Exclusive: NCB નાં 55 સવાલોમાં ફસાઇ રિયા ચક્રવર્તી, જુઓ આખી લિસ્ટ

News18 Gujarati
Updated: September 15, 2020, 4:56 PM IST
Exclusive: NCB નાં 55 સવાલોમાં ફસાઇ રિયા ચક્રવર્તી, જુઓ આખી લિસ્ટ
રિયા ચક્રવર્તી (ફાઇલ ફોટો)

News18 પાસે સુશાંત કેસ (Sushant Singh Rajput Death Case) સાથે જોડાયેલાં તે 55 સવાલોની લિસ્ટ છે જે NCBએ રિયા ચક્રવર્તીને (Rhea Chakraborty) પુછ્યા છે. આ સવાલ NDPS સેક્શન 67 હેઠળ પુછવામાં આવ્યાં હતાં. આ સવાલની સાથે સાથે જે સવાલનાં જવાબ તે ઇચ્છીને પણ જુઠ્ઠા ન આપી શકી. અને જ્યાં તે જુઠ્ઠુ બોલી ત્યાં તે ફસાંતી ગઇ, ચાલો નજર કરીએ સુશાંત કેસનાં તે 55 સવાલો પર જેનાંથી રિયા થથરી ગઇ.

  • Share this:
આનંદ તિવારી/એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહનાં નિધનને ત્રણ મહિનાનો સમય થઇ ગયો. અત્યાર સુધીમાં આ કેસની ગુત્થી ઉકેલાઇ નથી. એક્ટરનું મોત હત્યા છે કે આત્મ્હત્યા તે વાત પરથી જ પડદો ઉઠ્યો નથી. મુંબઇ પોલીસે એક્સીડેન્ટલ ડેથ રિપોર્ટ દાખલ કર્યા બાદથી આ કેસ બિહીર પોલીસ, ED, CBI અને NCB આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યાં બાદ સુશાંતની લિવ ઇન પાર્ટનર રહી ચુકેલી રિયા ચક્રવર્તી સહિત અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ થઇ ગઇ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, CBIએ આગામી દિવસોમાં કેસની ફાઇનલ રિપોર્ટરજૂ કરી શકે છે.

આ વચ્ચે NCBની ટીમે રિયા ચક્રવર્તીની જે પૂછપરછ કરી હતી તેની આખી લિસ્ટ News18 પાસે છે. આ સવાલ NDPS સેક્શન 67 હેઠળ પુછવામાં આવ્યાં હતાં. આ સવાલની સાથે સાથે જે સવાલનાં જવાબ તે ઇચ્છીને પણ જુઠ્ઠા ન આપી શકી. અને જ્યાં તે જુઠ્ઠુ બોલી ત્યાં તે ફસાંતી ગઇ, ચાલો નજર કરીએ સુશાંત કેસનાં તે 55 સવાલો પર જેનાંથી રિયા થથરી ગઇ.

સવાલ નંબર 1

- રિયા તમારા અને તમારા પરિવાર અંગે જણાવો?

સવાલ નંબર 2
-તમારો મોબાઇલ નંબર જણાવો અને આપ તેનો છેલ્લા કેટલાં સમયથી ઉપયોગ કરી રહી છોઆ પણ વાંચો- ઇન્ડસ્ટ્રી અને ડ્રગ્સ કનેક્શન પર ઉગ્ર થયા જયા બચ્ચન, 'જે થાળીમાં ખાય એમાં કરે છે છેદ'

સવાલ નંબર 3
શું આપ જૈદ વિલાત્રાને ઓળખો છો? જો હા તો વિસ્તારથી તેનાં અંગે જણાવો

સવાલ નંબર 4
શું આપ કૈઝાનને ઓળખો છો? જો હા તો વિસ્તારથી તેનાં અંગે જણાવો

સવાલ નંબર 5
શું આપ અબ્દૂલ બાસિત પરિહારને ઓળખો છો? જો હા તો વિસ્તારથી તેનાં અંગે જણાવો

સવાલ નંબર 6
શું આપ સૈમ્યુઅલ મિરાંડા ઓળખો છો? જો હા તો વિસ્તારથી તેનાં અંગે જણાવો

સવાલ નંબર 7
શું આપ દીપેશ સાવંતને ઓળખો છો? જો હા તો વિસ્તારથી તેનાં અંગે જણાવો

સવાલ નંબર 8
શૌવિક સાથે તમારી અંડરસ્ટેન્ડિંગ કેવી છે? આપ શૌવિકની પર્સનલ લાઇફ અંગે કેટલું જાણો છો?

સવાલ નંબર 9
શોવિકને કોણે સુશાંતને મેળવ્યો હતો અને કેમ?

આ પણ વાંચો- શિવસેના અંગે ફરજી ખબર પર પ્રતિક્રિયા આપી ટ્રોલ થઇ કંગના રનૌટ, લોકોએ કહ્યું- 'એને ખબર નથી કે..'

સવાલ નંબર 10
શું આપ, આપનાં પિતા, ભાઇ શૌવિક અને સુશાંત ડ્રગ્સ લેતા હતાં?

સવાલ નંબર 11
તમારી પવાના ટ્રિપ અંગે જણાવો, જ્યાં સુશાંતની સાથે ગઇ હતી, ત્યાં ડ્રગ્સ અંગે શું થયું હતું ?

સવાલ નંબર 12
ડ્રગ્સનું ખરીદ વેચાણ કોણ કોણ કરે છે? આપને તે કોણ અરેન્જ કરીને આપે છે? ડિટેલમાં જણાવો.

સવાલ નંબર 13
પહેલી વખત આપ સૈમ્યુઅલ મિરાંડાને ક્યાં અને કેવી રીતે મળ્યાં હતાં?

સવાલ નંબર 14
આપ કેટલી વખત સુશાંતનાં ફ્લેટ કેપરી હાઇટ્સ રેસીડન્સીમાં ગયા હતાં? આપે ત્યાં ડ્રગ્સ અંગે કંઇ જોયું હતું?

સવાલ નંબર 15
મિરાંડનાં નિવેદન પ્રમાણે, આપ જ સુશાંતનાં ઘરનો તમામ ખર્ચ વગેરે જોતી હતી, આપ તેને એક્સપ્લેન કરો?

સવાલ નંબર 16
આપનું કહેવું છે કે, સુશાંત ડ્રગ્સ લેતો હતો, પછી આપ તેમાં કેવી રીતે શામેલ થઇ? તેનાં માટે ડ્રગ્સ ખરીદવામાં કેમ ઇન્વોલ્વ થઇ?

સવાલ નંબર 17
એવું ઘણી વખત થયું છે જેમાં ડ્રગ્સ ખરીદવા આપે આપનાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય. આપનાં કાર્ડની ડિટેલ્સ આપો

સવાલ નંબર 18
આપે મિરાંડાને નોકરીમાંથી કેમ કાઢી મુક્યો હતો?

સવાલ નંબર 19
આપ અંગે મિરાંડાએ નિવેદનમાં કહ્યું છે કે, આપને તમામ માહિતી હતી કે સુશાંત તેનાં કૂક અશોક દ્વારા સસ્તી ક્વોલિટીનો ડ્રગ્સ ખરીદી રહ્યો હતો જેનો વધારે પડતો ભાવ આપવામાં આવતો હતો. આપને આ અંગે માલૂમ થયા બાદ આપે મિરાંડાને કાઢી મુક્યો હતો અને ડ્રગ્સ ખરીદવાનું કામ જાતે જ મેનેજ કરવા લાગી હતી?

આ પણ વાંચો- ઇન્ડસ્ટ્રી અને ડ્રગ્સ કનેક્શન પર ઉગ્ર થયા જયા બચ્ચન, 'જે થાળીમાં ખાય એમાં કરે છે છેદ'

સવાલ નંબર 20
આપ આપનાં લિવ ઇન પાર્ટનર સુશાંતની સાથે આપનાં ભાઇ શૌવિકની સાથે ગોવા, લદ્દાખ, દિલ્હી અને યૂરોપ ટ્રિપ પર કેમ લઇને ગઇ હતી? શું શૌવિક આ ટ્રિપમાં એક વીક બાદમાં આવ્યો અને કેમ એક વીક પહેલાં જતો રહ્યો હતો?

સવાલ નંબર 21
શોવિકનાં નિવેદન મુજબ, આપ તેને સુશાંત માટે ડ્રગ્સ અરેન્જ કરવા કહેતી હતી? આપ એવું કેમ કરી રહી હતી?

સવાલ નંબર 22
રિયાની 15 એપ્રિલ 2020થી 17 એપ્રિલ 2020 સુધી મિરાંડા અને શોવિકની વચ્ચે વોટ્સએપ ચેટ્સ જોવામાં આવી છે. બંનેનાં ઇરાદા કેવાં હતાં.

સવાલ નંબર 23
આ ચેટ્સમાં આપે શોવિકને સલાહ આપી કે, તે ડ્રગ્સ ખરીદવામાં પોતાનાં તરફથી પૈસા લગાવે. એવું કેમ કહ્યું હતું?

સવાલ નંબર 24
આપે કેમ ડ્રગ્સ ખરીદવા માટે મિરાંડાને તમારું ડેબિટ કાર્ડ ઉપયોગમાં લેવાં આપ્યું?

સવાલ નંબર 25
શું આપ પોતે ડ્રગ્સ લેતી હતી. BUD, HASH,WEED લીધી છે?

સવાલ નંબર 26
આપનાં ચેટ રેકોર્ડ મુજબ, આપ સુશાંત માટે ડ્રગ્સનાં સ્ટોક મેનેજ કરતી હતી, એક્સપ્લેન કરો

સવાલ નંબર 27
17 એપ્રિલનાં WEEDની એક ખેંપ જૈદ દ્વારા મિરાંડાએ ખરીદી હતી? શૌવિકે મિરાંડાને આમ કરવાં કહ્યું હતું? આ આખી ઘટના એક્સપ્લેઇન કરો.

સવાલ નંબર 28
તમારા બેંક અકાઉન્ટની ડિટેલ્સ આપો, આપની ઇનકમનો સોર્સ જણાવો?

સવાલ નંબર 29
16 એપ્રિલ 2020થી લઇ 17 એપ્રિલ 2020 સુધીની આપની અને શૌવિક વચ્ચે વોટ્સએપ ચેટ્સ પર શું કહેવું છે?

સવાલ નંબર 30
આપની સામે સુશાંતે કેટલી વખત ડ્રગ્સ લીધી? આપે કેટલી વખત તેમાં મદદ કરી?

સવાલ નંબર 31
17 એપ્રિલ 2020નાં શૌવિકે વાસિદ દ્વારા સુશાંત માટે HASH ખરીદી હતી. આ અંગે આપનું શું કહેવું છે?

સવાલ નંબર 32
આપે શોવિકને ડ્રગ્સનો સ્ટોક અંગે માલૂમ કરવાં કહ્યું હતું, આ માટે શૌવિક મિરાંડા અને દીપેશને મળ્યો હતો. જ્યારે ડ્રગ્સની ડિલેવરી થઇ. ત્યારે દિપેશે તમારા કહેવાથી તે કલેક્ટ કરી હતી. જ્યારે સુશાંત BUD અને WEED લેતો હતો, પછી આપ તેને HASH આપવાં કેમ રાજી થયા? એક્સપ્લેન કરો.

આ પણ વાંચો- Saath Nibhana Saathiya 2 માં નજર આવશે રૂપલ પટેલ, બોલી- 'કોકિલા વગર શો શક્ય નથી'

સવાલ નંબર 33
ડ્રગ્સ ખરીદવા માટે પૈસા કોણ આપતું હતું, અને પેમેન્ટ કેવી રીતે થતું હતું? કેશ, કાર્ડ કે UPI દ્વારા

સવાલ નંબર 34
શું આપે ક્યારેય વાસિદને BUD, HASH, કે WEED લેતા જોયો છે?

સવાલ નંબર 35
વર્ષ 2019નાં પહેલાં અઠવાડિયે અને અંતિમ અઠવાડિયામાં સુશાંત જ્યારે તમારા ઘરે રોકાયો હતો ત્યારે તેણે કેટલી વખત ડ્રગ્સ લીધું હતું, આપ આ દરમિાયન તેની ખરીદી અંગે જણાવો. આપનાં ઘરે ડ્રગ્સનાં પેકેટ કોણ પહોંચાડતું હતું.

સવાલ નંબર 36
યૂરોપ ટૂરથી પરત આવ્યાં બાદ સુશાંત આપનાં ઘરે રોકાયો હતો. પછી તે હિન્દુજા હોસ્પિટલ અને પરત આપનાં ઘરે આવ્યો. આ અંગે જાણકારી તેનાં પરિવારને કેમ નહોતી આપી?

સવાલ નંબર 37
ઘણી વખત એમ થયું છે કે, મિરાંડાએ સુશાંત માટે ડ્રગ્સ સપ્લાય આપનાં ઘરે કરી છે આપે તેની મંજૂરી કેમ આપી હતી?

સવાલ નંબર 38
સ્પટેમ્બર 2019 અને નવેમ્બર 2019માં જ્યારે આપ સુશાંતની સાથે વોટર સ્ટોન ક્લબમાં રોકાઇ હતી તો ત્યાં ડ્રગ્સની ડિલેવરી થઇ? ડિલીવરી કેટલાંની હતી અને કોણે કરી હતી?

સવાલ નંબર 39
શું આ વાત સાચી છે કે સુશાંત તેની કારમાં JOINTS રાખતો હતો. શું આપ પણ આપની સાથે JOINTS રાખતી હતી?

સવાલ નંબર 40
શું આપ જયા શાહ અંગે જાણો છો. કારણ કે તેની સાથે આપની કેટલીંક ચેટ્સ છે. આપ બંને વચ્ચે BUD અંગે વાત થઇ હતી?

સવાલ નંબર 41
જયા શાહનું Email ID, કમર્શિયલ શોપિંગ વેબસાઇટની ડિટેલ આપો?

સવાલ નંબર 42
આપની પાસે કેટલાં બેંક અકાઉન્ટ છે, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કેટલાં છે? અને કેટાલં ઇમેઇલ આઇડી છે?

સવાલ નંબર 43
સુશાંત માટે આ કેવી રીતે અને કેવાં પ્રકારની ડ્રગ્સ ખરીદતા હતાં?

સવાલ નંબર 44
જ્યારે આપ અને સુશાંત યૂરોપ ટ્રિપમાં પરત ભારત આવ્યા હતાં અને એરપોર્ટ પર જે વાહન આપને પિક કરવા આવ્યું હતું તેમાં WEED જોઇન્ટ્સ હતાં. આ લેતાં આપ અને સુશાંત ઘર સુધી પહોચ્યા હતાં. આ વાત એક્સપ્લેન કરો.

સવાલ નંબર 45
યૂરોપ ટ્રિપ બાદ જ્યારે આપ સુશાંતનાં ઘરે રોકાયા હતાં. તો સૈમ્યુઅલ મિરાંડા આપનાં ઘરે કેમ આવી રહ્યો હતો?

સવાલ નંબર 46
આપે આપનાં ભાઇ શૌવિકની સાથે ડ્રગ્સની ખરીદ વેચાણ શરૂ કર્યું, જેથી આપનાં ભાઇને ડ્રગ્સ ડિલર્સથી ફાયદો થઇ શકે?

સવાલ નંબર 47
સુશાંત જ્યારે આપનાં ઘરે રોકાયો હતો, તે દરમિયાન સૂર્યદીપ મલ્હોત્રા તમારા ઘરે કેમ આવ્યો હતો.?

સવાલ નંબર 48
KJ ઉર્ફ કરમજીત જે BUD મિરાંડાને ડિલિવર કરી હતી પછી તે BUD મિરાંડાએ શૌવિકને આપી? શું તેની આપને જણકારી હતી. શું શૌવિકને તેની પરવાનગી હતી?

સવાલ નંબર 49
દીપેશ સાવંતનાં નિવેદન પ્રમાણે, ડ્રગ્સની જે પણ ડિલીવરી થઇ હતી તે અંગે આપને માલૂમ હતું? શું કહેશો આ મુદ્દે?

સવાલ નંબર 50
શું આપ નીરજ સિંહને ઓળખો છો? તે સુશાંતનાં ઘરે કેમ જતો હતો?

સવાલ નંબર 51
શું આપ સિદ્ધાર્થ પીઠાની, આયુષ શર્મા, આનંદી ધવન, રોહીણી ઐય્યર શ્રુતિ મોદી, રજત મેવાતી, સાહિલ સાગર, કેષા અને અશોક અંગે જાણો છો?

સવાલ નંબર 52
સુશાંત અને તેનાં મિત્રોને WEED, BUD અને HASHનાં ઉપયોગ અંગે ડિટેઇલમાં જણાવો?

સવાલ નંબર 53
શું આપને જાણકારી છે કે, સુશાંત તેની પાર્ટીઓમાં ડ્રગ્સ મંગાવતો હતો? પહેલી વખત ક્યારે અને કેવી રીતે માલૂમ થયું હતું?

સવાલ નંબર 54
શું આપને માલૂમ નથી કે, ડ્રગ્સનું ખરીદ વેચાણ ગેરકાયદેસર હોય છે?

સવાલ નંબર 55
તપાસ એજન્સીને આપ આપનાં તરફથી કંઇ જણાવવાં ઇચ્છો છો.
Published by: Margi Pandya
First published: September 15, 2020, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading