Video : સુશાંતે મીડિયાને કહ્યું હતું કે, 'જો મને ફિલ્મોમાં કામ નહીં મળે તો...'

News18 Gujarati
Updated: June 17, 2020, 1:24 PM IST
Video : સુશાંતે મીડિયાને કહ્યું હતું કે, 'જો મને ફિલ્મોમાં કામ નહીં મળે તો...'
આ વાયરલ થઇ રહેલા વીડિયો પરથી સુશાંત સિંહ કેટલા પોઝિટિવ માણસ હતા તે જાણી શકાય છે.

આ વાયરલ થઇ રહેલા વીડિયો પરથી સુશાંત સિંહ કેટલા પોઝિટિવ માણસ હતા તે જાણી શકાય છે.

  • Share this:
મુંબઈ : બોલિવૂડ અને ટીવી જગતનાં જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) નિધન પછી આખો દેશ આઘાતમાં છે. સુશાંતે રવિવારે મુંબઇમાં (Mumbai) પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત (Suicide) કરી લીધો છે. સુશાંતનો પરિવાર અને ફેન્સ આ રહસ્ય જાણવા માંગે છે કે તેણે કેમ આત્મહત્યા કરી લીધી. હાલ સુશાંતનો જૂનો વીડિયો વાયરલ (viral video) થઇ રહ્યો છે. જેમા તેઓ જણાવી રહ્યાં છે કે જો તેમને ફિલ્મો ન મળી તો શું કરશે.

આ વાયરલ થઇ રહેલા વીડિયો પરથી સુશાંત સિંહ કેટલા પોઝિટિવ માણસ હતા તે જાણી શકાય છે. આ વીડિયો વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મુક્યો છે. જેમા સુશાંત મીડિયા સાથે વાચ કરી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, જ્યારે મેં ટીવી છોડ્યું હતું ત્યારે મે વિચાર્યું હતું કે જો મને કામ નહીં મળે તો હું ફિલ્મ સિટીમાં એક કેન્ટિન ખોલીશ. પોતાની શોર્ટ ફિલ્મો બનાવીશ અને તેમા કામ કરીશ.

સુશાંત આ જ વીડિયોમાં કહે છે કે, મારી પહેલી ફિલ્મ કાઇપો છે જેમાં મેં ૧૨ ઓડિશન આપ્યું છે. મારી બીજી ફિલ્મ પીકે માટે મેં ૩ વાર ઓડિશન આપ્યું છે. મારી ત્રીજી ફિલ્મ યશરાજ બેનરની ફિલ્મ માટે મેં ૧ મહિનાનો વર્કશોપ કર્યો હતો. આદિ અને મનીષ સામે મેં ઓડિશન આપ્યાં છે,. બેસ્ટ પાર્ટ તો એ છે કે અભિશેક, આદુત્ય ચોપડા, મિસ્ટર હિરાનીએ મને ટીવીમાં ક્યારેય જોયો નથી. તેમને આઇડિયા પણ ન હતો કે હું કોણ છું. તેમને મારી ઓડિશન ટેપ જોઇ અને તેમાંથી જ નક્કી કર્યું કે હું કામ કરી શકીશ.





નોંધનીય છે કે, રવિવારે ૧૪ જૂનનાં રોજ સુશાંતે પોતાના બાંદ્રા સ્થિત ઘરે ગળે ફાંસી લગાવીના આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. અભિનેતા રાજપૂતની આત્મહત્યા સામે અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે તેમજ પરિવારજનોએ પણ આમા ન્યાયિક તપાસની માંગ કરી હતી. મુંબઈ સ્થિત ડો. આર એન કૂપર મ્યુનિસિપિલ જનરલ હોસ્પિટલમાં સુશાંત સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટર કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતનો ઓટોપ્સી રિપોર્ટ આવી ગયો છે.

આ પણ વાંચો - સુશાંતનાં પિતાએ પોલીસને આપ્યુ નિવેદન, કહ્યું 'ઘણીવાર તે દુખી રહેતો હતો પરંતુ ...'

આ પણ જુઓ - 

પ્રાથમિક માહિતી મુજબ તેનું મોત ફાંસી ખાવાથી શ્વાસ રૂંધાવાને લીધે થયું છે. તબીબોએ બાંદ્રા પોલીસ સ્ટેશનને પ્રોવિઝનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપ્યો છે. ત્રણ તબીબોની ટીમે તેની ઓટોપ્સી કરી હતી.
First published: June 17, 2020, 1:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading