SSR Case: સુશાંત-રિયા વચ્ચે પરિવાર અંગે થયો હતો ઝઘડો, મુંબઇ પોલીસે SCમાં મોકલ્યો રિપોર્ટ

સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂત કેસમાં (Sushant Singh Rajput Case) મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અહમ સુનાવણી છે. મુંબઇ પોલીસને વિશ્વાસ છે કે કોર્ટનો આદેશ મુંબઇ પોલીસનાં પક્ષમાં હશે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત કેસની (Sushant Singh Rajput Case) તપાસ CBIનાં હાથમાં છે. આ વચ્ચે મુંબઇ પોલીસે સુશાંત કેસની સ્ટેટ્સ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાખલ કરી દીધી છે. મુંબઇ પોલીસ સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, મોતનાં થોડા દિવસ પહેલાં જ સુશાંત અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) વચ્ચે મોટો ઝઘડો થયો હતો. આ ઝઘડો એક બીજાનાં પરિવારને લઇને થયો હતો. તેમનાં વચ્ચે મારપીટ પણ થઇ હતી. જે બાદ રિયા સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી. રિાયએ સુશાંતનો મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. જે બાદ 14 જૂનનાં સુશાંતની લાશ તેનાં એપાર્ટમેન્ટમાંથી મળી હતી.

    મુંબઇ પોલીસ સુત્રોનાં જણાવ્યાં અનુસાર, રિયા ચક્રવર્તીએ તેનાં સ્ટેટમેન્ટમાં આ વાત જણાવી હતી. એક દિવસ ઘરમાં પાર્ટી હતી જેમાં સુશાંતની બહેન પણ શામેલ હતી. રિયાનાં જણાવ્યાં અનુસાર પાર્ટી પૂર્ણ થયા બાદ સુશાંતની એક બહેન અચાનક તેનાં રૂમમાં આવી અને રીયાની સાથે ફિઝિકલ થવાનો પ્રયાસ કરવા લાગી.

    રિયાએ તેનાં સ્ટેટમેન્ટમાં એમ પણ કહ્યું હતું કે, સુશાંતને આ વિશે બીજા દિવસે જણાવ્યું હતું, પણ સુશાંતે બધુ જ ઇગ્નોર કરવા કહ્યું. રિયાએ આ સ્ટેટમેન્ટ બાદ સુશાંતની બહેનને તેનો પક્ષ જાણવા બોલાવી પણ હતી. પણ સુશાંતની બહેન મુંબઇ પોલીસ સામે કોઇ ખુલાસો ન કર્યો કે ન તો પોલીસ સામે તે આવી હતી.
    Published by:Margi Pandya
    First published: