#RIPSushantSinghRajput સુશાંતની આત્મહત્યાથી આખો દેશ સ્તબ્ધ, PM મોદીથી લઈ સચિને આપી શ્રદ્ધાંજલિ

News18 Gujarati
Updated: June 14, 2020, 4:49 PM IST
#RIPSushantSinghRajput સુશાંતની આત્મહત્યાથી આખો દેશ સ્તબ્ધ, PM મોદીથી લઈ સચિને આપી શ્રદ્ધાંજલિ
સુશાંત સિંઘ રાજપૂતની ફાઇલ તસવીર

સુશાંત સિંઘ રાજપુતના નિધનથી ફિલ્મ અને ક્રિકેટ બંને જગત શોકમાં સચિન, યુવરાજ, અજયદેવગણ, અનુપમ ખેર શોકમાં ગરકાવ

  • Share this:
મુંબઈ : બોલિવૂડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે (bollywood actor Sushant Singh Rajput )મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઇ સ્થિત ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમની લાશ મળી છે. તેમણે આ અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે હજી કોઇ વિગતો સામે આવી નથી. સુશાંતસિંઘની આત્મહત્યાથી બૉલિવૂડ સ્તબ્ધ થઈ ગયું છે. આ ઉપરાંત તેણે ધોનીનો કિરદાર નિભાવ્યો હોવાથી ક્રિકેટ જગત પણ શોકમાં છે. સૌ ચૌધાર આંસુએ તેને શ્રદ્ધાંજલિ આપી છે.

 

વડાપ્રધાન મોદીએ લખ્યું કે સુશાંત સિંઘ રાજપૂત એક ચમકતો યુવાન કલાકાર ખૂબ જલ્દી જતો રહ્યો. એણે ટીવી અને ફિલ્મોમાં બંનેમાં મહારથ હાસલ કર્યો હતો. મનોરંજન જગતમાં એની પ્રગતિએ કેટલાય લોકોને પ્રભાવિત કર્યા હતા. તેની વિદાયના સમાચારથી ખૂબ જ દુ:ખી છું. એના પરિવાર તેમજ પ્રિયજનો સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.



અક્ષય કુમારે લખ્યું કે ' હું નિશબ્દ છું, સુશાંત સિંઘ રાજપૂતને મે છેલ્લે છીછોરેમાં જોયો હતો અને ફિલ્મના ડાયરેક્ટર મિત્ર સાજીદને કહ્યું હતું કે યાર મારે આ ફિલ્મમાં કામ કરવું હતું. ઇશ્વર તેમના પરિવારને હિમ્મત આપે'

સચિન ટેંડુલકર પણ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારથી દુખી થયા હતા. તેમણે ટ્વીટર પર લખ્યું,  સુશાંત સિંહના મૃત્યુના સમાચાર સાંભળી દુખી છે. નાની ઉંમરનો પ્રતિભાશાળી એક્ટર હતો. એના પરિવારને અને તેની આત્માને બે હાથજોડીને મારી શ્રદ્ધાંજલિ



 

બૉલિવૂડના એક્ટર અજય દેવગણે લખ્યું કે આ ખૂબ જ આઘાત જનક સમાચાર છે. સુશાંતના ચાહકો અને તેના પરિવારને ઇશ્વર શક્તિ આપે.



ફિલ્મના ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ લખ્યું કે સુશાંત જેવો વ્યક્તિ આ સમાચાર સાંભળીને મારી પાસે શબ્જો નથી. બૉલિવૂડ ખરેખર ક્યાં સમયમાંથી પસાર થઈ રહ્યું છે? આટલી ઉંમરે અને કેમ? અનેક પ્રશ્નો છે.

યુવરાજ સિંઘે લખ્યું કે આટલી નાની ઉંમરે સફળ હોવા છતાં કોઈ વ્યક્તિએ આવું પગલું શા માટે ભર્યુ હશે? કદાચ બહારથી હસતા ચહેરાની અંદર કઈક જુદીજ મથામણ ચાલતી હશે

First published: June 14, 2020, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading