Big News: NCBએ રિયા ચક્રવર્તીની કરી ધરપકડ, જાણો - પાંચ મોટી વાતો

રિયા ચક્રવર્તીની ધરપકડ

સુશાંત સિંહ રાજપુતના મોત મામલે તપાસ કરી રહેલ એનસીબીએ મંગળવારે અભિનેત્રી અને સુશાંત રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે.

  • Share this:
    મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત મામલે તપાસ કરી રહેલ એનસીબીએ મંગળવારે અભિનેત્રી અને સુશાંત રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે.

    સૂત્રો અનુસાર, એનસીબીએ રિયાને એનડીપીએસની કલમ હેઠળ ધરપકડ કરી છે. એનસીબીના સૂત્રો અનુસાર, ડ્રગ્સ ગેંગનો ભાંડો ફોડવા માટે રિયાને કસ્ટડીમાં લઈ પુછપરછ કરવામાં આવશે. સૂત્રોએ એ પણ જણાવ્યું કે, એવું સંભવ છે કે, રિયા સામે અન્ય લોકોને લાવવાથી તે સાચુ બોલી શકે છે અને રિયાને કેટલીક જગ્યા પર લઈ જવામાં પણ આવી શકે છે.

    ધરપકડ બાદ રિયા ચક્રવર્તીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવશે. રિયાનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવશે. એનસીબીએ રિયાની 3 દિવસ માટે ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી રિયા ચક્રવર્તી સળંગ ત્રણ દિવસ મંગળવારે અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતના મામલામાં એનસીબી સમક્ષ રજુ કરવામાં આવી છે. રિયાની વધારે પુછપરછ કરવા માટે ધરપકડ કરવામાં આવી છે.

    રિયા આજે લગભગ 10 વાગે પોતાની કારથી 0ક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ સ્થિત એનસીબીના કાર્યાલય પહોંચી છે. આ દરમિયાન મુંબઈ પોલીસનું વાહન તેની સુરક્ષા માટે કારની સાથે-સાથે ચાલી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એનસીબીએ રિયા સાથે રવિવારે 6 કલાક અને સોમવારે 8 કલાક સુધી પુછતાછ કરી હતી.

    એજન્સીએ કહ્યું કે રિયા આપી રહી છે સહયોગ
    આ પહેલા એજન્સીએ કહ્યું હતું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપુત સાથે જોડાયેલા માદક પદાર્થ મામલામાં રિયાનો સહયોગ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 14 જૂને 34 વર્ષિય રાજપૂત મુંબઈના બાંદ્રા સ્થિત એક ફ્લેટમાં મૃત મળી આવ્યો હતો.

    રિયા સાથે સોમવારે પુછપરછ બાદ એનસીબીના ઉપ મહાનિર્દેશક મુથા અશોક જૈને પત્રકોરોને કહ્યું હતું કે, એજન્સી પોતાનું કામ કરી રહી છે, અને આ મામલામાં સામે આવેલા તથ્યોની વિસ્તૃત જાણકારી કોર્ટને આપશે.

    ગત અઠવાડીએ ત્રણ લોકોની કરવામાં આવી છે ધરપકડ
    એજન્સીએ કહ્યું કે, તે 28 વર્ષિય રિયાની પુછપરછ કરવાની સાથે તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, રાજપુતના ધરના પ્રબંધક સૈમુઅલ મિરાંડા અને ઘરમાં કામ કરનાર દિવક સાવંતનો સામનો કરાવી માદક પદાર્થ ગેંગમાં તેમની ભૂમિકા વિશે જાણકારી મેળવવા માંગે છે.

    એનસીબીએ જણાવ્યું કે, તેમણે મોબાઈલ ફોન ચેટ રેકોર્ડ અને અન્ય ઈલેક્ટ્રોનિક ડેટા પ્રાપ્ત કર્યો છે, જેનાથી સંકેત મળ્યા છે કે, આ લોકએ કથિત રીતે કેટલીક પ્રતિબંધિત ઔષધી ખરીદી છે. આ પહેલા ઈડી અને સીબીઆઈએ પણ રિયા સાથે પુછતાછ કરી હતી, જે રાજપુત મોત મામલે વિભિન્ન પહેલું પર તપાસ કરી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published: