મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ દરરોજ આ મામલામાં નવા ખુલાસા થઈ રહ્યો છે. સુશાંતના મોતના દિવસે તેના ઘરે બે એમ્યૂ્સલન્સ કેમ પહોંચી હતી તેને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. જોકે, હવે આ મામલામાં એમ્બ્યૂલન્સના માલિકનું નિવેદન સામે આવી ગયું છે. એમ્બ્યૂલન્સના માલિકે આ મામલામાં જાણકારી આપી છે તેનાથી અન્ય કેટલાક લોકોને પણ તપાસમાં ઘેરામાં ઊભા કરી દીધા છે.
એમ્બ્યૂલન્સ માલિક વિશાલે જણાવ્યું કે, 14 જૂને જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું મોત ગયું તો તે દિવસે તેના ઘરે બે એમ્બ્યૂલન્સ ગઈ હતી. તેના જણાવ્યા મુજબ, જે એમ્બ્યૂલન્સ પહેલા ગઇ હતી તેમાં સ્ટ્રેચર ખરાબ હતું, તેથી તાત્કાલિક બીજી એમ્બ્યૂલન્સને મોકલવામાં આવી હતી. વિશાલે કહ્યું કે આ જ કારણ છે કે સુશાંતના મૃતદેહને ત્યાંથી લઈ જવામાં વધુ સમય લાગ્યો. તેણે સ્વીકાર્યું કે એક જ સ્થળે બે એમ્બ્યૂલન્સ પહોંચવાથી સવાલ ઊભા થયા હતા.
વિશાલે જે માહિતી આપી છે, તેમાં સૌથી હેરાન કરનારી વાત એ છે કે સુશાંતના દોસ્ત સંદીપ જે સતત આ વાતનો દાવો કરી રહ્યો છે કે તેણે એમ્બ્યૂલન્સના ડ્રાઇવરને પૈસા આપ્યા હતા, તે બિલકુલ ખોટું છે. વિશાલે જણાવ્યું કે તેને પૈસા સુશાંતના મેનેજર સેમ્યૂલ મિરાંડાએ આપ્યા હતા. વિશાલે જણાવ્યું કે, તેને સેમ્યૂલ મિરાંડાએ 8100 રૂપિયા આપ્યા હતા. વિશાલે કહ્યું કે, સંદીપે તેમને પૈસા નથી આપ્યા.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં સીબીઆઈ દ્વારા નોરકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પણ જોડાઈ ગયું છે. એવામાં એનસીબીના નિદેશક રાકેશ અસ્થાનાએ આ સમગ્ર મામલામાં ઈડીની તપાસમાં સામે આવેલા કેટલાક તથ્યોનો ખુલાસો કર્યો છે. ઈડીને એ વાતના પુરાવા મળ્યા છે કે રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર