ફેનની એક ટ્વિટ પર મદદ માટે આગળ આવ્યો સુશાંત, કેરળ માટે આપ્યા 1 કરોડ રૂપિયા

News18 Gujarati
Updated: August 22, 2018, 5:00 PM IST
ફેનની એક ટ્વિટ પર મદદ માટે આગળ આવ્યો સુશાંત, કેરળ માટે આપ્યા 1 કરોડ રૂપિયા
સુશાંતની પહેલાં શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન પણ કેરળ પૂર પીડિતોની મદદ કરી ચુક્યા છે.

સુશાંતની પહેલાં શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન પણ કેરળ પૂર પીડિતોની મદદ કરી ચુક્યા છે.

  • Share this:
મુંબઇ: કેરળમાં પૂર પીડિતોની મદદ માટે દેશ આખામાંથી કેટલાય લોકો અને ફિલ્મી સિતારાઓ આગળ આવ્યા છે તેમાં હવે સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ જોડાઇ ગયુ છે. સુશાંતે તેનાં ટ્વિટર પેજ પર એક ફેનની રિક્વેસ્ટને ધ્યાનમાં રાખીને કેરળ પૂર પીડિતોની મદદ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યુ છે.

શુભમ રાજન નામનાં એક વ્યક્તિએ સુશાંતને ટેગ કરીને ટ્વિટ કરી હતી તેણે લખ્યું હતું કે, મારી પાસે પૈસા નથી પણ હું કેરળવાસીઓ માટે ભોજન મોકલવા માંગુ છું. પ્લીઝ મને જણાવો કે હું કેવી રીતે કંઇક દાન કરી શકુ છું. શુભમની આ ટ્વિટ પર સુશાંતે જવાબમાં લખ્યુ હતું કે, હું તારા નામથી એક કરોડ રૂપિયાનું દાન કરીશ અને જોઇશ કે તે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. સાથે જ આપનો આભાર વ્યક્ત કરીને તેને ઇનસ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરીશ. કે આપે મારાથી આ નેક કામ કરાવ્યું. મદદની આ ધગશ માટે આપનો આભાર.''

આપને જણાવી દઇએ કે, સુશાંતની પહેલાં શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન પણ કેરળ પૂર પીડિતોની મદદ કરી ચુક્યા છે. તેમજ અક્ષય કુમાર, ડિરેક્ટર પ્રિયદર્શન, જેક્લિન ફર્નાન્ડિઝ અને ચિત્રાગંદા પણ પૂર પીડિતોની મદદ કરી ચુક્યા છે.


Published by: Margi Pandya
First published: August 22, 2018, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading