રિયા ચક્રવર્તીને NCBની ભાયખાલા જેલમાં કરવામાં આવી શીફ્ટ, જામીન માટે કરશે ફરી અપીલ

રિયા ચક્રવર્તીને NCBની ભાયખાલા જેલમાં કરવામાં આવી શીફ્ટ, જામીન માટે કરશે ફરી અપીલ
રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તીના પિતા ઇંદ્રજીત ચક્રવર્તીએ પોતાની પુત્રીની 14 દિવસની ન્યાયિક કસ્ટડી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

 • Share this:
  સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે ડ્રગ્સ કનેક્શનના આરોપ સાથે બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ ચૂકી છે. રાતે NCBના લોકઅપમાં રાત વીતાવ્યા પછી. રિયાએ NCBએ ભાયખાલા જેલમાં શીફ્ટ કરવામાં આવી છે. આ વચ્ચે રિયાના વકીલ આજે સેશન કોર્ટમાં જમાનત માટે અરજી કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રિયાના વકીલ સતીશ માનશિંદેએ જમાનત માટે કોર્ટમાં અરજી આપી હતી હવે તે સેશંન કોર્ટમાં અપીલ કરી શકે છે. અને જો ત્યાંથી પણ જમાનત નથી મળતી તો તે હાઇ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.

  રિયા પર કલક 27 (A) લગાવવામાં આવી છે. જે હેઠળ તેને 10 વર્ષની સજા પણ થઇ શકે છે. ધારા 27 એમાં ગેરકાનૂની રીતે ડ્રગ ટ્રાફિંકિંગમાં પેસાની લેવડ દેવડ કેસમાં આરોપ સિદ્ધ થાય તો 10 વર્ષની સજા મળે છે. આ મામલે કોર્ટ સામાન્ય કેસમાં જમાનત પણ નથી આપતી.
  બીજી તરફ રિયા ચક્રવર્તીના પિતા ઇંદ્રજીત ચક્રવર્તીએ પોતાની પુત્રીની 14 દિવસની ન્યાયિક કસ્ટડી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે આખો દેશ કોઇ પણ પુરાવા વગર રિયાને જેલના સળિયાની પાછળ મોકલવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વચ્ચે રિયાના ભાઇ શોવિક ચક્રવર્તીને પણ એનસીબી ઓફિસ લાવવામાં આવશે. તેણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે તેમની રિમાન્ડની અવધિ પૂરી થઇ રહી છે.


  ઉલ્લેખનીય છે કે જો રિયાની જમાનત મંજૂર ના થઇ તો તેને 14 દિવસ ભાયખાલા જેલમાં રહેવું પડશે. રિયા પર ડ્રગ્સ લેવા, સુશાંતને ડ્રગ્સ આપવા જેવા ગંભીર આરોપ છે. રિયાનો રોલ ડ્રગ્સ ટ્રાંસપોર્ટેશન અને જમા કરનાર સિંડિકેટ સદસ્ય તરીકે થયો છે. અભિનેત્રીએ પોતાના સ્ટેટમેન્ટમાં માન્યું છે કે તે ડ્રગ્સ લેતી હતી.

  બીજી તરફ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ કોર્ટમાં નિર્ણય અને રિયાની ધરપકડ પર ટ્વિટ કરીને લખ્યું કે ચિંતા ન કરો, ધીરજ રાખો, ધીરે ધીરે સત્ય સામે આવશે. સાથે જ તેમણે NCB, CBI અને ED સારું કામ કરી રહી છે તેમ પણ કહ્યું.
  Published by:Chaitali Shukla
  First published:September 09, 2020, 11:24 am