CBIએ 5 કલાક સુધી સુશાંતનાં હાઉસ મેનેજરની કરી પૂછપરછ, PM કરનાર ડૉક્ટર પણ શંકાનાં દાયરામાં

CBIએ 5 કલાક સુધી સુશાંતનાં હાઉસ મેનેજરની કરી પૂછપરછ, PM કરનાર ડૉક્ટર પણ શંકાનાં દાયરામાં
સુશાંત સિંહ રાજપૂતનાં શંકાસ્પદ મોતની તપાસ માટે દિલ્હીથી CBIની ટીમ 20 ઓગસ્ટનાં મુંબઇ આવી ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે, CBI તે અધિકારીઓની પણ પૂછપરછ કરશે જે આ કેસની તપાસમાં શામેલ હતાં.

સુશાંત સિંહ રાજપૂતનાં શંકાસ્પદ મોતની તપાસ માટે દિલ્હીથી CBIની ટીમ 20 ઓગસ્ટનાં મુંબઇ આવી ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે, CBI તે અધિકારીઓની પણ પૂછપરછ કરશે જે આ કેસની તપાસમાં શામેલ હતાં.

 • Share this:
  મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની શંકાસ્પદ મોત મામલે CBIની ત્રણ ટીમે તપાસ શરૂ કરી દીધી છે. CBIની ટીમમાં 16 સભ્યો છે. આજે ફૂલ એક્શનમાં તેઓ રહેશે. આજે સવારે પહેલાં CBI ટીમ મુંબઇ પોલીસનાં તે ટોપ ઓફિસરોને મળી જેમણે અત્યાર સુધી સુશાંત સિંહ કેસ હેન્ડલ કર્યો હતો. CBI ટીમે સુશાંત કેસનું હેન્ડઓવર લઇ લીધુ છે. અત્યાર સુધીમાં કૂક નીરજની પૂછપરછ થઇ રહી છે. આ સાથે જ CBI રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેનાં પરિવારની પૂછપરછ માટે સમન્સ પણ આપી શકે છે. શુક્રવાર કે શનિવારે CBIની ટીમ ક્રાઇમ લોકેશનનું રિક્રિએશન (Crime Scene Reconstruction) કરવાની છે. જેથી માલૂમ પડી શકે કે, જે વખતે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી તે સમય શું શુ થયું હશે?

  LIVE UPDATES:

  CBIની ટીમે સુશાંત સિંહ રાજપૂતનાં હાઉસ મેનેજર સેમ્યુઅલની 5 કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં CBIએ હાઉસ મેનેજરને ઘરમાં કોણ કોણ આવતું હતું અને કેવા સમયે કેટલાં લોકો આવતા હતાં. તેવાં ઘણાં સવાલો કર્યા છે. આ સાથે જ સેમ્યુલ પાસેથી CBIની ટીમે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, 13 અને 14 જૂનનાં ત્યાં શું શું થયું હતું.

  -CBIએ DCP અભિષેક ત્રિમુખેની મુલાકાત કરી છે. CBIની એક ટીમે બાન્દ્રા પોલીસ સ્ટેશન પહોંચીને કેસ ડાયરી અને દસ્તાવેજ લઇ લીધા છે. સુશાંતની એટોપ્સી રિપોર્ટ પણ CBIને મળી ગઇ છે.

  -સુશાંત કેસમાં CBI હાલમાં તમામ સ્ટાફની પૂછપરછ કરી રહી છે. આ પહેલાં CBIની એક ટીમે સુશાંતનાં કૂક નીરજની પૂછપરછ કરી હતી. CBIની ટીમે નીરજને 13 જૂનની રાત અંગે પણ સવાલ કર્યા હતાં. તે દિવસે શું થયુ હતું? કોણ રૂમમાં હતું? સુશાંતનાં ફ્લેટમેટની સાથે કેટલી વાર સુધી હતો? તેનો મૂડ કેવો હતો? શું સુશાંતે ડિનર ખાધુ હતું? સૌથી પહેલાં કોણે ડેડ બોડી જોઇ હતી? અને કોણે નીચે ઉતારી હતી? ક્યારે PCRને કોલ કરવામાં આવ્યો? કોણે કોલ કર્યો હતો? નીરજને આ તમામ સવાલ કરવામાં આવ્યાં હતાં.

  -બાન્દ્રા પોલીસે અત્યાર સુધીમાં CBIને સુશાંત સિંહ રાજપૂતનાં કપડાં, 3 મોબાઇલ ફોન, CCTV કેમેરાની ફૂટેજ અને આ કેસમાં કૂલ 56 નિવેદન લીધા હતાં તે હેન્ડઓવર કર્યા છે. મુંબઇ પોલીસે અત્યાર સુધીમાં તેમની તપાસમાં ઇન્ડસ્ટ્રી અને આ કેસ સાથે જોડાયેલાં 56  લોકોનાં નિવેદન લીધા છે.
  -આ સાથે જ મુંબઇ પોલીસની એક ટીમને ફોરેન્સિક રિપોર્ટ, પંચનામા રિપોર્ટ, ઓટોપ્સી રિપોર્ટ, સુશાંતનાં લેપટોપ, કેસ ડાયરી, કામળો, તે બેડશીટ જે સુશાંતનાં રૂમમાં હતી, લીલા રંગનું કપડું જેનાંથી સુશાંતે ફાંસી ખાધી, ગ્લાસ જેમાં જ્યૂસ પીધુ જેવી તમામ વસ્તુઓ હેન્ડઓવર કરી દીધી છે.  -સુશાંત સિંહનાં મોતની તપાસ માટે CBIની એક ટીમ બાન્દ્રા ડીસીપી અભિષેક ત્રિમુખેની ઓફિસે પહોંચી છે. CBIની ટીમે સુશાંતનાં કૂક નીરજની પૂછપરછ કરવાં તેની અટકાયત કરી લીધી છે. CBI ઓફિસર જે ગેસ્ટ હાઉસમાં રોકાયા છે ત્યાં જ તપાસ એજન્સીની એક ટીમ નીરજની પૂછપરછ કરી રહી છે. સુશાંતનાં મોત પહેલાં નીરજે તેને જ્યૂસ આપ્યું હતું.

  CBIની ટીમ ડમી ટેસ્ટ એટલે કે સુશાંતનાં શરીરનું માપ અને વજન પ્રમાણે એક પુતળુ બનાવીને આત્મહત્યા કરવાનો સીન ક્રિએટ કરશે. જે બાદ જોશે કે કઇ રીતનાં હાલાત હતાં. આ તમામ કરાવવાનાં હેતુથી સ્પષ્ટ થાય છે કે, CBIને માલૂમ થઇ શકે કે આ હત્યા હતી કે આત્મહત્યા. જેથી આ કેસનો મેઇન એન્ગલ માલૂમ પડે.

  CBI સુશાંત સિંહ રાજપૂતનાં ઘરે જઇને અંદરનાં તમામ ફોરેન્સિક પૂરાવા એક્ઠા કરશે. હાલમાં, અત્યાર સુધીમાં સ્થળ પરથી ઘણાં ફોરેન્સિંક પૂરાવા નષ્ઠ થયા હોવાનાં આસાર છે. કારણ કે તે લોકેશન પર મુંબઇ પોલીસની ટીમ ઘણી વખત જઇ આવી છે.

  આ પણ વાંચો- Confirm: રિયાએ જ સુશાંતને છોડ્યો હતો, મહેશ ભટ્ટ અને રિયાની WhatsApp Chat Viral

  20 ઓગસ્ટની સાંજે આશરે સાડા સાત વાગ્યે દિલ્હી CBIનાં હેડ ઓફિસથી SITની ટીમ મુંબઇ એરપોર્ટ પર આવી હતી. જે બાદ મુંબઇ સ્થિત DRDO એન્ડ એરફોર્સ ઓફિસમાં પહોંચીને CBIની ટીમે આગળનાં ઓપરેશનની તૈયારી કરી હતી. ઘણાં મોડા સુધી અધિકારીઓની બેઠક ચાલી હતી. દિલ્હીથી આવેલી ટીમની સાથે મુંબઇ CBIનાં DIG સુવેજ હક અને SP નૂપુર પ્રસાદે બેસીને આ મામલે આગળનાં ઓપરેશન પર ચર્ચા કરી હતી.

  CBIનાં સૂત્રોની માનીયે તો, આ મામલાની તપાસમાં મુંબઇ પોલીસનાં કેટલાંક અધિકારીઓ અને મુખ્ય તપાસ અધિકારીઓની પણ CBIની ટીમ પૂછપરછ કરી શકે છે. અને તેમનાં નિવેદન પણ દાખલ કરવામાં આવી શકે છે. કારણ કે આ કેસ ઘણો જ ગુંચવાઇ ગયો છે. સુશાંતનાં પરિવારજનોનો આરોપ છે કે, જાણી જોઇને કોઇએ પૂરાવા સાથે છેડછાડ કરી છે. જો તપાસમાં કોઇ પોલીસ કર્મી વિરુદ્ધ CBIને પૂરાવા મળ્યા તો તેની ધરપકડ પણ થઇ શકે છે. CBIનાં સૂત્રોની માનીયે તો, ટૂંક સમયમાં જ મુંબઇનાં બે પોલીસ અધિકારીની પૂછપરછ થવાની છે. જે આ કેસમાં આગળ પડીને તપાસ કરી રહ્યાં હતાં. અને અન્ય એક જેઓ રિયા ચક્રવર્તીની સાથે સતત સંપર્કમાં હતાં.
  Published by:Margi Pandya
  First published:August 21, 2020, 14:13 pm

  ટૉપ ન્યૂઝ