સુશાંત સિંહ રાજપૂત પહેલાં આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હતી રિયા ચક્રવર્તી, SSRની મિત્રનો ખુલાસો

(PHOTO: rhea_chakraborty adityaroykapur/Instagram/)

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદથી ઘણાં એવાં ખુલાસા થયા જેનાંથી લોકો આશ્ચર્યમાં છે. હવે એક વખત ફરી સુશાંતની મિત્ર સ્મિતા પરિખ (Smita Parikh)એ નવો ખુલાસો કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મિત્ર સ્મિતા પારિખ (Smita Parikh) સુશાંતનાં મોત બાદથી જ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) વિરુદ્ધ તેનો અવાજ વધુ તેજ કરી દીધો છે. હવે સ્મિતાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફરી એક વખત રિયા અંગે એવી વાત લખી છે જે તેનાં રહસ્યમય અતીત તરફ ઇશારો કરે છે. સ્મિતાએ દાવો કર્યો છે કે, રિયા ચક્રવર્તી સુશાંત પહેલાં આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હતી.

  સ્મિતા પરિખે તેનાં ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરતાં લખ્યું છે કે, 'સુશાંતને મળ્યા પહેલાં રિયા આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હતી. જ્યારે તેણે રિયાને છોડી તો તે કેવી રીતે બહાર આવી, તે આત્માની મદદથી જે તેની સાથે રહેતી હતી. એક મહિલા કેટલી નીચી હોઇ શકે છે. તે પોતે આ કહાની કેટલાંયને સંભળાવી છે તાઇ, શું એક ખતરનાક વ્યક્તિ આવી રીતે ખુલ્લેઆમ ફરી શકે છે. રિયાને સુશાંતની લાઇફમાં મોકલવામાં આવી હતી.'

  સ્મિતાની આ પોસ્ટ પર એક યૂઝરે કમેન્ટ કરતાં તેને આત્મા અંગે પુછ્યું હતું જે અંગે તેણે પોસ્ટમાં વાત કરી છે. જેમાં પર સ્મિતાએ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે, 'તેનો બાળપણનો મિત્ર 17 વર્ષની ઉંમરે જતો રહ્યો હતો. અને તે તેની સાથે છે, કેટલાં દુખની વાત છે.'  આપને જણાવી દિએ કે, સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ થયેલી તપાસમાં રિયાની કોલ ડિટેલ્સમાં આદિત્ય રોય કપૂરનું નામ પણ શામેલ હતું. મળતી માહિતી પ્રમાણે, રિયા અને આદિત્યનું અફેર વર્ષ 2012 થી 2014 સુધી હતું. તેઓ આ સમયમાં ઘણી વખત સાથે સ્પોટ થયા હતાં જોકે તેમણે ક્યારેય તેમનાં વચ્ચેનાં સંબંધો અંગે જાહેરાત કરી ન હતી. હાલમાં રિાયએ સુશાંતનાં નિધનનાં નવ મહિના બાદ સોશિયલ મીડિયા પર વાપસી કરી છે. તેણે હાલમાં જ રવિન્દ્રનાથ ટાગોરની બૂક ગીતાંજલિ વાંચતો તેનો એક ફોટો શેર કર્યો છે અને પોસ્ટ લખી છે.

  તો બે દિવસ પહેલાં જ તે શાકિબ સલિમનાં જન્મ દિવસની ઉજવણીમાં શામેલ થઇ હતી. આ સમયે અલિબાગથી પરત આવતા સમયે તે ગેટ વે ઓફ ઇન્ડિયા પર સ્પોટ થઇ હતી આ બાદ રિયા અને શાકિબને ખુબજ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. લોકો શાકિબને ટેગ કરીને તેને કહી રહ્યાં છે આગામી બકરો, હવે તારો જ નંબર છે ભાઇ, તો અન્ય એક યૂઝરે લખ્યું છે, બચીને રહેજે ભાઇ. જેવી કમેન્ટ્સ કરી રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: