Home /News /entertainment /CBI જ કરશે સુશાંત સિંહ કેસની તપાસ, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

CBI જ કરશે સુશાંત સિંહ કેસની તપાસ, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મહારાષ્ટ્ર સરકાર એન મુંબઈ પોલીસને મોટો આંચકો લાગ્યો

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મહારાષ્ટ્ર સરકાર એન મુંબઈ પોલીસને મોટો આંચકો લાગ્યો

નવી દિલ્હીઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case)ના મોત મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસની તપાસ સીબીઆઈ જ કરશે. સુશાંતની ગર્લફ્રેન્ડ અને આ કેસમાં તમામ સંગીન આરોપોની સામનો કરી રહેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પોતાની વિરુદ્ધ પટનામાં દાખલ એફઆઈઆરને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી. જેને ફગાવતાં કોર્ટે આ કેસની તપાસના અધિકાર સીબીઆઈને આપી દીધા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મહારાષ્ટ્ર સરકાર એન મુંબઈ પોલીસને મોટો આંચકો લાગ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ, મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને બંધારણીય બેન્ચમાં પડકારી પણ શકે છે.

સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે, સુશાંત આત્મહત્યા કેસની તપાસ હવે સીબીઆઈ કરશે. પટનામાં જે એફઆઈઆર નોંધવામાં આવી છે તે કાયદાકિય રીતે યોગ્ય છે. આ ચુકાદા બાદ મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું કે, અમે ચુકાદાને પડકારીશું. તેની પર કોર્ટે કહ્યું કે, આ 35 પાનાનું જજમેન્ટ છે. પહેલા તમે તેને વાંચો. અમે દરેક પાસાઓનું ઝીણવટાપૂર્વક અધ્યયન કર્યું છે અને ત્યારબાદ ચુકાદો આપ્યો છે.


સુશાંત કેસમાં 11 ઓગસ્ટે સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે આદેશ સુરક્ષિત રાખી દીધો હતો. સુનાવણી કરેલા જસ્ટિસ રોયે તમમા પક્ષોને પોતાની દલીલો પર સંક્ષિપ્ત લેખિત નોટ 13 ઓગસ્ટ સુધી જમા કરાવવાની મંજૂરી આપી હતી. તમામ પક્ષોએ 13 ઓગસ્ટે પોતાના જવાબ દાખલ કરી દીધા હતા. ત્યારબાદ આજે 11 વાગ્યે કોર્ટ પોતાનો લેખિત ચુકાદો આપ્યો. સૂત્રો મુજબ, સીબીઆઈની SIT ટીમ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુંબઇ જવા રવાના થશે.

આ પણ વાંચો, આગ્રામાં 34 પ્રવાસીઓ સાથેની બસ હાઇજેક, પોલીસ કહ્યું, ફાઇનાન્સ કંપનીવાળા લઇ ગયા

આ પણ વાંચો, SBI ગ્રાહકો માટે અલર્ટ! બેન્કે બદલી દીધા નાણા જમા કરાવવા-ઉપાડવાના 4 મોટા નિયમ

મૂળે, મહારાષ્ટ્ર સરકાર અને રિયા ચક્રવર્તીએ સીબીઆઈ તરફથી નોંધવામાં આવેલી એફઆઇઆરને મુંબઈ પોલીસને સોંપવાની માંગ કરી હતી. સુશાંતના પિતા અને બિહાર સરકારે તેનો વિરોધ કર્યો હતો. સુશાંતના પિતા તરફથી નોંધવામાં આવેલી એફઆઈઆરમાં રિયાની ઉપર સુશાંતને પરેશાન કરવા, તેના કરોડો રૂપિયા પડાવી પાડવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સનાવણી પહેલા જ બિહાર સરકારે કેસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી હતી. તેને કેન્દ્ર સરકારે માની લીધી હતી.
First published:

Tags: Rhea Chakraborty, Supreme Court, Sushant singh rajput, બોલીવુડ, મુંબઇ, સીબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો