સુશાંતસિંહ રાજપૂતે એન્જિનિયરિંગ પરીક્ષામાં મેળવ્યો હતો ઓલ ઈન્ડિયા સાતમો રેન્ક

News18 Gujarati
Updated: June 14, 2020, 3:46 PM IST
સુશાંતસિંહ રાજપૂતે એન્જિનિયરિંગ પરીક્ષામાં મેળવ્યો હતો ઓલ ઈન્ડિયા સાતમો રેન્ક
તેમની કંપની Innsaei મુખ્ય રૂપથી ચાર વર્ટિકલ- કંટેન્ટ એન્ડ કમ્યુનિકેશન, હેલ્થ એન્ડ હોલિસ્ટિક વેલનેસ, એજ્યુકેશન એન્ડ લર્નિંગ અને બિઝનેસ ઇનક્યૂબેશનમાં કામ કરતી હતી. આ કંપનીમાં સુશાંત સિંહ એડિશનલ ડાયરેક્ટર પણ હતા.

અલવિદા સુશાંતઃ સુશાંત સિંહે એન્જિનિયરિંગના અભ્યાસને છોડીને એક્ટિંગમાં કારકિર્દી પસંદ કરી હતી

  • Share this:
નવી દિલ્હીઃ આજે આપણાથી અણધારી વિદાય લેનારાં બૉલિવૂડના જાણીતા એક્ટર સુશાંત સિંહે પોતાના ઉત્કૃષ્ટ પર્ફોમન્સથી આપણા સૌનું ઘણું મનોરંજન કર્યું છે. તેની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી. પરંતુ શું તમને ખબર છે કે સુશાંત અભ્યાસમાં પણ ઘણા સારા હતા. તેઓએ એન્જિનિયરિંગના અભ્યાસને છોડીને એક્ટિંગમાં કારકિર્દી પસંદ કરી હતી. પરંતુ એવું નહોતું કે તેઓ અભ્યાસમાં સરેરાશ હતા.

વર્ષ 2003માં એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષામાં મેળવ્યો હતો સાતમો રેન્ક

સુશાંતે વર્ષ 2003માં દિલ્હી કૉલેજ ઓફ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા સાતમો રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ સુશાંતસિંહે દિલ્હીની કૉલેજ ઓફ એન્જિનિયરિંગ (હવે દિલ્હી ટેક્નીકલ યુનિવર્સિટી)થી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો પરંતુ કોર્સના ત્રીજા વર્ષે તેમણે અભ્યાસ છોડીને એક્ટિંગ શરૂ કરી દીધી. તે ફિજિક્સમાં નેશનલ ઓલમ્પિયાડ વિનર પણ હતા.

આ પણ વાંચો, શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા પાસે વાસણ ધોવડાવ્યા, જુઓ કેવી થઈ હાલત

ISM ધનબાદ સહિત તેઓએ લગભગ 11 એન્જિનિરિંગ પરીક્ષાઓ પાસ કરી હતી. તેઓએ થિયેટર અને ડાન્સ જોઇન કર્યા બાદ અભ્યાસનો સમય મુશ્કેલીથી મળી શકતો હતો તેથી તેઓએ DTU છોડી દીધું.આ પણ વાંચો, તારક મહેતા…’ના ગોગીએ નાની ઉંમરે ખરીદ્યું આલીશાન ઘર, એક સમયે જમીન પર સૂવા મજબૂર
First published: June 14, 2020, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading