SSR Death Case : સુશાંતનો ઘરેલુ સહાયક પહોંચ્યો હાઈકોર્ટ, NCB પર આરોપ મૂકી માંગ્યું 10 લાખનું વળતર

SSR Death Case : સુશાંતનો ઘરેલુ સહાયક પહોંચ્યો હાઈકોર્ટ, NCB પર આરોપ મૂકી માંગ્યું 10 લાખનું વળતર
સુશાંત સિંહ રાજપૂત

Sushant Singh Rajput Case : અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટની સામે તેને 36 કલાકથી વધુ સમય પછી રજૂ કરવામાં આવ્યો. આમ આ દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઇડલાન્સ અને સંવિધાનના અનુચ્છેદ 22નું આ ઉલ્લંધન કરાયું છે.

  • Share this:
    સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Case)ની મૃત્યુ અને બોલિવૂડમાં સંબંધિત ડ્રગ્સ કેસ અંગેની તપાસ સતત ચાલુ છે. ડ્રગ્સના કેસની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) પર હવે સુશાંતના ઘરે કામ કરતા નોકર દ્વારા ગેરકાયદેસર રીતે અટકાયત કરવાનો આરોપ મૂક્યો છે. સુશાંતના ઘરે કામ કરનાર આ વ્યક્તિએ આ મામલે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેણે સરકાર પાસે 10 લાખ રૂપિયા વળતરની પણ માંગ પણ કરી છે. તેના કહેવા મુજબ એનસીબીએ તેને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખ્યો હતો. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ દ્વારા બંધારણના આર્ટિકલ 21 અને આર્ટિકલ 22નું ઉલ્લંઘન છે. બોમ્બે હાઈકોર્ટના જસ્ટીસ એસ.એસ. શિંદે અને ન્યાયાધીશ કર્ણિકની ખંડપીઠમાં 6 નવેમ્બરે આ અરજી પર સુનાવણી થશે.

    અરજદારની એનસીબી દ્વારા ડ્રગ્સ કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાનો આરોપ હતો. જોકે તેને બે અઠવાડિયા પહેલા બોમ્બે હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યો છે. livelaw.in મુજબ, તેણે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે એનસીબીએ રેકોર્ડમાં બતાવ્યું છે કે તેની ધરપકડ 5 સપ્ટેમ્બરના રોજ આઠ વાગ્યે કરવામાં આવી હતી.



    પરંતુ હકીકતમાં તેની ધરપકડ 4 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે કરવામાં આવી હતી. આ પછી તેને ફક્ત એનસીબી પાસે રાખ્યો હતો. તેના જણાવ્યા મુજબ 6 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી, તેને 9 સપ્ટેમ્બર સુધી એનસીબી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

    અરજીમાં જણાવાયું છે કે 36 કલાકથી વધુ સમય બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા અને બંધારણના આર્ટિકલ 22 નું ઉલ્લંઘન છે. નિયમ મુજબ ધરપકડના 24 કલાકમાં કોર્ટમાં રજૂ આરોપીને રજૂ કરવાનો હોય છે. અરજદારને રિયા ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની સાથે હાઇકોર્ટે દ્વારા 7 ઓક્ટોબરના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

    વધુ વાંચો : કોવિડ 19 સેન્ટરમાં કોરોના દર્દીઓએ કર્યા જોરદાર ગરબા, તમે પણ જુઓ Viral Video

    બીજી તરફ એનસીબીએ દાવો કર્યો છે કે અરજદારની 5 સપ્ટેમ્બરના રોજ આઠ વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તાત્કાલિક તેની ધરપકડની જાણ નહતી કરાઇ. વધુમાં 6 સપ્ટેમ્બરના રોજ સવારે 11:40 વાગ્યે તેના ભાઈને ફોન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

    એનસીબીએ તેની પાછળ સુપ્રીમ કોર્ટનો કેસ (ડીકે બાસુ VS પશ્ચિમ બંગાળની સરકાર)નો હવાલો પણ આપ્યો છે.
    Published by:Chaitali Shukla
    First published:October 20, 2020, 14:30 pm