Home /News /entertainment /NCBને મળી કસ્ટડી, કોર્ટે રિયાની જામીન અરજી ફગાવી, 15 દિવસની જેલ

NCBને મળી કસ્ટડી, કોર્ટે રિયાની જામીન અરજી ફગાવી, 15 દિવસની જેલ

રિયા ચક્રવર્તીની ધરપકડ

અભિનેતા સુશાંત સિંહ મોત મામલે એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી વીડિયો કોન્ફરન્સ દ્વારા સાંજે મેજિસ્ટ્રેટ સામે રજુ કરી હતી. જેમાં રિયાચક્રવર્તીને 14 દિવસની જેલ થઈ છે.

    મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ મોત મામલે એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી વીડિયો કોન્ફરન્સ દ્વારા સાંજે મેજિસ્ટ્રેટ સામે રજુ કરી હતી. જેમાં રિયાચક્રવર્તીને 14 દિવસની જેલ થઈ છે. એનસીબીએ રિયાની જામીન અરજીનો વિરોધ કર્યો, જેના પગલે વધારે પુછપરછને ધ્યાનમાં લઈ કોર્ટે રિયાની જામીન અરજી ફગાવી દીધી છે, અને 14 દિવસની જેલમાં ધકેલવાનો આદેશ કર્યો છે.

    રિયા ચક્રવર્તીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. રિયા ચક્રવર્તીને 14 દિવસ એટલે કે 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવું પડશે. સૂત્રો અનુસાર મળતી જાણકારી પ્રમાણે, રિયાને ભાયકુલા જેલમાં રાખવામાં આવી શકે છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે, પોલીસ રાત્રે રિયાને આજે રાત્રે કસ્ટડીમાં રાખી આવતીકાલે સવારે જેલમાં મોકલી શકે છે.

    સૂત્રોએ સીએનએન ન્યૂઝ 18ને જણાવ્યું કે, એનસીબી રિયાની જામીનનો વિરોધ કરશે. સાથે એ પણ જણાવવામાં આવ્યું કે, આ કલમ હેઠળ રિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તેમાં રિયાને વધારેમાં વધારે 1 વર્ષની જેલ થઈ શકે છે.

    તમને જણાવી દઈએ કે, સુસાંત સિંહના મોત મામલે એનસીબી દ્વારા આજે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ રિયાને એનડીપીએસની કલમ હેઠળ ધરપકડ કરી છે. એનસીબીના સૂત્રો અનુસાર, ડ્રગ્સ ગેંગનો ભાંડો ફોડવા માટે રિયાને કસ્ટડીમાં લઈ પુછપરછ કરવામાં આવશે. સૂત્રોએ એ પણ જણાવ્યું કે, એવું સંભવ છે કે, રિયા સામે અન્ય લોકોને લાવવાથી તે સાચુ બોલી શકે છે અને રિયાને કેટલીક જગ્યા પર લઈ જવામાં પણ આવી શકે છે.

    ધરપકડ બાદ રિયા ચક્રવર્તીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, ત્યારબાદ જરૂરી પુછપરછ હાથ ધરી, સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ સામે રજૂ કરવામાં આવી છે. રિયાનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે. એનસીબીએ રિયાની 3 દિવસ માટે ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી રિયા ચક્રવર્તી સળંગ ત્રણ દિવસ મંગળવારે અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતના મામલામાં એનસીબી સમક્ષ રજુ કરવામાં આવી છે. રિયાની વધારે પુછપરછ કરવા માટે ધરપકડ કરવામાં આવી છે.

    રિયા આજે લગભગ 10 વાગે પોતાની કારથી દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ સ્થિત એનસીબીના કાર્યાલય પહોંચી છે. આ દરમિયાન મુંબઈ પોલીસનું વાહન તેની સુરક્ષા માટે કારની સાથે-સાથે ચાલી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એનસીબીએ રિયા સાથે રવિવારે 6 કલાક અને સોમવારે 8 કલાક સુધી પુછતાછ કરી હતી.

    એજન્સીએ કહ્યું કે રિયા આપી રહી છે સહયોગ
    આ પહેલા એજન્સીએ કહ્યું હતું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપુત સાથે જોડાયેલા માદક પદાર્થ મામલામાં રિયાનો સહયોગ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 14 જૂને 34 વર્ષિય રાજપૂત મુંબઈના બાંદ્રા સ્થિત એક ફ્લેટમાં મૃત મળી આવ્યો હતો.રિયા સાથે સોમવારે પુછપરછ બાદ એનસીબીના ઉપ મહાનિર્દેશક મુથા અશોક જૈને પત્રકોરોને કહ્યું હતું કે, એજન્સી પોતાનું કામ કરી રહી છે, અને આ મામલામાં સામે આવેલા તથ્યોની વિસ્તૃત જાણકારી કોર્ટને આપશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Death of Sushant, Death of sushant singh rajput, NCB, Rhea Chakraborty, Sushant singh rajput death case

    विज्ञापन
    विज्ञापन