Home /News /entertainment /

Sonchiriya: ફિલ્મનું બીજું ટ્રેલર રીલિઝ, દમદાર ડાયલોગ બોલી રહ્યો છે સુશાંત

Sonchiriya: ફિલ્મનું બીજું ટ્રેલર રીલિઝ, દમદાર ડાયલોગ બોલી રહ્યો છે સુશાંત

અભિષેક ચોબેની ફિલ્મ 'સોન ચિડિયા'નું બીજું ટ્રેલર 1.58 મિનિટનું છે.

સુશાંતસિંહ રાજપૂત અને ભૂમિ પેડનેકરની આગામી ફિલ્મ 'સોન ચિડિયા'નું બીજું ટ્રેલર રીલિઝ થયું છે

    ન્યૂઝ18 ગુજરાતી: સુશાંતસિંહ રાજપૂત અને ભૂમિ પેડનેકરની આગામી ફિલ્મ 'સોનચિડિયા'નું બીજું ટ્રેલર રીલિઝ થયું છે. ફિલ્મના ટ્રેલરમાં બધા કલાકારો જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ અભિષેક ચોબેએ ડાયરેક્ટ કરી છે, જે 1 માર્ચે રીલિઝ થશે.

    અભિષેક ચોબેની ફિલ્મ 'સોનચિડિયા'નું બીજું ટ્રેલર 1.58 મિનિટનું છે. ટ્રેલરની શરૂઆત લગ્નથી થાય છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, લગ્ન પ્રસંગે ડાકુઓ લૂંટ ચલાવે છે. ટ્રેલરમાં સુશાંત અને ભૂમિની સાથે મનોજ વાજપેપી, રણવીર શૌરી અને આશુતોષ રાણા જેવા કલાકાર નજરે પડી રહ્યાં છે.

    આ પણ વાંચો: Total Dhamaal:ટીઝરમાં રિતેશ-જોનીની કોમેડી હસવા મજબૂર કરશે

    ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 8 ફેબ્રુઆરીએ રીલિઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મને 1 માર્ચે રીલિઝ કરવામાં આવશે. પહેલીવાર સુશાંતસિંહ રોમેન્ટિક અંદાજથી અલગ ડાકુની ભૂમિકામાં જોવા મળશે. સાથે જ સુશાંત અને ભૂમિની જોડી પણ પહેલીવાર જોવા મળશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Film son chiriya, Manoj bajpayee, New trailer, Released, Sanjana sanghi, Sushant singh rajput

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन