સુશાંત સિંહ રાજપૂતનું મોત, છેલ્લી પોસ્ટમાં માતા સાથેના ફોટામાં લખ્યું હતું, 'આંશુઓ સાથે બધું ઉડી રહ્યું છે'

News18 Gujarati
Updated: June 14, 2020, 3:41 PM IST
સુશાંત સિંહ રાજપૂતનું મોત, છેલ્લી પોસ્ટમાં માતા સાથેના ફોટામાં લખ્યું હતું, 'આંશુઓ સાથે બધું ઉડી રહ્યું છે'

  • Share this:
મુંબઇ : વર્ષ ૨૦૨૦ બોલિવૂ઼ડ માટે ઘણું જ દુખદ રહ્યું છે. એક્ટર સુશાંતસિંહ રાજપૂતનો   (Sushant Singh Rajput ) મૃતદેહ રવિવારે પોતાના મુંબઇ સ્થિત ઘરમાંથી મળ્યો છે.  આત્મહત્યા કરી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં સમયથી તેઓ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ ન હતા. પરંતુ તેમણે આત્મહત્યા જેવું અંતિમ પગલું કેમ ઉઠાવ્યું તે હજુ સામે આવ્યું નથી. તેમની મોત જનતા માટે કોઇપણ રહસ્યથી ઓછી નથી. તેમણે પોતાના છેલ્લા ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સુશાંત પોતાના શબ્દોમાં આ રહસ્યમાં એક અન્ય ગૂંચવાળો કરીને જતા રહ્યાં છે.

સુશાંતે પોતાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માતાની સાથે પોતાની એક તસવીર પોસ્ચ કરી હતી. આ તસવીર તેમણે ૩ જૂનના રોજ શેર કરી હતી. છેલ્લી પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, 'Blurred past evaporating from teardrops Unending dreams carving an arc of smile And a fleeting life, negotiating between the two... #माँ'
તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, આંસુઓથી ધૂંધળો ભૂતકાળ વરાળ બનીને ઉડી રહ્યો છે ... પુરા ન થનારા સપનાએ ફરી એકવાર મુસ્કાનની સૂરત લીધી છે અને જિંદગી ચાલી રહી છે ... આ બંન્ને વચ્ચે તોલમાપ ચાલી રહ્યું છે ... માં

આ પણ વાંચો -  બોલિવૂડ એક્ટર સુશાંતસિંહેની ગળેફાંસો ખાધેલી હાલતમાં ઘરમાંથી મળી લાશ, આપઘાતની આશંકા

આ પણ જુઓ - 

નોંધનીય છે કે, સુશાંતે સૌથી પહેલા 'કિસ દેશમે હે મેરા દિલ' નામની સિરિયલમાં કામ કર્યું હતું. તેમને એકતા કપૂરની સિરિયલ 'પવિત્ર રિશ્તા'થી પ્રસિદ્ધિ મળી હતી. જે બાદ તેમની ફિલ્મોની સફર ચાલુ થઇ હતી. તેઓ ફિલ્મ 'કાઇપો છે'માં લીડ રોલમાં દેખાયા હતા.
First published: June 14, 2020, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading