સુશાંતસિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, ફાંસો ખાવાથી થયું મોત

News18 Gujarati
Updated: June 15, 2020, 9:50 AM IST
સુશાંતસિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, ફાંસો ખાવાથી થયું મોત
સુશાંતસિંહ રાજપૂતના મોતનું કારણ હેન્ગિંગ હોવાનું જણાવ્યું, ફાઇનલ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે

સુશાંતસિંહ રાજપૂતના મોતનું કારણ હેન્ગિંગ હોવાનું જણાવ્યું, ફાઇનલ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે

  • Share this:
મુંબઈઃ બૉલિવૂડ માટે વર્ષ 2020 ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. ઋષિ કપૂર, ઈરફાન ખાન, વાજિદ ખાન બાદ હવે સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput Death)એ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. 34 વર્ષીય સુશાંતે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી ખાઈને આત્મહત્યા કરી દીધી. મળતી માહિતી મુજબ, એક્ટર છેલલા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. મુંબઈની કપૂર હૉસ્પિટલમાં તેમના મૃતદેહને રવિવાર સાંજે 4 વાગ્યો લાવવામાં આવ્યો. મોડી રાત્રે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં મોતનું કારણ હેન્ગિંગ હોવાનું જણાવ્યું છે. જોકે ફાઇનલ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે.

ડૉક્ટરોએ સુશાંતસિંહ રાજપૂતના વાઇટલ ઓર્ગન્સને ફોરેન્સિક તપાસ માટે જે. જે. હૉસ્પિટલ મોકલી આપ્યા છે, જ્યાં શરીરમાં કોઈ પ્રકારના ડ્રગ્સ કે ઝેરની હાજરી વિશે તપાસ કરવામાં આવશે. સુશાંતનો વિસરા રિપોર્ટ પણ બે-ત્રણ દિવસમાં આવી જશે. સુશાંતના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે. પટનાથી તેમના પિતા અને બહેનો મુંબઈ આવી ચૂક્યા છે. બીજી તરફ, એક બહેન પહેલાથી મુંબઈમાં છે.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતઃ આત્મહત્યા પહેલાના એ 12 કલાક! ક્યારે, શું અને કેવી રીતે થયું?


સુસાઇડ નોટ નથી મળી

મુંબઈ પોલીસે જણાવ્યું કે સુશાંતસિંહ રાજપૂતનું મોત આત્મહત્યાના કારણે થયું છે અને તેઓ તેની તપાસ કરી રહ્યા છે. તેમની પાસેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી.આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતે 3 દિવસ પહેલા પિતા સાથે ફોન પર કરી હતી વાત, આ વાતની ચિંતા વ્યક્ત કરી હતી
First published: June 15, 2020, 9:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading