેના ઘરથી મેડિકલ ફાઇલ્સ મળી છે. અહેવાલ તો એવા પણ સામે આવ્યા છે કે સુશાંતસિંહ રાજપૂત નવેમ્બરમાં લગ્ન કરવાનો હતો. એક્ટરના પિતરાઈએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો, સુશાંતસિંહ કેમ ડિપ્રેશનમાં હતો? રૂમર્ડ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની થશે પૂછપરછ
First published: June 15, 2020, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading