સુશાંતનાં પિતાએ પોલીસને આપ્યુ નિવેદન, કહ્યું 'ઘણીવાર તે દુઃખી રહેતો હતો પરંતુ ...'

સુશાંતનાં પિતાએ પોલીસને આપ્યુ નિવેદન, કહ્યું 'ઘણીવાર તે દુઃખી રહેતો હતો પરંતુ ...'
પોતાના દીકરાની અર્થીને ખભો આપવામાં કેટલું દર્દ થાય છે તે તો એક પિતા સિવાય કોઇ ન જાણી શકે.

પોતાના દીકરાની અર્થીને ખભો આપવામાં કેટલું દર્દ થાય છે તે તો એક પિતા સિવાય કોઇ ન જાણી શકે.

 • Share this:
  મુંબઈ : બોલિવૂ઼ડના (Bollywood) ચમકતા સિતારા સમાન સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) રવિવારે 14 જૂનના રોજ આત્મહત્યા કેમ કરી તે રહસ્ય છે. કોઇ આને ડિપ્રેશન સાથે જોડે છે તો કોઇ આને બોલિવૂડનાં વંશવાદ સાથે જોડે છે. આ કેસની તપાસ મહારાષ્ટ્ર પોલીસ કરી રહી છે. તેમણે અત્યાર સુધી 9 લોકોનાં નિવેદનો લીધા છે. આ અંગે સુશાંતનાં પિતા માને છે કે, પોતાના દીકરાને ડિપ્રેશન (Depression) છે તે અંગે તેમને જાણ ન હતી.  34 વર્ષના દીકરાના આપઘાતથી (Suicide) પિતા સહિત આખો પરિવાર ઘણાં જ દુખમાં છે.

  પોતાના દીકરાની અર્થીને ખભો આપવામાં કેટલું દર્દ થાય છે તે તો એક પિતા સિવાય કોઇ ન જાણી શકે. ઇન્ડિય એક્સપ્રેસની ખબરની માનીએ તો, મુંબઇનાં એક વરિષ્ઠ અધિકારીએ આ અંગેની જાણકારીઆપી છે કે, સુશાંતનાં પિતા જાણતા ન હતા કે એ ડિપ્રેશનમાં હતો. તેમને એ વાતની જાણ હતી કે, સુશાંત ઘણીવખત દુખી થઇ જતો પરંતુ એ જાણતા ન હતા કે તે અંદરને અંદર તૂટી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે પરિવારને પણ નથી ખબર કે સુશાંત આટલા દુખી કેમ હતા.પરિવારને કોઇની પર પણ શક નથી.  પોલીસે મંગળવારે સુશાંતનાં ઘરે જઇને પિતા અને બે બહેનોના નિવેદનો નોંધ્યા છે. પોલીસનું માનીએ તો આ લોકોએ કોઇની પર પણ શક જાહેર નથી કર્યો. પરંતુ સુશાંતનાં કઝીને બિહારનાં ધારાસભ્ય બબલૂએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ષડયંત્ર છે.

  આ પણ વાંચો- સુશાંત સિંઘ રાજપૂત ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી અલગ ઘરમાં રહેવાનો હતો, પિતરાઈ ભાઈએ કહ્યું કે નવેમ્બરમાં...

  રિપોર્ટ પ્રમાણે, પોલીસે સુશાંત સિંહ રાજપૂતનાં ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પિઠાનીને (Siddharth Pithani) એક્ટરની નાણાકીય સ્થિતિ, બિઝનેસ ડિલીગ અને બોલિવૂડમાં તેમની પ્રોફાઇલની માંગ કરી છે. રાજ્યનાં ગૃહમંત્રી અનિલ દેશમુખનાં ટ્વિટ પછી પોલીસ ફરીથી સુશાંતનાં મિત્ર મહેશ શેટ્ટી સાથે સંપર્ક કરી શકે છે. તેમને પૂછી શકે છે કે, શું બોલિવૂડમાં હરિફાઇ અને વંશવાદ સુશાંતની મોતની પાછળનું કારણ છે.

  આ પણ જુઓ - 

  આપને જણાવીએ કે હજી સુધી પોલીસને સુશાંતનાં આપઘાત પાછળનું કોઇ કારણ મળ્યું નથી. હાલ તપાસ ચાલી રહી છે.
  Published by:News18 Gujarati
  First published:June 17, 2020, 10:12 am

  ટૉપ ન્યૂઝ