મુંબઈ : સુશાંતસિંહ રાજપૂત કેસમાં (Sushant Singh Rajput)સીબીઆઈએ (CBI)શુક્રવારે અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakrobarty)ની લગભગ 8 કલાક પૂછપરછ કરી હતી. રિયા પૂછપરછ પછી સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી પોલીસ સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવી હતી. રિયા સિવાય શુક્રવારે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની, હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા, કુક નીરજ, દીપેશ સાવંત, કેશવની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સિદ્ધાર્થ પિઠાની અને દીપેશ સાવંતને સરકારી સાક્ષી બનવા માટે સીબીઆઈએ રિક્વેસ્ટ કરી છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ડિપ્ટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ કહ્યું હતું કે સુશાંત કેસમાં તપાસની શરૂઆત થઈ ચૂકી છે. અમે ડ્રગ્સના એંગલથી તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ NCB રિયાને પણ સમન્સ પાઠવી શકે છે.
CBIની ત્રણ ટીમે અલગ અલગ પૂછપરછ કરી હતી. પહેલી ટીમ નીરજ, સિદ્ધાર્થ અને સેમ્યુઅલની પૂછપરછ કરી હતી.. જ્યારે બીજી ટીમે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. ત્રીજી ટીમે રિયાનાં ભાઇ શૌવિક ચક્રવર્તીની પૂછપરછ કરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર