એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: #DilBecharaનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલર રિલીઝ થતા જ તે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ટ્રેલરમાં સુશાંતનો મસ્તી મજાક ભર્યો અંદાજ અને ખુબજ પ્રેમાળ ચહેરો જોઇને તમારા મન મગજમાં તેનાં જ વિચારો ચાલ્યા કરશે. ટ્રેલરનાં ડાયલોગ્સ અને સુશાંત બધી જ લાઇમલાઇટ લઇ જાય છે.
તેમાં પણ જ્યારે તે એક ડાઇલોગમાં બોલે છે... જન્મ કબ લેના હૈ ઔર મરના કબ હૈ હમ ડિસાઇડ નહીં કરતે.. પર ઇસે જિના કેસે હૈ યે તો હમ ડિસાઇડ કર શકતે હૈ. ફિલ્મનો આ ડાઇલોગ ઘણું બધુ કહી જાય છે. અને હાલમાં તે ટ્વટિર પર ટ્રેન્ડ પણ કરી રહ્યો છે.
ફિલ્મનો બીજો ડાઇલોગ ફિલ્મની હિરોઇન સંજના સાંઘી ટ્રેલરની શરૂઆતમાં જ બોલે છે.. એક થા રાજા એક થી રાની.. દોનો મર ગયે ખતમ કહાની... આ ડાઇલોગથી ટ્રેલરની શરૂઆત થાય છે અને આ ડાઇલોગથી જ દિલમાં કંઇક ખુંચતુ હોય તેવું થવા લાગે છે. કારણ કે ફિલ્મનો રાજા તો ખરેખરમાં જ પોતાની કહાની કહ્યાં વગર જ જતો રહ્યો.
તો આ સિવાય ટ્રેલરનાં એક સિનમાં સુશાંત સોફા પર સુતો જોવા મળે છે તેમાં માલૂમ થાય છે કે તેને એક પગ નથી. અને તેની એક માત્ર ઝલક જોવા મળે છે. આ ઝલકમાં માલૂમ પડે છે કે ફિલ્મની હિરોઇનને કેન્સર છે જ્યારે હિરોને એક પગ નથી. પણ હિરો પોતાનું જીવન એવી જીંદાદિલીથી જીવે છે કે કોઇ કહી ન જાય કે તેને કંઇક અધુરપ છે.
વેલ આ તો હતી ફિલ્મની વાત રિઅલ લાઇફમાં સુશાંત કેમ આ ફિલ્મનાં હિરોની જેમ ન જીવી શકીયો.. જે તે ડાઇલોગમાં બોલે છે. જન્મ કબ લેના હૈ ઔર મરના કબ હૈ યે હમ ડિસાઇડ નહીં કરતે પર ઇસે જિના કેસે હૈ યે તો હમ ડિસાઇડ કર શકતે હૈ.. જો તેઓએ ડિપ્રેશનની જગ્યાએ તેમની જ ફિલ્મો છિછોરે... દિલ બેચારાનાં ડાઇલોગ્સ યાદ કર્યા હોત તો કદાચ તેઓ પોતાનાં મન મગજને મજબૂત બનાવી શક્યા હોત
Published by:Margi Pandya
First published:July 06, 2020, 18:44 pm