આનંદ તિવારી, મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલા (Sushant Singh Rajput Death Case)માં સીબીઆઈ (CBI), ઈડી (ED) અને અનેસીબી (NCB)ની તપાસ ચાલી રહી છે. આ કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ સુશાંતની લિવ-ઇન પાર્ટનર રહી ચૂકેલી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) હાલ ભાયખલા જેલમાં કેદ છે. રિયાનો ભાઈ શૌવિક ચક્રવર્તી પણ 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. News18ને સુશાંત સિંહની બેન્ક ડિટેલ્સ મળી છે જે તેના મોતના એક દિવસ પહેલા એટલે કે 13 જૂન સુધીની છે. સુશાંત 14 જૂને પોતાના અપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
સુશાંતની બેન્ક ડિટેલ્સથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે શું સુશાંતની જિંદગીમાં 13 જૂન સુધી બધું સામાન્ય હતું? જો હા તો અચાનક 14 જૂને એવું શું થયું? જે તેનું રહસ્યમય રીતે મોત થઈ ગયું? કારણ કે દર મહિનાની જેમ સુશાંત તમામ જવાબદારીઓ નિભાવી રહ્યો હતો. તેના બેન્ક એકાઉન્ટ્સની વિગતો જોઈને તેનો અંદાજો લગાવી શકાય છે.
સુશાંતની બેન્ક એકાઉન્ટ્સ ડિટેલ્સમાં શું છે ખાસ?
1. 13 જૂન 2020ના રોજ સુશાંતે 29 હજાર રૂપિયાનું પેમેન્ટ કર્યું. આ પેમેન્ટ તેણે પોતાની કેટલીક ગેમ્સ સાથે જોડાયેલી ચીજો માટે કર્યું હતું.
2. 13 જૂન 2020ના રોજ જ સુશાંતે પોતાના ડૉક્ટરને 10 હજાર રૂપિયા કન્સ્લન્ટિંગ ચાર્જ ચૂકવ્યો હતો.
12. 28 માર્ચે સુશાંતના બેન્ક ખાતાથી 40 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું. સુશાંતના પવાના ફાર્મ હાઉસ પર ફિલ્મ છિછોરેની સક્સેસ પાર્ટી યોજાઈ હતી.
13. 28 માર્ચે જ PAWNA CHICHORE પાર્ટી માટે 40 હજારની વધુ એક એન્ટ્રી જોવા મળે છે. NCBના સૂત્રોનું માનીએ તો આ પાર્ટીમાં જ ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર