Sushant Singh Rajput Case: રિયા ચક્રવર્તી થશે અરેસ્ટ! સુશાંતના કેસ હવે CBI શું કરશે?

Sushant Singh Rajput Case: રિયા ચક્રવર્તી થશે અરેસ્ટ! સુશાંતના કેસ હવે CBI શું કરશે?
સુશાંત સિંહ રાજપૂત અને રિયા

  • Share this:
    એક્ટર સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ (Sushant Singh Rajput Death Case)માં સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ કેસની તપાસ સીબીઆઇ (CBI)ને સોંપી છે. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની પિટીશન ફગાવ્યા પછી કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ સાફ કર્યું છે કે મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણયને હવે પડકારી નહીં શકે. મુંબઇ પોલીસને તપાસના દસ્તાવેજ સોંપવા પડશે અને સાથે જ કોર્પોરેટ કરવું પડશે. આ નિર્ણય પછી હવે સવાલ તે ઊભો થાય છે કે શું રિયા ચક્રવર્તીને સીબીઆઇ અરેસ્ટ કરશે? સીબીઆઇનો આ મામલે આગળ શું પગલું હશે?

    કોર્ટના આ નિર્ણય પછી સીબીઆઇની સ્પેશ્યલ ઇનવેસ્ટિગેશન ટીમ મુંબઇ જશે. અહીં મુંબઇ પોલીસથી આ કેસ મામલે કેસ ડાયરી માંગશે, સંદિગ્ધો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન, ફોરેન્સિંક રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટને હેન્ડઓવર કરવામાં આવશે. સાથે જ સીબીઆઇની ટીમ સુશાંત સિંહના બાંદ્રા સ્થિત અપાર્ટમેન્ટમાં પણ જશે. જ્યાં એક્ટરની લાશ મળી હતી. આ કેસમાં હવે સંદિગ્ધ અને પ્રત્યક્ષદર્શીથી ફરી પુછપરછ થશે. રિયા ચક્રવર્તીની પણ ફ્રેશ રીતે પુછપરછ થશે. પછી નક્કી કરવામાં આવશે કે તેની ધરપકડ કરવાની જરૂરિયાત છે કે નહીં.



    વધુ વાંચો :  SSR Case : સુપ્રીમ કોર્ટેના નિર્ણય પર પરિવારે વ્યક્ત કરી ખુશી, બહેને કહ્યું જીત તરફ પહેલું પગલું

    હવે સીબીઆઇ શું કરશે?  સીબીઆઇ સુશાંત સિંહના ફ્લેટમાં તે રૂમમાં જઇને  ક્રાઇમ સીનને રિક્રિએટ કરી શકે છે. સાથે એક્ટરની મોતના સમયે ફ્લેટમાં કોણ કોણ હાજર હતું તેમના નિવેદન લેવામાં આવશે. રિયા ચક્રવર્તીનું પણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે. સાથે જ તેના ભાઇ શૌવિક, પિતા ઇન્દ્રજીત અને અન્ય લોકોની પણ પુછપરછના સમન કરવામાં આવશે.



    મહારાષ્ટ્ર સરકાર અને રિયા ચક્રવર્તીએ સીબીઆઇની તરફથી દાખલ કરવામાં આવેલી એફઆઇઆરને મુંબઇ પોલીસને સોંપવાની માંગ કરી હતી. સુશાંતના પિતા અને બિહાર સરકાર તેનો વિરોધ કરતી આવી છે. સુશાંતના પિતાએ બિહારમાં રિયા પર સુશાંતને પરેશાન કરવા તેના કરોડો રૂપિયા ગાયબ કરવા અને આત્મહત્યા કરવા માટે તેને ઉકસાવવા માટે આરોપ લગાવ્યા છે. આ વચ્ચે ઇડીએ રિયા ચક્રવર્તીને બીજી વાર સમન મોકલ્યું છે. ઇડીએ અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તીને 2 વાર, તેના ભાઇને 3 વાર અને સુશાંતના મેનેજર શ્રુતિ મોદીને 2 વાર તથા સુશાંત મિત્ર સિદ્ધાર્થ પિઠાનીને 2 વાર પુછપરછ કરી છે. અને ઇડીએ 13 લોકોના નિવેદન લીધા છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી ઇડી સુશાંત કેસના પ્રમુખ સંદિગ્ધને ફરી સમન કરશે.
    Published by:Chaitali Shukla
    First published:August 19, 2020, 14:54 pm

    ટૉપ ન્યૂઝ