Home /News /entertainment /

SSR Death Anniversary: કારકિર્દીમાં મોટા જોખમો લઈ ચાખ્યો હતો સફળતાનો સ્વાદ

SSR Death Anniversary: કારકિર્દીમાં મોટા જોખમો લઈ ચાખ્યો હતો સફળતાનો સ્વાદ

FILE PHOTO

આ ફિલ્મમાં તેણે યુવાન અને પ્રૌઢ એમ બન્ને પ્રકારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના કારણે લોકોને પોતાના કોલેજકાળની યાદ આવી ગઈ હતી. ચાહકોના મન જૂની યાદથી ભરી દીધા હતા. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર સારી શરૂઆત કરી હતી. 2019માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં તેને સ્થાન મળ્યું હતું. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, પ્રતીક બબ્બર અને તાહિર રાજ ભસીન પણ હતા.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડના પ્રતિભાશાળી કલાકાર સુશાંતસિંહ રાજપૂતના અવસાનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. સુશાંત સિંહે ટેલિવિઝન પડદે કારકિર્દી ઘડ્યા બાદ ફિલ્મ ક્ષેત્રે પણ સફળ કેરિયર બનાવ્યું હતું. ટીવીના ઘણા કલાકારોને લાખો લોકો જુએ છે, પરંતુ તેઓ બોલિવૂડમાં કઈ ખાસ ઉકાળી શકતા નથી. જોકે, સુશાંતના કેસમાં એવું નહોતું. તેણે બોલિવૂડમાં પોતાની ઓળખ ઉભી કરી સ્થાન મેળવ્યું હતું.


  સુશાંતને ફિલ્મોગ્રાફી શાનદાર છે. તેમાં ગહનથી લઈ ગ્લેમર ભૂમિકાઓ છે. સુશાંતે કેરિયરમાં ઉઠાવેલા જોખમના કારણે તેને આ અવનવા રોલ મળ્યા હતા. શુદ્ધ દેશી રોમાન્સ જેવી આગવી ફિલ્મ કરવાથી લઈને MS ધોની : ધી અનટોલ્ડ સ્ટોરી જેવી ફિલ્મોમાં મોટું જોખમ લીધું હતું. આજે આપણે જોઈશું કે તેણે કારકિર્દીમાં કેવા કેવા જોખમ લીધા હતા.
  સુશાંતે તેની કારકીર્દિની શરૂઆત 2013માં આવેલી ફિલ્મ કાઈ પો છેથી કરી હતી. આ અગાઉ તેણે પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે હિટ ટીવી સિરિયલ પાવિત્ર રિશ્તામાં માનવ દેશમુખની ભૂમિકા ભજવી હતી. કાઈ પો છે ફિલ્મ ચેતન ભગતની નોવેલ ધી થ્રિ મિસ્ટક ઓફ માય લાઇફ પર આધારિત હતી. જેના દિગ્દર્શક અભિષેક કપૂર હતા.

  આ પણ વાંચો- SSRએ એન્જીનિયરિંગમાં કર્યું હતું ટોપ, પહેલાં જ સેમિસ્ટરમાં જ હોસ્ટલમાંથી બહાર કરી દેવામાં આવ્યો  આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને અમિત સાધ જેવા ટેલેન્ટેડ એક્ટર્સ પણ હતા. આ ફિલ્મની કસ્ટ અજાણી હોવાથી ફિલ્મ મેકર અને સુશાંત એમ બંને માટે આ ફિલ્મ રિસ્કી હતી.  FILE PHOTO
  તેની પ્રથમ ફિલ્મના ખૂબ વખાણ થયા હતા. ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂત મનીષ શર્મા દ્વારા નિર્દેશિત યશરાજ ફિલ્મનો ભાગ બન્યા હતા. આ ફિલ્મનું નામ શુદ્ધ દેશી રોમાંસ હતું. જેમાં વાણી કપૂર અને પરિણીતી ચોપરા પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ સફળ રહી ન હતી, પરંતુ સમાજમાં ખૂબ ઓછા ચર્ચાતા લિવ એન્ડ રિલેશનશિપ તથા પ્રિ મેરિટલ સેક્સ જેવા વિષયનું આ ફિલ્મમાં જોખમ લેવાયું હતું. આ વિષય બદલ લોકોએ ખૂબ સરાહના કરી હતી.  વર્ષ 2014માં સુશાંત સિંહના કેરિયરની હજુ શરૂઆત હતી. તે સમયે તેણે રાજકુમાર હિરાનીની પીકેમાં ફિલ્મ સાઈડ રોલ કર્યો હતો. આમિર ખાન અને અનુષ્કા શર્માની આ ફિલ્મ સરહદો અને ધર્મ પાર માનવતાની સંભાળ કરવાનો સંદેશો આપીને અંધશ્રદ્ધા પર સવાલ ઉઠાવતી હતી. આ ફિલ્મમાં સુશાંતને સ્ક્રીન ટાઈમ ખૂબ ઓછો મળ્યો હતો, છતાં પાકિસ્તાની કવિ સરફરાજ યુસુફના રોલમાં તેની ભૂમિકા સૌથી યાદગાર બની હતી.


  2015માં સુશાંતે દિબાકર બેનરજીની ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી ફિલ્મમાં મુખ્ય રોલ ભજવ્યો હતો. જેમાં તે બંગાળના પ્રસિદ્ધ જાસૂસના રૂપમાં દેખાયો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું નહોતું. પરંતુ સુશાંતને બહોળો ચાહક વર્ગ મળી ગયો હતો. આ ફિલ્મમાં સુશાંત અભિનયની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી.
  મુખ્ય ભૂમિકામાં સુશાંતની સૌથી મોટી હિટ અને યાદગાર ફિલ્મ 2016માં આવી હતી. તેણે નીરજ પાંડેની ફિલ્મ એમ એસ ધોની ધી અનઓલ્ડ સ્ટોરીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ભૂમિકા ભજવી હતી. આ રોલ માટે તેણે ખૂબ મહેનત કરી હતી. જેનું તેને ખૂબ સારુ વળતર પણ મળ્યું હતું. આ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ અને સુશાંત સ્ટારડમ મળ્યું હતું. આ ફિલ્મ સુશાંતના કેરિયરનું સૌથી મોટું જોખમ હતું.
  એમ એસ ધોની ધી અનઓલ્ડ સ્ટોરી બાદ તેની ફિલ્મે અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું ન હતું. તેણે દિનેશ વિજન દ્વારા નિર્દેશિત પુનર્જન્મ પર આધારિત રાબતા ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં તેની સાથે કૃતિ સેનન પણ હતી. આ ફિલ્મ માટે સુશાંત સિંહ રાજપૂતે પોતાની ચોકલેટ બોયની છબીનો ત્યાગ કર્યો હતો. ગ્લેમરસ દેખાવની જગ્યાએ પોતાના વ્યક્તિત્વને નિખાર્યું હતું. પરંતુ આ ફિલ્મ કશુ ખાસ ઉકાળી શકી નહોતી.


  વર્ષ 2018 માં સુશાંત સિંહ રાજપૂતે અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત હિટ ફિલ્મ કેદારનાથમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં સારા અલી ખાને પણ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં કેદારનાથમાં આવેલી વિનાશકારી હોનારત વચ્ચે એક પ્રેમ કથા હતી. ટાઇટેનિક જેવી ફિલ્મ સાથે આંતરધાર્મી કથા તેમજ સુશાંતનો મસ્ક્યુલર સોફ્ટ બોય ચાર્મ લોકોને ખૂબ ગમ્યો હતો. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સુશાંત અને સારાને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મનો મોટાભાગનો હિસ્સો પાણીની અંદર શૂટ થયો હતો. ઉપરાંત આ બંનેએ અન્ય કલાકારોને પણ પોતાની પીઠ પર બેસાડવા પડયા હતા.


  ત્યારબાદ 2019ના પ્રારંભમાં અભિષેક ચોબેની સોનચિરૈયામાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં 1970ના દાયકામાં ચંબલના ડાકુઓની ટોળકીની આજુબાજુ ફરતી કથા છે. આ ફિલ્મમાં મનોજ વાજપેયી, ભૂમિ પેડનેકર, આશુતોષ રાણા અને રણવીર શૌરી જેવા ટેલેન્ટેડ કલાકારો હતા. આ ફિલ્મના ક્રિટિકસ દ્વારા ખૂબ વખાણ થયા હતા. પરંતુ બોક્સ ઓફિસ ઉપર વધુ ચાલી નહોતી.


  સુશાંત સિંહ રાજપૂતની મોટાભાગની ફિલ્મો વિવેચકોએ વખાણી હતી. લોકોને પણ ખૂબ ગમતી હતી. આ દરમિયાન 2019માં તેની ફિલ્મ ડ્રાઇવ આવી હતી. આ ફિલ્મને તરૂણા મનસુખાણી દ્વારા નિર્દેશિત કરાઈ હતી. આ ફિલ્મ થિયેટરમાં નહિ પરંતુ નેટફ્લિક્સ પર જોવા મળી હતી. તે વર્ષે ભારતમાં સૌથી વધુ જોવાઇ હોય તેવી ટોપ ટેન ફિલ્મોમાં તેનો સમાવેશ થયો હતો. ત્યારબાદ સુશાંતને છિછોરે ફિલ્મ મળી હતી. આ ફિલ્મ તેની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક છે. જેમાં સુશાંતે અનિરુદ્ધ નામના વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેણે યુવાન અને પ્રૌઢ એમ બન્ને પ્રકારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના કારણે લોકોને પોતાના કોલેજકાળની યાદ આવી ગઈ હતી. ચાહકોના મન જૂની યાદથી ભરી દીધા હતા. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર સારી શરૂઆત કરી હતી. 2019માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં તેને સ્થાન મળ્યું હતું. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, પ્રતીક બબ્બર અને તાહિર રાજ ભસીન પણ હતા.  2020 14 જુનના રોજ 34 વર્ષની ઉંમરે સુશાંત સિંહ રાજપૂતની અણધારી વિદાય બાદ તેની ફિલ્મ દિલ બેચારા રિલીઝ થઈ હતી. મુકેશ છાબડા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જોન ગ્રીનની The fault in our starsની રિમેક હતી. ફિલ્મનું નિર્માણ સુશાંત અને તેની સહ કલાકાર સંજના સાંધી માટે પડકારજનક હતું. ઘણો ટાઈમ લાગ્યો હતો. અલબત, રિલીઝ બાદ આ ફિલ્મને ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સૌથી વધુ જોવાઈ હોય તેવી ફિલ્મમાં સ્થાન પામે છે.


  First published:

  Tags: Entertainment news, News in Gujarati, SSR Case, SSR Death Anniversary, Sushant singh rajput case, ગુજરાતી ન્યૂઝ

  આગામી સમાચાર