SSR Case: રિયા કેસમાં NCBની રેડ, શૌવિકનાં ડ્રગ પેડલર મિત્ર સૂર્યદીપ પકડાયો

SSR Case: રિયા કેસમાં NCBની રેડ, શૌવિકનાં ડ્રગ પેડલર મિત્ર સૂર્યદીપ પકડાયો
સુશાંત અને રિયા

Sushant Singh Rajput Death Case: NCBની તપાસમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને શૌવિક ચક્રવર્તી (Showik Chakraborty)ની ચેટમાં સૂર્યદીપનું નામ સામે આવ્યું હતું. જે બાદ NCBની ટીમે સૂર્યદીપને થોડા જ સમયમાં NCBની ઓફિસ લાવવાની છે. જ્યાં તેની પૂછપરછ થશે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ આ કેસ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) સતત છાપામારી પાડી રહી છે. બે દિવસ પહેલાં જ મુંબઇ અને ગોવામાં રેડ માર્યા બાદ આજે એક વખત ફરી NCBની ટીમે મુંબઇનાં વધુ એક ડ્રગ પેડલર (Drug Peddler) સૂર્યદીપ મલ્હોત્રાનાં ઘરે છાપો માર્યો છે. આપને જણાવી દઇએ કે, સૂર્યદીપ, રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેનાં ભાઇ શૌવિક ચક્રવર્તી (Showik Chakraborty)નો સ્કૂલ ફ્રેન્ડ છે.

    NCBની તપાસમાં રિયા અને શૌવિકની ચેટમાં સૂર્યદીપનું નામ પણ સામે આવ્યું છે. NCBની ટીમ સૂર્યદીપને થોડી જ દેરમાં NCBની ઓફિસમાં આવનારી છે. જ્યાં તેની પૂછપરછ થઇ રહી છે. NCBની તપાસમાં રિયા અને શૌવિકની ચેટમાં સૂર્યદીપનું નામ સામે આવ્યું છે.



    NCBની ટીમ સૂર્યદીપને થોડાં જ સમયમાં NCBની ઓફિસમાં લઇ જવાની છે. જ્યાં તેની પૂછપરછ થઇ શકે છે. સાથે જ રિયા ચક્રવર્તી અને બોલિવૂડ ડ્રગ્સ કનેક્શનમાં પકડાયેલાં ગત સાત ડ્રગ પેડલરને આજે NCB કોર્ટમાં રજૂ કરશે. તમામ આરોપીઓનો કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલ લવવામાં આવ્યાં છે.

    આ પણ વાંચો- ડ્રગ્સ મામલે NCB હવે કરશે કરન જોહરની પાર્ટીનાં જૂના VIDEOની તપાસ? રિયા ચક્રવર્તીએ લીધા 25 સેલેબ્સનાં નામ!

    આપને જણાવી દઇએ કે, આજે જે સાત લોકોની કોર્ટમાં પેશી થવાની છે તેમાં કરમજીત સિંહ આનંદ ઉર્ફે કેજે, ડ્વેન ફર્નાડીઝ, સંકેત પટેલ, અંકુશ અરજેંકા, સંદીપ ગુપ્તા, આફતાબ ફતેહ અંસારી અને ક્રિસ કોસ્ટા.

    ડ્રગ પેડલર કરમજીત શૌવિકને આપતાં હતાં ડ્રગ્સ
    આ તમામ ડ્રગ પેડલરમાં સૌથી અહમ કેજે ઉર્ફ કરમજીત છે. કરમજીત પાસે NCBની ટીમને ગાંજો અને ચરસ મળી આવ્યો છે. આ ઉપરાંત દાદરનાં એથની સહિત બે ડ્રગ પેડલરની પણ ધરપકડ થઇ ગઇ છે. તેમની પાસે અડધો કીલો ગાંજો મળી આવ્યો છે. આપને જણાવી દઇએ કે, કરમજીતની પાસે ડ્રગ શૌવિક દ્વારા રિયા અને સુશાંત સિંહ રાજપૂતની પાસે પહોચતું હતું.

    આ પણ  વાંચો- રિયા ચક્રવર્તીનો ખુલાસો, સારા અને રકુલ પણ લેતા હતાં ડ્રગ્સ, NCB ગમે ત્યારે બજાવી શકે સમન્સ

    ડ્રગ રેકેટનાં ચાર મોટા ખેલાડી NCBનાં હાથે લાગ્યાં
    આ આખા મામલામાં NCBની અટકાયતમાં ડ્રગ રેકેટથી જોડાયેલાં ચાર ખેલાડીઓ ગિરફ્તમાં આવી ગયા છે. કરમજીત ઉર્ફ કેજે, જૈદ વિલાત્રા, અનુજ કેશવાની અને અંકુશ અરનેજાએ NCBનાં ઘણાં અહમ જાણકારી આપી છે. આપને જણાવી દઇએ કે, કરમજીત ડ્રગ રેકેટનો મોટો ખેલાડી છે. તપાસમાં માલૂમ થયું કે, તેને મિરાંડા અને દીપેશ સાવંતને ઘણી વખત ડ્રગ્સ આપ્યું છે. રિયા અને શૌવિકની ચેટ દ્વારા NCB હજુ ઘણાં ડ્રગ પેડલરની ધરપકડ કરી શકે છે.
    Published by:Margi Pandya
    First published:September 14, 2020, 17:10 pm

    ટૉપ ન્યૂઝ