Home /News /entertainment /

Sushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર

Sushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર

સુશાંતનાં નિધન બાદ જ તેનાં મોત પર અનેક સવાલો ઉભા થયા છે

Sushant Singh Rajput Death Case: CBIએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં હાલમાં કોઇ નિષ્કર્ષ પર ન પહોંચી શકાય. એમ્સનાં વિશેષજ્ઞ ડોક્ટર સુધીર ગુપ્તાની રાય મહત્વની રહેશે. તે બાદ જ આ કેસમાં આગળ તપાસની દિશા નક્કી થશે.

વધુ જુઓ ...
    મુંબઇ: એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલા (Sushant Singh Rajput Death Case)ની તપાસમાં લાગેલી CBIને AIIMSની પ્રાઇમરી રિપોર્ટ, વિસેરા રિપોર્ટ અને એટોપ્સી રિપોર્ટ સોંપી દેવામાં આવી છે. સુશાંતની વિસેરા રિપોર્ટ અંગે મોટી માહિતી સામે આવી છે. મીડિાય રિપોર્ટ અનુસાર, વિસેરા રિપોર્ટમાં સુશાંતનાં બોડીમાં ઝેર નથી મળ્યું. એમ્સનાં ડોક્ટર્સને સુશાંતનાં શરીરમાં કોઇજ પ્રાકરનું ઓર્ગેનિક પોઇઝન નથી મળ્યું. તેની સાથે જ ફોરેન્સિક ટીમે કુપર હોસ્પિટલમાં થયેલાં પોસ્ટમોર્ટમ પર પણ સવાલ ઉઠાવ્યો છે.

    14 જૂનનાં સુશાંતનાં મોટ બાદથી જ ઘણાં સવાલો ઉઠી રહ્યાં છે. જે બાદ CBIનાં કહેવાંથી ડોક્ટર સુધીર ગુપ્તાની અધ્યક્ષતામાં AIIMS Medical Penal બનાવવામાં આવી છે. જેથી પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટનું બારીકાઇથી વિશ્લેષણ કરી શકાય.

    CBIએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં અત્યાર સુધી કોઇ નિષ્કર્ષ પર ન આવી શકાય, હાલમાં તપાસ એજન્સી તપાસ કરી રહી છે. એવામાં એમ્સનાં વિશેષજ્ઞ ડોક્ટર સુધીર ગુપ્તાની રાય મહત્વની રહેશે. તેમનાં જણાવ્યા બાદ જ CBI આ વાતનો નિર્ણ કરશે કે કેસમાં કાર્યવાહી આત્મહત્યાનાં એંગલથી થશે કે હત્યાનાં એંગલથી થશે.

    આ પણ વાંચો- રિયા ચક્રવર્તીનાં વકીલ સતીશ માનેશિંદેએ ફી અંગે તોડી ચુપ્પી, જણાવ્યું સત્ય

    સુશાંતનાં પિતાનાં વકિલે તપાસ પ્રક્રિયા પર ઉઠાવ્યાં સવાલ- ગત દિવસોમાં સુશાંતનાં પિતા કે કે સિંહનાં વકીલ વિકાસ સિંહે એક ટ્વિટમાં CBI તપાસ પર સવાલ ઉઠાવ્યાં છે. તેણે લખ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે ઉક્સાવવા મામલે CBI હત્યાનાં કેસમાં સાબિત કરવામાં મોડું કરી રહી છે. જેનાંથી નિરાશા વધી રહી છે. AIIMSની ટીમનો ભાગ રહેલાં ડોક્ટર્સે મને ઘણાં સમય પહેલાં જણાવ્યું હતું કે, મારા દ્વારા મોકલાયેલાં ફોટો 200 ટકા ઇશારો કરે છે કે, આ મોત ગળું ઘોંટવાથી થઇ છે. ન કે આ આત્મહત્યા છે. જોકે એમ્સની ટીમે વકિલ કે કે સિંહનાં દાવાનું ખંડન કર્યું છે.

    શું હોય છે વિસેરા? કેવી રીતે થાય છે તપાસ?
    આપને જણાવી દઇએ કે, કોઇનાં મોત બાદ જો પોલીસ તેમનાં શવનું પોસ્ટમોર્ટમ કરે છે, તો તે દરમિયાન મરનારનાં શરીરમાંથી વિસલ પાર્ટ એટલે કે આંતરડા, હાર્ટ, કિડની અને લીવર જેવાં અંગોનાં સેમ્પલ લેવામાં આવે છે. તેને વિસેરા કહેવામાં આવે છે. તેમાં જોઇ કોઇ વ્યક્તિનું નિધન શંકાસ્પદ હોય તો તેનાં મોત પાછળ પોલીસ કે પરિવારને શંકા હોય તો એવા કેસમાં આ વિસેરાની તપાસ કરવામાં આવે છે.

    આ પણ વાંચો- Taarak Mehta Ka Ooltah Chashmah: શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..

    વિસેરાની તપાસ કેમિકલ એક્ઝામિનર કરે છે. તે વિસેરાની તપાસ કરી તે માલૂમ કરવાનો પ્રયાસ કરે છે કે, મોત કેવી રીતે થઇ. અને તેનું કારણ શું હતું? આ તપાસમાં મોતનો સમય, શરીરનાં અંદરનાં અંગનો રંગ, નસોનું સંકોચાવું, પેટમાં મળનાર ખોરાકનાં અવશેષ અત્યંત મહત્વનાં હોય છે. આ ઉપરાંત વિસેરા તપાસમાં મોતનું કારણ સ્પષ્ટ માલૂમ થઇ જાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: CBI investigation, Sushant singh rajput

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन