બહેનો સાથે મસ્તી કરતો સુશાંતનો જુનો VIDEO VIRAL, ધોની અંગે કરતા હતા વાત

ચારેય બહેનો સાથે સુશાંત સિંહ રાજપૂત

ચારેય બહેનોથી ઘેરાયેલો હતો સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rjaput) ફિલ્મ MS Dhoniની રિલીઝ પહેલાંનો છે આ વીડિયો.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં કેસમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સુશાંતનાં પરિવાર દ્વારાજ રિલીઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સુશાંત તેની બહેનોથી ઘેરાયેલો છે. પાંચેય ભાઇ બહેન મસ્તી કરતાં નજર આવે છે સાથે જ તેઓ ફિલ્મ MS Dhoni અંગે વાત કરતાં પણ નજર આવી રહ્યાં છે.

  સુશાંત અને તેની બહેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સુશાંત તેની ચારેય બહેનોની સાથે ખુબજ મસ્તી મજાકનાં મૂડમાં નજર આવે છે. વીડિયોમાં સુશાંત અને તેની બહેન રાની, મીતૂ, શ્વેતા અને પ્રિયંકા પણ તેની સાથે નજર આવે છે. આ વીડિયો સુશાંતની ફિલ્મ 'એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' અંગે તેઓ વાત કરી રહ્યાં છે. અને સુશાંતને MS Dhoni ગણાવી રહ્યાં છે. રાજપૂત ભાઇ-બહેનોનો આ વીડિયો જોઇને જ માલૂમ પડે છે કે તેમનાં વચ્ચે કેવું બોન્ડિંગ હતું. સુશાંત તેમની બહેનો પર કેટલો પ્રેમ વરસાવતો હતો અને તેની બહેનો માટે તે કેટલો ખાસ હતો. સ્ટાર બન્યા બાદ પણ ઘણાં ઓછા લોકો તેની બહેનો સાથે આટલાં જોડાયેલા હોય છે.  દુર્ભાગ્યથી સુશાંત અને તેનાં પરિવાર વચ્ચે અણબનાવની.. તેની બહેનો સાથેનાં સંબંધોમાં ખટાશ હોવાની વાત જે કરવામાં આવી છે તે તમામ વાતો પર પરિવાર દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો સણસણતો જવાબ છે.

  આ પણ વાંચો- સુશાંતની બિલ્ડિંગમાં 14 જૂનનાં અજાણી મહિલા આવ્યાનો દાવો, રૂમમાં કાળી બેગ સાથે હતો વ્યક્તિ

  આપને જણાવી દઇએ કે, ધોનીએ શનિવારે સાંજે 7.29 વાગ્યે અચાનક જ રિટાયરમેન્ટનું એલાન કર્યુ હતું. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે. આ સમયે સુશાંતનો આ વીડિયો તેમનાં ફેન્સને ભાવૂક કરનારો છે. સુશાંતે વર્ષ 2016માં મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકમાં કામ કર્યુ હતું. ધોનીનાં લૂકથી માંડીને તેની દરેક અદાઓ પર ફેન્સ ફિદા થઇ ગયા હતાં. આ ફિલ્મથી સુશાંતે ઇન્ડસ્ટ્રીમાં અને લોકોનાં મનમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી.

  આ પણ વાંચો- સુશાંતનાં પરિવારને ગાળો આપતા ઇનસ્ટાગ્રામ અકાઉન્ટનો રિયા સાથે કોઇ સંબંધ નથી: વકીલ

  સુશાંતની બહેનોએ પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર તેની જૂની તસવીરો અને વીડિયો દ્વારા તેનાં ભાઇ સાથે જોડાયેલી યાદ શેર કરી છે. તેમજ સુશાંત તેનાં પરિવારની કેટલો નિકટ હતો તે વીડિયો અને તસવીરો શેર કરીને જણાવ્યું છે. ગત દિવસોમાં બહેનોએ સુશાંતની સાથેનો ટ્રિપનો વીડિયો શેર કર્યો હતો અને સુશાંતનાં કૃષ્ણ ભજન ગાતો વીડિયો શેર કર્યો હતો. જે પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
  Published by:Margi Pandya
  First published: