Home /News /entertainment /SSR Death Case: રિયાને 3 રાતો તો વિતાવી જ પડશે જેલમાં, સોમવારે વકીલ કરશે હાઇકોર્ટમાં અરજી
SSR Death Case: રિયાને 3 રાતો તો વિતાવી જ પડશે જેલમાં, સોમવારે વકીલ કરશે હાઇકોર્ટમાં અરજી
રિયા ચક્રવર્તી જામીન અરજી માટે માંગ કરી રહી છે
Sushant Death Case Live Updates: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત મામલે ડ્રગ એંગલનો સામનો કર્યા બાદ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેનાં ભાઇ શોવિક ચક્રવર્તી (Showik Chakraborty)ની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલી તમામ અપડેટ્સ માટે આ લાઇવ પેજ પર જોડાયેલાં રહો.
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતનાં મોત સાથે જોડાયેલાં ડ્રગ્સ કનેક્શન મામલે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેનાં ભાઇની જામીન અરજી પર મુંબઇની સેશન કોર્ટ આજે નિર્ણય સંભળાવશે. રિયા અને શોવિકની નાર્કોટિક કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.
NCBએ ગુરુવારે જામની અરજીનો કડક વિરોધ કરતાં કહ્યું હતું કે, ભલે આ મામલે જપ્ત કરવામાં આવેલાં માદક પદાર્થની માત્રા ઓછી હતી પણ તેનું મુલ્ય 1,85,200 રૂપિયા હતું. જામીન અરજીનાં જવાબમાં દાખલ કરવામાં આવેલાં સોગંનામામાં રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત માટે માદક પદાર્તની વ્યવસ્થા કરતાં હતાં. અને તેનાં રૂપિયા વાપરતાં હતાં. આ સાથે સહ આરોપી દીપેશ સાવંત દ્વારા આપવામાં આવેલાં નિવેદન મુજજબ, તે સુશાંત અને રિયાનાં નિર્દેશથી માદક પદાર્થ ખરીદતો હતો. NCBએ ત્રણ દિવસ સુધી પૂછપરછ બાદ મંગળવારે રિયાની ધરપકડ કરી હતી. જે હાલમાં પણ ન્યાયિક હિરાસતમાં છે. શોવિક અને સૈમ્યુઅલ મિરાંડાની એજન્સીએ ગત અઠવાડિયે જ ધરપકડ કરી હતી.
LIVE UPDATE
3 રાત જેલમાં રહેશે રિયા, વકીલ સતિશ માનશિંદેએ કહ્યું કે, તેઓ કોર્ટનો આખો ઓર્ડર વાંચશે અને ક્યાં ચૂક રહી ગઇ તે જોઇને સોમવારે જ હાઇકોર્ટમાં જામીન અરજી કરશે
રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, સૈમ્યુઅલ મિરાંડા, દીપેશ સાવંત, ઝૈદ વિલાંત્રા અને અબ્દુલ બાસિત પરિહાર તમામ છ લોકોની જામીન અરજી સેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. હવે તેઓ હાઇકોર્ટમાં તેમને જામની મળે તે માટે અરજી કરશે.
રિયા ચક્રવર્તી તેનાં ભાઇ શોવિક ચક્રવર્તી, દિપેશ સાવંત, સૈમ્યુઅલ મિરાંડા સહિત તમામ છની જામીન અરજી રદ થઇ ગઇ છે
Bail pleas of Showik Chakraborty, Rhea Chakraborty, Abdul Basit, Zaid Vilatra, Dipesh Sawant & Samuel Miranda have been rejected by a special court in Mumbai.
શોવિકનાં નિવેદન અને સૈમ્યુઅલનાં નિવેદનને કારણે રિયાની જામીન અરજી રદ થઇ ગઇ હોવાનું અનુમાન છે
NCBને આપેલાં નિવેદનમાં શોવિક ચક્રવર્તીએ જણાવ્યું કે, સુશાંત માટે ઘણી વખત ડ્રગ્સ લાવી ચૂકી છે. સૂત્રો મુજબ, શોવિકે કહ્યું કે, ડ્રગ્સનું પેમેન્ટ તેની બહેન રિયા, સુશાંતનાં જ ક્રેડિટ કાર્ડથી કતી હતી.
પોતાનાં જેલમાંથી છુટી જવાની રાહ જોઇ રહેલી રિયા આખી રાત ઉંઘી ન શકી. ઓરડીમાં આંટા મારીને રાત ગુજારી. સવારે 6 વાગ્યે તે રોલ કોલ પર ઓરડીની બહાર આવી અને થોડા સમય બાદ પાછી તેની ઓરડીમાં જતી રહી. રિયાએ નાશ્તામાં ચા અને પોઆ આપવામાં આવ્યાં હતાં.
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ત્રણ દિવસની પૂછપરછ બાદ મંગળવારે રિયાની ધરપકડ કરી હતી. ધરપકડનાં થોડા સમય બાદ તેણે એક સ્થાનિક કોર્ટે 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધી હતી.
અરજીમાં રિયા ચક્રવર્તીનાં વકીલ સતીશ માનશિંદેનું કહેવું છે કે, આ સંપૂર્ણ કેસમાં 28 વર્ષય રિયા ચક્રવર્તી સંપૂર્ણ નિર્દોષ છે. અને તેને કોઇ જ અપરાધ કર્યો નથી. રિયાને આ કેસમાં ફસાવવામાં આવી રહી છે.
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો તરફથી કોર્ટમાં રિયા અને શોવિકનાં જામીનનો વિરોધ કરતાં કહેવામાં આવ્યું કે, જો તેમને જમાનત મળી તો તેઓ પૂરાવા સાથે છેડખાની કરી શકે છે.
NCBએ ગુરુવારે જામીન અરજીનો કડક વિરોધ કરતાં કહ્યું હતું કે, ભલે આ મામલે જપ્ત કરવામાં આવેલી ડ્રગ્સની માત્રા ઓછી હોય પણ તેનો ભાવ 1,85,200 રૂપિયા હતો. NCBએ કોર્ટને જણાવ્યું કે, રિયા કબૂલી ચુકી છે કે તે ડ્રગ્સ લેતી કહતી જામીન બાદ પણ રિયા ડ્રગ્સ લઇ શકે છે.
રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીએ તેની ધરપકડનો વિરોધમાં મુંબઇમાં સેશન કોર્ટમાં જામીન અરજી લગાવી છે. જેનાં પર ગુરુવારે સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. આજે આ મામલે નિર્ણય સંભળાવવામાં આવ્યો.
સુશાંત સિંહ રાજપૂતનાં મોતમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેનાં ભાઇ શોવિક ચક્રવર્તીનાં ધરપકડ કરી છે. બંનેનો 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા હતાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર