દિશા સાલિયાનનાં મોતની પહેલાં પાર્ટી વાળો વીડિયો થયો વાયરલ, જાણો શું છે સત્ય

News18 Gujarati
Updated: August 9, 2020, 5:49 PM IST
દિશા સાલિયાનનાં મોતની પહેલાં પાર્ટી વાળો વીડિયો થયો વાયરલ, જાણો શું છે સત્ય
દિશા સાલિયાન (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) પૂર્વ મેનેજર દિશા સાલિયાનની (Disha Salian) આત્મહત્યા પહેલાંનો એક વીડિયો સામે આવ્યો છે

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિશા સાલિયાન (Disha Salian) અને સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) કેસની ગુત્થી તો હજુ સુધી ઉકલી નથી. પણ આ કેસમાં એક બાદ એક અપડેટ્સ આવી રહી છે. હવે દિશાનાં મોતનાં થોડા સમય પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો દિશાનાં ઘરનો જ છે. તે તેનાં મિત્રો સાથે હાઉસ પાર્ટી કરતી નજર આવી રહી છે. વીડિયોમાં દિશાની સાથે તેનો મંગેતર રોહન રોય અને નજીકનાં મિત્રો પણ છે.

આ વીડિયો દિશાનાં મોતનાં થોડા કલાકો પહેલાંનો જ છે. જે છેલ્લે તેણે તેમનાં મિત્રોનાં વોહ્ટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હતો. આ વીડિયોમાં તમામ મિત્રો રિતિક રોશનની ફિલ્મ 'મિશન કશમીર'નાં ગીત રિંદ પોશમાલ પર ડાન્સ કરાતં નજર આવે છે. આપને જણાવી દઇએ કે દિશા સાલિયાન 9 જૂનનાં રોજ મુંબઇમાં તેનાં બિલ્ડિંગનાં 14માં માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી.

ઇન્ડિયા ટુડેની રિપોર્ટ મુજબ, મોતવાળા દિવસે દિશા તેનાં મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી. અને તે સંપૂર્ણ સ્વસ્થ હતી. તેણે દારુ પીધો હતો. જે બાદ પોતાને ડિપ્રેસ્ડ અનુભવી રહી હતી. તે કહેવા લાગી કે તેની કોઇને ચિંતા નથી. ત્યારે જ તેનાં એક મિત્રએ તેને કહ્યું કે, તુ પાર્ટી ખરાબ ન કર. જે બાદ દિશાએ તેની લંડનમાં રહેતી મિત્ર સાથે ફોન પર વાત કરી. અને લોકડાઉન બાદ તે શું કરશે તે અંગે પોતાનો પ્લાન જણાવ્યો. પછી દિશા તેનાં રૂમમાં જતી રહી અને દરવાજો અંદરથી બંધ કરી લીધો. જ્યારે થોડા સમય સુધી દિશાએ દરવાજો ન ખોલ્યો તો તેનાં મંગેતરે દરવાજાને ધક્કો મારીને ખોલ્યો.. તેમણે ત્યાં દિશાને ન જોઇ.. જે બાદ તેમણે નીચે જોયુ તો દિશા નીચે પડી હતી. સૌ કોઇ નીચે ગયા ત્યાં સુધી દિશા જીવતી હતી અને વોચમેને એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. તમામ દિશાને લઇને હોસ્પિટલ ગયા પણ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી.

આ પણ વાંચો- સતીશ શાહને થયો હતો કોરોના, ઠીક થઇને પરત આવ્યા ઘરે

ઉલ્લેખનીય છે કે દિશા સાલિયાનના માતા-પિતાએ ચુપ્પી તોડતા કહ્યું કે તેમની દીકરીને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેમણે કહ્યું પોતાના ફાયદા માટે અમારી દીકરીને બદનામ ન કરો. તે અમારી એકની એક દીકરી હતી, અમે અમારી એકની એક દીકરીને ગુમાવી છે. હવે લોકો તેની છબી ખરાબ કરી રહ્યા છે. તે લોકો આવી રીતે સતામણી કરી અમને પણ મારી નાખવા માંગે છે. અમારી ભારતના લોકોથી ,દરેક મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય દરેક લોકોથી કહેવું છે કે બધુ ખોટું છે. દરેક ખબરો ખોટી અને અફવા છે.
Published by: Margi Pandya
First published: August 9, 2020, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading