સુશાંતનાં જન્મ દિવસ પર અંકિતાએ શેર કર્યો Unseen Video, બોલી- 'તુ જ્યાં હોય, બહુ ખુશ હોય'

સુશાંતનાં જન્મ દિવસ પર અંકિતાએ શેર કર્યો Unseen Video, બોલી- 'તુ જ્યાં હોય, બહુ ખુશ હોય'
અંકિતાએ સુશાંતનાં જન્મ દિવસે શેર કર્યો તેનો Unseen Video

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો 35માં જન્મ દિવસ છે. સોશિયલ મીડિયા પર તેનાં ફેન્સ સતત તેને યાદ કરી પોસ્ટ શેર કરી રહ્યાં છે. ફેન્સની સાથે સાથે સુશઆંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande)એ સોશિયલ મીડિયા પર આજનાં દિવસે તેને યાદ કરતો એક અનસીન વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. આ વીડિયોમાં સુશાંત તેનાં પેટ ડોગ હાતચી (Hatchi) સાથે નજર આવે છે.

    અંકિતા લોખંડે (Ankita Lokhande)એ તેનાં ખાસ મિત્ર અને પહેલા પ્રેમ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની યાદ કરતાં વીડિયો શેર કર્યો. વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. વીડિોયમાં સુશાંત ડોગી (Hatchi)ની સાથે મસ્તી કરતો નજર આવી રહ્યો છે. અંકિતાએ આ વીડિયો કેપ્ચર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર અંકિતાએ આ વીડિયો શેર કર્યો છે.



    વીડિયો શેર કરતાં તેણએ કેપ્શનમાં લખ્યું છે કે, મને નથી ખબર કે હું કેવી રીતે શરૂ કરું. અને શું કહું, પણ હા, આજે હું સુશાંતનાં કેટલાંક જુના વીડિયોઝ શેર કરવાની છું. તમારી સાથે મારી આ કેટલીક યાદો છે. અને હું હમેશાં તને આમ જ યાદ કરીશ. ખુશ, બુદ્ધિમાન, રોમેન્ટિક, પાગલ અને શાનદાર... #HappyBirthdaySSR



    તેણે લખ્યું કે, #Scotch હમેશાં મિસ કર્યું અને હવે મને લાગે છે કે તે તને વધારે મિસ કરે છે. હું પ્રાર્થના કરુ છું અને જાણું છું તું જ્યાં છે ત્યાં ખુબ ખુશ છે.. હેપી બર્થ ડે ટૂ યુ. તુ હમેશાં યાદ આવીશ




    આપને જણાવી દઇએ કે, સુશાંત અને અંકિતાની મુલાકાત ટીવી શો 'પવિત્ર રિશ્તા'નાં સેટ પર થઇ હતી આ સીરિયલમાં બંને લીડ રોલમાં હતાં. અને બંનેની જોડી ખુબ પસંદ કરવામાં આવી હતી. સાથે કામ કરતાં કરતાં તેમનાં વચ્ચે નજદીકીયા વધી અને બાદમાં તેમને પ્રેમ થઇ ગયો. આશરે 6 વર્ષ તેઓ લિવ ઇનમાં રહ્યાં હતાં. જે બાદ તેમનાં બ્રેકઅપનાં સમાચાર આવ્યાં હતાં. તેમનાં ફેન્સ આ વાતથી ખુબજ નીરાશ થયા હતાં.
    Published by:Margi Pandya
    First published:January 21, 2021, 13:39 pm

    ટૉપ ન્યૂઝ