Rhea Chakraborty Drugs Case: રિયાની મુશ્કેલી વધી, NCB જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે

Rhea Chakraborty Drugs Case: રિયાની મુશ્કેલી વધી, NCB જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે
રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને 1 લાખ રૂપિયાના બેલ બોન્ડ પર જામીન મળી ગઇ છે પણ તેમ છતાં લાગે છે કે તેની મુશ્કેલીઓ ઓછી થવાના બદલે વધી રહી છે.

  • Share this:
    સુશાંત સિંહ રાજપૂત મોતથી જોડાયેલા ડ્રગ્સ કેસ મામલે બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty Bail)ને બોમ્બે હાઇકાર્ટે જામીન આપી છે. પણ હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ જામીન અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે હાઇકોર્ટના આ નિર્ણય પછી કહ્યું કે આ કેસમાં કાનૂનથી જોડાયેલા અનેક સવાલ છે. માટે એનસીબી રિયા ચક્રવર્તીની જામીન મામલે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. બોમ્બે હાઇકોર્ટે રિયાને 5 શરતો પર જામીન આપી છે. જો કે બીજી તરફ રિયાના ભાઇ શોવિકની જામીન અરજીને કોર્ટે ફગાવી છે.

    હાઇકોર્ટે રિયા ચક્રવર્તીને પાંચ શરત પર જામીન આપ્યા છે. આ સશર્ત જામની મુજબ કોર્ટે કહ્યું કે રિયાને તેનો પાસપોર્ટ જમા કરાવવો પડશે. અને તે દેશ છોડીને બહાર નહીં જઇ શકે. વધુમાં તેણે મુંબઇ પોલીસને 10 દિવસ સુધી રિપોર્ટ કરવો પડશે. તથા 1 લાખ રૂપિયાનો બેલ બોન્ડ પણ ભરવો પડશે. સાથે જ જામીન સમય દરમિયાન તેને આ કેસ સાથે જોડાયેલા કોઇ પણ સાક્ષીને મળવા કે તેનો કોઇ પણ રીતે સંપર્ક નહીં કરી શકે. વધુમાં કોર્ટે કહ્યું કે જો તે ગ્રેટર મુંબઇ સિવાય ક્યાં પણ ગઇ તો આ મામલે ઇન્વેસ્ટિગેશન અધિકારીને તેને સૂચના આપવી પડશે.



    વધુ વાંચો : RSS પ્રચારકથી CM અને પછી લોકપ્રિય PM, તસવીરોમાં જુઓ મોદીના 20 વર્ષોનો રાજકીય સફર

    ઉલ્લેખનીય છે કે કોર્ટમાં રિયાના વકીલ સતીશ માનશિંદે તર્ક આપ્યો કે રિયા પર NDPS હેઠળ 27A એક્ટ લગાવવો ખોટો છે. રિયાની ખોટી રીતે ધરપકડ થઇ છે. અને તેને જેલમાં રાખવામાં આવી છે. લાંબી ચર્ચા પછી કોર્ટે આ મામલે રિયાને જામીન આપી છે. માનશિંદે કહ્યું કે અમે કોર્ટની સામે પોતાના પુરાવા રાખ્યા છે. અને જજ આ વાતનો સ્વીકાર કર્યો છે. સાથે તેમણે કહ્યું કે રિયાની જે રીતે અરેસ્ટ થઇ અને કેન્દ્રીય એજન્સીઓ (CBI,ED,NCB) દ્વારા તેની જોડે જે વ્યવહાર થયો તે ખોટો છે.

    વધુ વાંચો : આ પાંચ શરતો પર એક મહિના બાદ જેલથી બહાર આવશે રિયા ચક્રવર્તી

    જો કે આ પહેલા પણ NCB રિયા અને શૌવિકની જામીન મામલે વિરોધ કરી ચૂકી છે. તપાસ એજન્સીએ કોર્ટમાં પોતાની એફિડેવિડમાં કહ્યું કે રિયા અને શોવિક ડ્રગ્સ સિંડિકેટના એક્ટિવ મેમ્બર્સ હતા. બંને હાઇ સોસાઇટીના લોકોમાં ડ્રગ્સની સપ્લાય કરતા હતા. તેમની પર ધારા 27એ લગાવવામાં આવી છે.

    જે મુજબ તેમને જામીન ન મળવી જોઇએ. એનસીબીએ વધુમાં કહ્યું કે રિયા પોતે ડ્રગ્સ ખરીદવાની વાતનો સ્વીકાર કરી ચૂકી છે. તેમણે કહ્યું કે ડ્રગ્સ ખરીદવા માટે તેમણે સૈમુઅલ મિરાંડા, દિપેશ સાવંત અને શોવિકને કહ્યું હતું.
    Published by:Chaitali Shukla
    First published:October 07, 2020, 16:05 pm

    ટૉપ ન્યૂઝ