મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતની તપાસમાં સીબીઆઇ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આ મામલામાં બૉલિવૂડ (Bollywood)થી જોડાયેલા અનેક રહસ્ય પણ સામે આવી રહ્યા છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના અંડરવર્લ્ડ કનેક્શન અને ડ્રગ્સ માફિયાઓની સાથે પણ લિંકના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે આ સમગ્ર મામલા પર અંડરવર્લ્ડ ડોન છોટા શકીલ (Underworld don Chhota Shakeel)એ મોટો ખુલાસો કર્યો છે. News18 સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં છોટા શકીલે એક તરફ રિયા ચક્રવર્તીના અંડરવર્લ્ડ કનેક્શનને નકાર્યું છે તો બીજી તરફ બૉલિવૂડમાં અંડરવર્ડ્રની પકડ હોવાની વાત પણ કહી છે. ડોન છોટા શકીલે કહ્યું કે બૉલિવૂડમાં ફિલ્મો માટે અમે નાણા આપીએ છીએ.
સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમને રિયા ચક્રવર્તીના અંડરવર્લ્ડ કનેક્શનના કેટલાક પુરાવા હાથ લાગ્યા છે. સુશાંતના મોતની તપાસની વચ્ચે હવે આ સમગ્ર મામલામાં અંડરવર્લ્ડની એન્ટ્રી થઈ ગઈ છે. News18ને આપેલા ઇન્ટરવ્યૂમાં છોટા શકીલે કહ્યું કે સીબીઆઈ પોતાની તપાસ કરી રહી છે. આ મામલામાં સીબીઆઈએ અનેક લોકોની પૂછપરછ કરી છે અને ટૂંક સમયમાં સત્ય લોકો સામે આવી જશે.
છોટા શકીલે આ મામલામાં સામે આવી રહેલા ગૌરવ આર્યાને ઓળખવાથી પણ ઇન્કાર કરી દીધો. છોટા શકીલ મુજબ ગૌરવનું નામ પહેલીવાર સાંભળી રહ્યો છું. છોટા શકીલે કહ્યું કે, આ બધી વાર્તા ઊભી કરવામાં આવી છે કે ગૌરવ આર્યાનું અંડરવર્લ્ડ કનેક્શનછે. અમારે ગૌરવ સાથે કોઈ લેવા-દેવા નથી. અમે રિયા ચક્રવર્તીને પણ નથી જાણતા. અમારો તેની સાથે પણ કોઈ કનેક્શન નથી.
રિયાનું અંડરવર્લ્ડ સાથે કોઈ કનેક્શન નથી
છોટા શકીલે કહ્યું કે, બૉલિવૂડમાં જ્યારે પણ કંઈ થાય છે તો દરેક મામલામાં અંડરવર્લ્ડનું નામ જોડી દેવામાં આવે છે. સીબીઆઈ આ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં સત્ય લોકોની સામે આવી જશે. આ મામલામાં મુંબઈ પોલીસ અને બાકી એજન્સી શું કરી રહી છે. જે પણ લોકો અંડરવર્લ્ડની સાથે રિયાના કનેક્શનની વાત કરી રહ્યા છે તે બિલકુલ ખોટી છે. સીબીઆઈ તપાસ પહેલા જ કોઈને સજા સંભળાવી દેવી યોગ્ય નથી.
ડોન છોટા શકીલે ફરી એકવાર પોતાના નિવેદનથી સમગ્ર બૉલિવૂડ પર પ્રશ્નાર્થ ઊભા કરી દીધા છે. છોટા શકીલે કહ્યું છે કે બૉલિવૂડમાં આજે પણ અંડરવર્લ્ડની પકડ છે. અમે બૉલિવૂડમાં ફિલ્મ બનાવવા માટે આજે પણ નાણા આપીએ છીએ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર