Home /News /entertainment /SSR Case: રિયા,નીરજ, કેશવ, શ્રુતિ અને જયા સાહાની પૂછપરછ કરી રહી છે CBI

SSR Case: રિયા,નીરજ, કેશવ, શ્રુતિ અને જયા સાહાની પૂછપરછ કરી રહી છે CBI

સુશાંત સિંહ રાજપૂત અને રેહા ચક્રવર્તી (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂત કેસમાં આરોપોનો સામનો કરી રહેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની CBIની ટીમ આજે ત્રીજા દિવસે પણ પૂછપરછ કરી રહી છે. રિયાની સાથે તેનાં ભાઇ શૌવિકની પણ તપાસ થઇ રહી છે.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)એ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)મોત કેસમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને આજે ફરી વખત પૂછપરછ માટે બોલાવી છે. કહેવાય છે કે, રિયાએ CBIને જે સવાલોનાં હજુ સુધી જવાબ નથી આપ્યાં તે તમામની પૂછપરછ આજે ફરી થશે. રિયાની સાથે તેનાં ભાઇને પણ CBIએ ફરી એક વખત બોલાવ્યો છે. આ સાથે જ સુશાંતની બહેન મીતૂની પણ CBI પૂછપરછ કરી રહી છે.

  આપને જણાવી દઇએ કે, સુશાંતની આત્મહત્યા માટે તેને ઉક્સાવવાનો આરોપ રિયા પર છે રવિવારે પણ રિયાની આસરે નવ કલાક પૂછપરછ થઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, રિયાનાં ભાઇ શૌવિકની સતત ચોથા દિવસે CBI પૂછપરછ થશે. રિયા અને તેનો ભાઇ શૌવિક સાંતાક્રૂઝનાં ક્લીનામાં સ્થિત DRDOનાં ગેસ્ટહાઉસમાં સવારે સાડા દસ વાગ્યે પહોંચી ગયા છે. આ દરમિયાન સુશાંતનાં મેનેજર સૈમ્યુઅલ મિરાંડા અને હાઉસ કિપર કેશવ અને સિદ્ધાર્થ પિઠાનીની પણ પૂછપરછ થઇ રહી છે.

  LIVE UPDATES:

  • સુશાંત સિંહ રાજપૂતનાં મોત સંબંધે પૈસા ક્યાં વપરાયા મામલે તપાસનાં કેસમાં EDએ સોમવારે ગોવા સ્થિત હોટલ બિઝનેસમેન ગૌરવ આર્યાની પૂછપરછ કરી.

  • EDનાં એક વરિષ્ઠ અધિકારીનાં કહેવા મુજબ, તપાસ એજન્સીએ આ મામલે સુશાંતનાં રૂપિયાની તપાસ કરવા બાબતે એ તમામ લોકોની પૂછપરછ કરવાની જરૂર છે. જેનાંથી તથ્યોની શોધ કરી શકાય કે આ કેસમાં કોઇ આપરાધિક મામલો તો નથીને.

   આ પણ વાંચો- SSR Case: CBI માટે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવી સહેલી નથી, આ છે કારણ

  • 26 ઓગસ્ટનાં મહારાષ્ટ્ર માનવાધિકાર આયોગે કૂપર હોસ્પિટલનાં ડીન ડો. પિનાકિન ગુજ્જરને નોટિસ ફટકારી હતી. ડો. ગુજ્જરે આયોગમાં હાજર થયા બાદ ડીન ડો. ગુજ્જરને આગામી વખત 7 સ્પટેમ્બરનાં હાજર થવા જણાવવામાં આવ્યું છે.

  • કૂપર હોસ્પિટલનાં ડીન પિનાકિન ગુજ્જર અને ફોરેન્સિક ટોક્સોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટનાં HOD ડો. રાજેશ સુખદેવ પહોચ્યા મહારાષ્ટ્ર માનવાધિકાર આયોગ. કપૂરની મોચર્ચરીમાં રિયા ચક્રવર્તીને જવાની અનુમતિ કેવી રીતે મળી. આ માટે થશે બંનેની પૂછપરછ

  • CBIએ જ્યારે આ મામલાની તપાસ શરૂ કરી ત્યારથી જ સુશાંતનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાની, કૂક નીરજની પૂછપરછ કરી રહી છે. જોકે કોઇપણ તેમનાં નિવેદન પર સ્થિર નથી કે આખરે 13 અને 14 જૂનનાં રાતે શું થયું હતું.

  • CBIએ આજે સુશાંતની બિઝેસ મેનેજર શ્રુતિ મોદી અને ટેલેન્ટ મેનેજર જયા શાહને પૂછપરછ માટે બોલાવ્યા છે. CBIએ આ ત્રણેયને એક સાથે બેસાડીને પૂછપરછ કરવાની તૈયારી કરી છે.

  • CBI રિયા ચક્રવર્તીની આજે એક એક કરીને તે સાક્ષીઓની સામે પૂછપરછ કરશે જેમની પહેલાં પૂછપરછ થઇ ગઇ છે. સાક્ષીઓનાં નિવેદન અને રિયાની પૂછપરછ વચ્ચે મળેલાં જવાબમાં જો અંતર હશે તો રિયાને ફરી આમને સામને સવાલ કરવામાં આવશે. અને સાચા જવાબ લેવામાં આવશે.

  • સુશાંત સિંહ રાજપૂત મોત મામલાની તપાસ કરી રહેલી CBIની ટીમ આજે ફરી રિયા, શૌવિક, કૂક નીરજ, નોકર કેશવની પૂછપરછ કરી રહી છે. CBI આજે આ તમામ લોકોને આમને સામને બેસાડીને પૂછપરછ કરી શકે છે.

  • આ પણ વાંચો- Gangs Of Filmistan ઓનએર થતાં પહેલાં જ શિલ્પા શિંદેએ છોડ્યો શો, સુનિલ ગ્રોવર છે કારણ

  • સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ કરી રહેલી CBIની ટીમે રિયાની આજે ચોથા દિવસે પણ પૂછપરછ શરૂ કરી દીધી છે. CBI આજે તે તમામ સવાલોનાં જવાબ લેશે જેનાં જવાબ હજુ સુધી રિયાએ આપ્યા નથી.

  • આ પણ વાંચો- SSR Case: શ્રુતિ મોદીનાં વકીલનો દાવો- 'સુશાંતની બહેનને હતી ડ્રગ્સ પાર્ટીની જાણકારી'

  • સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ એંગલ સામે આવ્યા બાદ EDએ ગોવાનાં હોટલ વ્યવસાયી ગૌરવ આર્યાની પૂછપરછ માટે બોલાવ્યો છે. ગૌરવ આર્યા EDની ઓફિસ પહોંચી ગયો છે. અને તેની પૂછપરછ કરી રહ્યાં છે.

  • CBIએ સુશાંત સિંહ કેસમાં અત્યાર સુધીમાં 15 લોકોનાં નિવેદન લીધા છે. સૂત્રો મુજબ 15 લોકોમાં મોટાભાગનાંએ રિયા વિરુદ્ધ નિવેદન આપ્યા છે. CBIની ટીમ આજે આ મામલે મોટી કાર્યવાહી કરી શકે છે.

  Published by:Margi Pandya
  First published:

  Tags: Dead body of sushant singh rajput, Sushant singh rajput

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन