સુશાંત સિંહ રાજપૂતની પર્સનલ ડાયરીમાંથી કેટલાંક પન્ના ગૂમ હતાં, ફરી ઉભા થયા સવાલ

News18 Gujarati
Updated: August 7, 2020, 10:18 AM IST
સુશાંત સિંહ રાજપૂતની પર્સનલ ડાયરીમાંથી કેટલાંક પન્ના ગૂમ હતાં, ફરી ઉભા થયા સવાલ
સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂતની પર્સનલ ડાયરી (Sushant's Personal Diary Found) હાથ લાગી છે, જેમાં તે તેનાં અંગત અનુભવ અને ભવિષ્યનું પ્લાનિંગ લખતો હતો

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ચમકતા સિતારામાંથી એક સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) મોત મામલે દરરોજ કંઇકને કંઇક ચોકાવનારી વાત સામે આવે છે. આ મામલાની તપાસ માટે CBIએ રિયા ચક્રવર્તી (Rhea Chakarborty) અને તેનાં પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. પણ આ વચ્ચે તે અહમ વસ્તુ હાથ લાગી છે જે આ કેસને સુલઝાવવામાં મદદ કરી શકે છે. સુશાંતની પર્સનલ ડાયરી (Sushant's Personal DIary Found) હાથ લાગી છે. જેમાં તે તેનાં અંગત અનુભવ અને ભવિષ્યનાં પ્લાનિંગ વિશે લખતો હતો. આ ડાયરીનાં કેટલાંક પન્ના ગૂમ છે.

સુશાંતનાં પિતા કેકે સિંહનાં વકીલ વિકાસ સિંહ આ ડાયરીનો ઉલ્લેખ કરી ચુક્યા છે તેમણે કહ્યું હતું કે, ડાયરી મળ્યા બાદ ઘણાં રહસ્ય ખુલી શકે છે. ટાઇમ્સ નાવએ દાવો કર્યો હતો કે, સુશાંતની પર્સનલ ડાયરી મળી છે જેનાં કેટલાંક પન્ના ફાટેલાં છે. ચેનલનાં દાવો કર્યો છે કે, ડાયરીમાં એક નામનો ઉલ્લેખ છે, જે બાદથી પન્ના ગૂમછે. જે ફરીથી મુંબઇ પોલીસની કાર્યવાહી પર શંકા ઉભી કરી છે.
સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંત પર્સનલ ડાયરલી લખતો હતો. અંકિતાએ આ વાત કરી હતી કે, સુશાંત તેની સાથે હતો ત્યારે પણ તે આગામી પાંચ વર્ષનું પ્લાનિંગ ડાયરીમાં કરતો હતો અને આગામી પાંચ વર્ષમાં તેનાં ઉપર કામ કરતો હતો.

આ પણ વાંચો- સુશાંત સિંહ રાજપૂતનાં પરિવારમાંથી કોઇ આવે તો રિયા ઘરની બહાર જતી રહેતી: સ્મિતા પારિખ

સુશાંતનાં નિધનનાં બે મહિના બાદ તેની પર્સનલ ડાયરી મળવા પર રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, ડાયરીની સરખામણી નિક્સન ટેપો સાથે થઇ શકે છે. તેમણે કહ્યું કે, સુશાંતની પર્સનલ ડાયરી તપાસ માટે એક ઉત્તમ લીડ છે.

આ પણ વાંચો-'ભલ્લાલ દેવ'ની દુલ્હન મિહિકાની મેંહદી સેરેમનીની તસવીરો આવી સામે, જુઓ કેવી સુંદર લાગે છે

રિપોર્ટમાં સુશાંતની સાથે તેનાં જ ઘરમાં રહેનારા તેનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાનીનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સુશાઇડનાં દિવસે રૂમમાં કેટલાંક પન્નાનાં ટુકડા પડ્યા હતાં. પોલીસે ડાયરી અને નોટબક અંગે પુછ્યુ હતું. અમે તેમને સુશાંતની 20 ડાયરીઓ આપી હતી એ ઉપરાંત કબાટમાં કેટલાંક ચિટ્સ પણ હતાં. જેની પોલીસે ફોટો લીધી હતી.

ડાયરીનાં પન્ના કેવી રીતે ફાટ્યા, કોણે ફાડ્યા તે હવે તપાસનો વિષય છે. સાથે જ ડાયરી અંગે મુંબઇ પોલીસ પર પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. આખરે પરિવાર અને મિત્રોએ વારંવાર પર્સનલ ડાયરીનો ઉલ્લેખ કર્યો હતો છતા પણ પોલીસનું ધ્યાન તેનાં તરફ કેમ ન ગયું?
Published by: Margi Pandya
First published: August 7, 2020, 9:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading