એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) મોત મામલે સામે આવેલાં ડ્રગ્સ એંગલ બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ મામલે તપાસમાં લાગી છે. NCBએ આ સાથેજ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રહેલી બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની ધરપકડ કરી દીધી છે.
NCBની પૂછપરછમાં ઘણાં ખુલાસા કર્યા છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તીને નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટેંસ એક્ટ (NCPS Act) હેઠળ ધરપકડ કરી છે. આ પેહલાં રિયાએ મીડિયામાં સુશાંત સિંહ રાજપૂતનાં ડ્રગ્સ લેવાનો આદી હોવાનો આરોપ લગાવ્યો હતો. એક્ટ્રેસે આ સ્ટેટમેન્ટ પર ઘણાં સેલિબ્રિટીઝનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો.
હવે સુશાંતનાં મિત્ર એક્ટર યુવરાજ એસ સિંહે પણ રિયા ચક્રવર્તીનાં દાવા પર આંગળી ઉઠાવી છે. યુવરાજનાં જણાવ્યાં મુજબ, સુશાંતને ડ્રગ્સની લત ન હતી. તેની છબીને ખરાબ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ મામલે સામે આવેલી ડ્રગ્સ થિયર અંગે તે ન ફક્ત હેરાન છે. પણ તેમને આ વાત પચાવવી પણ મુશ્કેલ લાગે છે. યુવરાજનું કહેવું છે કે, સુશાંત સિંહ રાજપૂતને માત્ર નિશઆનો બાવવામાં આવી રહ્યો છે.
એટલું જ નહીં યુવરાજે સુશાંત સિંહનાં ડિપ્રેશનમાં હોવાની વાતો પણ ખારીજ કરી દીધી છે. તેનાં મતે સુશાંત એક એવી વ્યક્તિ ન હતો જે ડિપ્રેશનમાં રહે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતનાં મોતને 70 દિવસ થઇ ગયા બાદ રિયા ચક્રવર્તી CBIની પૂછપરછનાં ઠીક પહેલાં મીડિયા સામે આવે છે અને પોતાનાં ઉપર લાગેલાં આરોપો પર સ્પષ્ટતા આપે છે. આ દરમિયાન રિયા ત્યાં સુધી કહી દીધુ કે, તેણે ક્યારેય ડ્રગ્સને હાથ નથી લગાવ્યું. પણ સુશાંતને મારિજુઆનાની લત હતી. જે બાદથી રિયા આલોચકોનાં નિશાના પર છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર