સુશાંત કેસની CBI તપાસને મહારાષ્ટ્ર સરકાર નહીં પડકારી શકે, જાણો સુપ્રીમ કોર્ટનાં નિર્ણયની 5 મુખ્ય વાતો

આપણે જાણીએ સુશાંત કેસની મુખ્ય પાંચ વાતો.

આપણે જાણીએ સુશાંત કેસની મુખ્ય પાંચ વાતો.

  • Share this:
    Sushant Singh Rajput Death Case : એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલાની તપાસ હવે સીબીઆઈ કરશે. સુપ્રીમ કોર્ટનાં (Supreme Court) બુધવારે આ કેસની તપાસના આદેશ સીબીઆઈને સોંપી દીધા છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે, સુશાંત આત્મહત્યા કેસની તપાસ હવે સીબીઆઈ કરશે. મહારાષ્ટ્ર સરકાર આ અંગે કોર્ટને પડકારી શકતી નથી. પટનામાં જે એફઆઈઆર નોંધવામાં આવી છે તે કાયદાકિય રીતે યોગ્ય છે. આ ચુકાદા બાદ મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું કે, અમે ચુકાદાને પડકારીશું. તેની પર કોર્ટે કહ્યું કે, આ 35 પાનાનું જજમેન્ટ છે. પહેલા તમે તેને વાંચો. અમે દરેક પાસાઓનું ઝીણવટાપૂર્વક અધ્યયન કર્યું છે અને ત્યારબાદ ચુકાદો આપ્યો છે.

    સુશાંતની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તીએ પટનાની તપાસને મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. આ મામલામા સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટનાં રોજ નિર્ણય રિઝર્વ રાખતા તમામ પક્ષો પાસેથી લેખિતમાં જવાબ માંગ્યો હતો. આજે કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે. આપણે જાણીએ સુશાંત કેસની મુખ્ય પાંચ વાતો.

    1. બે રાજ્યો વચ્ચે ફસાયેલા આ કેસમાં જસ્ટિસ ઋષિકેસ રોયની બેંચે આ નિર્ણય સંભળાવ્યો. કોર્ટે કહ્યું કે, પટનામાં જે એફઆઈઆર નોંધવામાં આવી છે તે કાયદાકિય રીતે યોગ્ય છે.

    2. આ ચુકાદા બાદ મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું કે, અમે ચુકાદાને પડકારીશું. તેની પર કોર્ટે કહ્યું કે, આ 35 પાનાનું જજમેન્ટ છે. પહેલા તમે તેને વાંચો. અમે દરેક પાસાઓનું ઝીણવટાપૂર્વક અધ્યયન કર્યું છે અને ત્યારબાદ ચુકાદો આપ્યો છે.

    3. કોર્ટે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારે હવે સીબીઆઇને તપાસમાં મદદ કરવાની રહેશે. મુંબઇ પોલીસે આ મામલાનાં સબૂત સીબીઆઈને સોંપવા પડશે.

    આ પણ વાંચો- SSR Case: SCનાં નિર્ણય બાદ પહેલીવાર બોલ્યો અક્ષય, કહ્યું 'સત્યની હંમેશા જીત થાય'

    4. કોર્ટે કહ્યું કે, આ સુનિશ્ચિત કરવામાં આવે કે, સુશાંતની આત્મહત્યાની પાછળનાં રહસ્યની તપાસમાં સીબીઆઈને એકમાત્ર અધિકાર અંગે કોઇ ભ્રમ ન હોય અને કોઇપણ રાજ્ય પોલીસ આ મામલામાં હસ્તક્ષેપ નહીં કરી શકે. સીબીઆઈ ન માત્ર પટનામાં થયેલી એફઆઈઆર પરંતુ સુશાંતની મોતનાં મામલા સાથે જોડાયેલી અન્ય એફઆઈઆરની તપાસ કરવામાં પણ સક્ષમ હશે.

    આ પણ જુઓ - 



    5. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુંબઈ પોલીસે રાજપૂતની મોત માટે માત્ર એક્સીડેન્ટલ મોતનો રિપોર્ટ નોંધ્યો હતો. એટલે એમાં સીમિત તપાસ શક્તિઓ હતી. બિહાર પોલીસે એક પૂરી એફઆઇઆર નોંધી છે. જેમાં પહેલાથી જ સીબીઆઈને મોકલવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીને મામલાની તપાસ કરવી જોઇએ.

    આ પણ વાંચો-  એકતા કપૂર ફરી એકવાર થઇ ટ્રોલ, સુશાંત નામે ફંડ માંગ્યું તો લોકોએ લીધો ક્લાસ
    Published by:Kaushal Pancholi
    First published: