સુશાંતસિંહ રાજપૂત પંચતત્વમાં વિલીન, પ્રિયજનોએ નમ આંખોથી આપી વિદાય

News18 Gujarati
Updated: June 15, 2020, 5:28 PM IST
સુશાંતસિંહ રાજપૂત પંચતત્વમાં વિલીન, પ્રિયજનોએ નમ આંખોથી આપી વિદાય
પરિવારના લોકો અંતિમ સંસ્કાર પટનામાં કરાવવા માંગતા હતા પણ કોરોના મહામારીના કારણે પ્રશાસને તેની મંજૂરી આપી ન હતી

પરિવારના લોકો અંતિમ સંસ્કાર પટનામાં કરાવવા માંગતા હતા પણ કોરોના મહામારીના કારણે પ્રશાસને તેની મંજૂરી આપી ન હતી

  • Share this:
મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)નું શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયું છે. સુશાંતસિંહના પવન હંસ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  આ પહેલા સુશાંત સિંહ રાજપૂતની બોડી પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. અભિનેતાના જમાઇ ઓપી સિંહે પેપર પર સિગ્નેચર કર્યા હતા.

સુશાંતના પિતા સિવાય તેની બહેન અને અન્ય નજીકના લોકો સાથે કુલ મળીને 20 લોકો સ્મશાન ઘાટે ગયા હતા. પરિવારના લોકો અંતિમ સંસ્કાર પટનામાં કરાવવા માંગતા હતા પણ કોરોના મહામારીના કારણે પ્રશાસને તેની મંજૂરી આપી ન હતી. જાણકારી પ્રમાણે અભિનેત્રી રિયા કપૂર, વિવેક ઓબેરોય સ્મશાન ઘાટ પહોંચ્યા હતા.

આ પણ વાંચો - સુશાંતસિંહ રાજપૂતઃ આત્મહત્યા પહેલાના એ 12 કલાક! ક્યારે, શું અને કેવી રીતે થયું?

સુશાંતનો કોરોનો રિપોર્ટ નેગેટિવ

સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના અંતિમ સંસ્કાર પહેલા તેના મૃતદેહનો કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યો. પોસ્ટમોર્ટમ પહેલા જ કોરોના ટેસ્ટ માટે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સુશાંતસિંહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નોંધનીય છે કે, હાલમાં કોરોનાના વધતાં સંક્રમણને કારણે મોત બાદ દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે.
આવી ગયો પોસ્ટમોર્ટમ રિપોર્ટસુશાંતસિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

મુંબઈની કૂપર હૉસ્પિટલમાં તેમના મૃતદેહને રવિવાર સાંજે 4 વાગ્યે લાવવામાં આવ્યો. મોડી રાત્રે તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો. રિપોર્ટમાં મોતનું કારણ ગળે ફાંસો ખાવાનું સામે આવ્યું છે. એટલે કે તેઓએ ફાંસી ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે, ફાઇનલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

મળતી માહિતી મુજબ સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. તેમની સારવાર પણ ચાલી રહી હતી. પાંચ દિવસ પહેલા પણ તેમની બહેને સુશાંત સાથે વાત કરી હતી. તે સમયે સુશાંતે પોતાની બહેનને કહ્યું હતું કે તબિયત ઠીક નથી. સુશાંતના ઘરમાં રહેનારા દોસ્ત અને નોકરે પણ જણાવ્યું કે સુશાંતનો વ્યવહાર થોડાક દિવસથી બદલાયેલો લાગતો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતે થોડા દિવસોથી ડિપ્રેશનની દવાઓ પણ નથી લીધી.
First published: June 15, 2020, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading