સુશાંત સિંહ રાજપૂતની પ્રાર્થના સભા પટના સ્થિત ઘરમાં યોજાઇ, તસવીર આવી સામે

સુશાંત સિંહ રાજપૂતની પ્રાર્થના સભા પટના સ્થિત ઘરમાં યોજાઇ, તસવીર આવી સામે
સુશાંત સિંહ રાજપૂત, પ્રાર્થના સભા

સુશાંત સિંહ રાજપૂત (Shushant Singh Rajput)ની પ્રાર્થના સભા (Prayer Meet) તેનાં પટના સ્થિત ઘરે રાખવામાં આવી હતી

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) નાં નિધનથી આખી ઇન્ડસ્ટ્રી હચમચી ગઇ છે. તેની આત્મહત્યાનાં (Suicide) સમાચારથી સૌ કોઇ આઘાતમાં છે. સુશાંતની આત્મહત્યાનાં મામલે ઇન્ડસ્ટ્રીમાં ઘણાં લોકો પર આરોપો લાગી રહ્યાં છે. જ્યાં એક તરફ પોલીસે તપાસ હાથ ધરી છે ત્યાં બીજી તરફ સુશાંતનાં પટના સ્થિત ઘરમાં (Patna Residence) સુશાંતની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા (Prayer Meet) રાખવામાં આવી હતી. જેની તસવીર સામે આવી છે.

   
  View this post on Instagram
   

  #SushantSinghRajput #prayermeeting held at his house in #patna #bihar today #ripsushantsinghrajput ❤️#sunday #manavmanglani


  A post shared by Manav Manglani (@manav.manglani) on


  ફક્ત 34ની ઉંમરનો પોતાનો દીકરો ગુમાવનાર સુશાંતનાં પિતા ગમગીન છે. આ સમયની સામે આવેલી તસવીરમાં પિતાનું દર્દ સ્પષ્ટ નજર આવે છે. આપને જણાવી દઇએ કે, સુશાંતનો પરિવાર બિહારનાં પટનામાં રહે છે. મુંબઇમાં સુશાંતની અંતિમ વિધિ બાદ તેની આત્માની શાંતિ માટે પટના સ્થિત ઘરે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. જેની તસવીરો ખુબજ ઇમોશનલ કરનારી છે. સુશાંતની પ્રાર્થના સભાની આ તસવીરો જોઇને તેનાં ફેન્સ ખુબ દુખી છે. તેઓ સુશાંતની આત્માની શાંતિની કામના કરે છે.

  આ પણ વાંચો- પહેલી કમાણીથી સુશાંતે ખરીદી હતી બાઇક, લેતો હતો બાળકોનાં ટ્યૂશન

  સોર્સિસ મુજબ, આ પ્રાર્થના સભામાં સુશાંતનાં ઓળખીતા ઘણાં લોકો પહોચ્યા હતાં. તેનાં પરિવારની હિંમત વધારવા અને સાંત્વના આપવાં તેઓ આવ્યા હતાં. સુશાંતની પ્રાર્થના સભાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. માનવ મંગલાની દ્વારા આ તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યાં છે. જેનાં પર ફેન્સે કમેન્ટ્સ કરીને દુખ વ્યક્ત કર્યુ છે.
  આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનનાં રોજ મુંબઇનાં તેનાં ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. તેની આત્મહત્યાનું કારણ ડિપ્રેશન હાલમાં જણાવવામાં આવ્યું છે. હાલમાં આ અંગે તપાસ ચાલુ છે.

  આ પણ વાંચો- સુશાંતસિંહના આપઘાતનું દુઃખ સહન ન થતાં 21 વર્ષીય શિક્ષિકા યુવતીનો આપઘાત
  First published:June 22, 2020, 12:27 pm

  ટૉપ ન્યૂઝ