સુશાંતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'એ તોડ્યા તમામ રેકોર્ડ, IMDb પર મળ્યાં 10/10 રેટિંગ

દિલ બેચારા ફિલ્મનું પોસ્ટર

'દિલ બેચારા'ની કહાની, કલાકાર અને એક્ટિંગ ઉપરાંત એ આર રહેમાનનું મ્યૂઝિક બધુ જ દિલમાં ઉતરી જાય તેવું છે. આ ફિલ્મ ઇમોશનલ હળવી કોમેડી છે. જેને સંપૂર્ણ દેસી ટચ આપવામાં આવ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' (DilBechara) 24 જૂલાઇનાં રોજ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થઇ ગઇ છએ. ફિલ્મને લઇને તેનાં ફેન્સમાં ભારે ક્રેઝ જોવા પણ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ ફિલ્મ પર તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. ફિલ્મની કહાની, કલાકાર અને એક્ટિંગ બધુ જ ઉત્તમ દર્જાનું છે. તો ફિલ્મનું મ્યૂઝિક બધાનાં દિલમાં ઉતરી જાય તેવું છે. ફિલ્મ ઇમોશનલ અને હળવી કોમેડી છે. જેને સંપૂર્ણ દેસી ટચ આપવામાં આવ્યો છે.

  સુશાંતની સાથે સાથે સંજના સાંઘી (Sanjana Sanghi)એ તેનો રોલ ઉત્તમ રીતે અદા કર્યો છે. એવામાં ફિલ્મને IMDb પર 10માંથી 10 રેટિંગ આપવામાં આવ્યાં છે.

  સુશાંત સિંઘ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'ને 10/10 રેટિંગ મળ્યા છે તો દર્શકો તેનાં પરફોર્મન્સને વખાણી રહ્યાં છે.

  સતતત સોશિયલ મીડિયા પર મળી રહેલી પ્રતિક્રિયા અને ફિલ્મને લઇને પ્રશંસકો દ્વારા કરવામાં આવેલાં ટ્વિટ્સ કહે છે કે સુશાંતની આ ફિલ્મ કેટલી શ્રેષ્ઠ છે. ફિલ્મને 10/10 રેટિંગ મળ્યા છે તે પોતે જ એક રેકોર્ડ છે. ફિલ્મ જોયા બાદ સતત રેટિંગ આપવાને કારણે IMDbનું સર્વર પણ ક્રેશ થઇ ગયુ હતું. કારણ કે ઘણાં પ્રશંસક એક જ સમયે પોતાનો નિર્ણય આપવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. ભારતમાં પહેલી વખત IMDbનું રેટિંગ સર્વર ક્રેશ થયુ છે.  સોશિયલ મીડિયા પર પણ ફિલ્મને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ફેન્સ સુશાંતની અંતિમ ફિલ્મ જોઇને ભાવૂક થઇ ર્હયાં છે અને તેનાં ડાઇલોગ્સ સાંભળીને તેમની આંખોનાં આંસૂ પણ રોકાઇ રહ્યાં નથી. સુશાંત ઉપરાંત ફિલ્મમાં સંજના સાંઘી, સ્વાસ્તિક મુખર્જી, શાશ્વત અને સાહિલ વેદ જેવાાં કલાકાર છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનો સ્પેશલ ગેસ્ટ રોલ છે. જેમાં તે જામે છે.  ફિલ્મમાં સુશાંતનું નામ મૈની છે. મૈનીનો રોલ ઘણાં ખરાં અંશે સુશાંતને મળતો આવે છે. ખુશ મિજાજ અને પોતાની જ દુનિયામાં મસ્ત રહેનારો વ્યક્તિ છે મૈની. મૈની રજનીકાંતનો મોટો ફેન છે. તો સંજનાનું નામ છે કિજી બાસુ. જે કેન્સર પેશન્ટ છે. તે તેની બોરિંગ લાઇફથી કંટાળી ગઇ છે. તે જરાં પણ ખુશ નથી. ત્યારે તેનાં જીવનમાં મૈનીની એન્ટ્રી થાય છે અને તે તેનું જીવન ખુશીઓથી ભરી દે છે.

  આ પણ વાંચો-અનુરાગ કશ્યપનો દાવો, સુશાંતે તેની બે ફિલ્મ કરન જોહર અને YRFને કારણે ઠુકરાવી

  આ ફિલ્મ મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ પોપ્યુલર નોવેલ અને હોલિવૂડ ફિલ્મ 'ધ ફોલ્ટ ઇન આર સ્ટાર્સ'થી પ્રેરિત છે.
  Published by:Margi Pandya
  First published: