#MeToo: સંજના સાંઘી સાથે છેડતીના આરોપ પર સુશાંત સિંઘ રાજપૂતની સ્પષ્ટતા

સંજના સાંઘી દ્વારા સુશાંત સિંહ રાજપૂત પર લગાવેલા છેડતીનાં આરોપ બાદ એક્ટરે શુક્રવારે સવારે તેની સાથેની પોતાની ચેટ પુરાવા અને સ્પષ્ટતા રૂપે સેર કરી હતી

સંજના સાંઘી દ્વારા સુશાંત સિંહ રાજપૂત પર લગાવેલા છેડતીનાં આરોપ બાદ એક્ટરે શુક્રવારે સવારે તેની સાથેની પોતાની ચેટ પુરાવા અને સ્પષ્ટતા રૂપે સેર કરી હતી

  • Share this:
    મુંબઇ:થોડા સમય પહેલા એવા સામાચાર હતા કે એક્ટર સુશાંત સિંહ રાજપૂતે તેની કો-સ્ટાર સંજના સાંધી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. સંજના મુકેશ છાબજાની ડિરેક્ટોરિયલ ડેબ્યુ ફિલ્મમાં કામ કરી રહી હતી. મુકેશ બોલિવૂડનાં એક ચર્ચિત કાસ્ટિંગ ડિરેક્ટર છે. #MeToo કેમ્પેઇન બાદ સુશાંતનું નામ ફરી એક વખત માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ટ્રેંડ કરી રહ્યું હતું.

    સુશાંતે તેનાં પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો અને સંજના સાથે થયેલી તેની ચેટ સોશિયલ મીડિયા પર શેર કરી. જેમાં સુશાંતે જે ટ્વિટમાં આરોપોનું ખંડન કર્યુ છે તે ટ્વિટને બાદમાં હટાવી દીધી. જોકે સાંધીએ તેની સાથે ચેટને રિમૂવ નહોતી કરી. મુકેશ છાબરાએ પણ સુશાંત પર લાગેલા આરોપોનું ખંડન કર્યુ છે.







    આ વચ્ચે સુશાંત પર લાગેલા આરોપો બાદ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર સુશાંતનાં અકાઉન્ટને અનવૈરિફાઇડ કરી દીધું અને અકાઉન્ટનું અધિકારીક હોવું પુષ્ટિ કર્યાની બ્લૂ ટિક હટાવી દીધી છે. ટ્વટિર દ્વારા લેવામાં આવેલા આ એક્શન બાદથી માઇક્રોબ્લોગિંગ સાઇટ પર સુશાંત અંગે વાતચીત વધુ થઇ રહી છે.

    બોલિવૂડ લાઇફની રિપોર્ટ પ્રમાણે, આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પ્રત્યક્ષદર્શીએ નિવેદન આપ્યું છે કે, 'સુશાંત સેટ પર હાજર પોતાની-કો સ્ટારને ખુબજ અસહજ મહેસૂસ કરાવતો હતો. તો ઘણી વખત તેમની પર્સનલ સ્પેસ પણ લઇ લેતો હતો. અને તેમનાં પર ફ્લર્ટી કમેન્ટ્સ પણ પાસ કરતો તો. તેનાં આ વર્તનથી એક્ટ્રેસે કંટાળીને મુકેશ સરને વાત કરી પણ મામલાને ઇન્ડસ્ટ્રીમાં થનારું સામાન્ય વર્તન કહીને મામલો રફા-દફા કરી દીધો હતો.'
    Published by:Margi Pandya
    First published: