સુશાંત સિંહ રાજપૂતનાં મિત્રનો ખુલાસો, 'સિદ્ધાર્થ પિઠાનીની વધુ નિકટ હતી રિયા ચક્રવર્તી'

News18 Gujarati
Updated: August 4, 2020, 10:48 AM IST
સુશાંત સિંહ રાજપૂતનાં મિત્રનો ખુલાસો, 'સિદ્ધાર્થ પિઠાનીની વધુ નિકટ હતી રિયા ચક્રવર્તી'
સુશાંત સિંહ રાજપૂત અને મિત્ર સેમ્યુઅલ (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મિત્ર સૈમુઅલ હાઓકિપ (Samuel Haokip)એ સુશાંતની નાણાકીય સ્થિતિ અને દવાઓ અંગે પણ ઘણાં ખુલાસા કર્યા છે

  • Share this:
 એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધનને 43 દિવસ થઇ ગયા છે એક્ટરનાં પિતાએ પટના (Patna)નાં રાજીવ નગર પોલીસ સ્ટેશમાં કેસ અંગે ફરિયાદ નોંધાવી છે. જ બાદ દરરરોજ સુશાંત અંગે નવાં નવાં ખુલાસા થઇ રહ્યાં છે. હાલમાં જ સુશાંતનાં પિતા કેકે સિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે વાત કરે છે કે, તેમણે 25 ફેબ્રુઆરીનાં જ બાન્દ્રા પોલીસ (Bandra Police)ને જણાવ્યું હતું કે, તેમનાં દીકરાનાં જીવને ખતરો છે. પણ પોલીસે આ મામલે કોઇ જ એક્શન લીધો ન હતો. હવે સુશાંત સિંહ રાજપૂતનાં નજીકનાં મિત્ર સેમુઅલ હાઓકિપ (Samuel Haokip)એ પણ આ અંગે ખુલાસો કર્યો છે. સૈમુઅળનું કહેવું છે કે, તેણે જૂન-જૂલાઇ 2019ની વચ્ચે જ સુશાંત સાથે કામ કરવાનું બંધ કર્યુ હતું તેને આ વાતનો અણસાર ન હતો કે સુશાંત સાથે કંઇ ખોટુ થઇ રહ્યું છે.


સૈમુઅલે Timpes Now સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એક્ટરનાં સ્ટાફ દ્વારા માલૂમ પડતુ હતુ કે, તેની દવાઓ ચાલી રહી છે. અને તેની નાણાકિય સ્થિતિ પણ ઘણી જ સારી હતી. આ સાથે જ સેમુઅલે જણાવ્યું કે, સિદ્ધાર્થ પિઠાની (Siddharth Pithani) મારા કરતાં વધુ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નાં વધુ નિકટ હતાં. તેણે કહ્યું કે, 'સિદ્ધાર્થ મારા કરતાં રિયાનો સારો મિત્ર હતો. એટલે કે રિયાની વધુ નિકટ હતો.' આપને જણાવી દઇએ કે, આ પહેલાં સેમુઅલ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ પણ આવ્યો હતો તેણે સુશાંતનાં ફેન્સ સાથે વાત કરતા ઘણાં ખુલાસા કર્યા હતાં.

આ પણ વાંચો- SSR Case: પટના પોલીસે 3 લોકોની કરી પૂછપરછ, ફોન પર લીધુ સિદ્ધાર્થ પીઠાનીનું નિવેદન

આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતનાં નિધનનાં કેટલાંક દિવસ બાદ તેની ફ્રેન્ડ સ્મિતાએ એખ ચેનલને ઇન્ટરવ્યૂ આપતા કહ્યુ હતુ કે, સુશાંતનો વધુ એક ફ્લેટમેટ હતો જેનું નામ સૈમુઅલ હોકિપ હતું. જે બાદથી સેમુઅલની તપાસ શરૂ થઇ. આ વચ્ચે સેમુઅલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી જેમાં તેણે કહ્યું કે, 'તમામને હેલો, સૌથી પહેલા તો મને સપોર્ટ કરવા માટે તમામનો આભાર. હું એકદમ સ્વસ્થ છું અને જીવુ છું. મારુ એકાઉન્ટ કોઇ જ વાપરતુ નથી. સુશાંતને આપ સૌ જે રીતે સપોર્ટ કરી રહ્યો છો તે બદલ હું આપ સૌનો આભારી છું.'
Published by: Margi Pandya
First published: August 4, 2020, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading