SSR CASE: હવે ખુલશે રહસ્ય! ગત વર્ષે સુશાંતને લઇ ક્યાં ક્યાં ગઇ હતી રિયા? સામે આવી ટ્રાવેલ હિસ્ટ્રી

News18 Gujarati
Updated: August 13, 2020, 4:34 PM IST
SSR CASE: હવે ખુલશે રહસ્ય! ગત વર્ષે સુશાંતને લઇ ક્યાં ક્યાં ગઇ હતી રિયા? સામે આવી ટ્રાવેલ હિસ્ટ્રી
સુશાંત સિંહ રાજપૂત ફાઇલ ફોટો

ગત વર્ષે સુશાંતને લઇને રિયા ચક્રવર્તી ક્યાં ક્યાં ગઇ હતી તેની ટ્રાવેલ હિસ્ટ્રી EDનાં હાથમાં લાગી છે. તેનાં મોબાઇલ લોકેશનથી આ માહિતી મળી છે.

  • Share this:
આશીષ સિંહ/મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન અંગે દરરોજ કંઇને કંઇ નવી માહિતી સામે આવે છે. તેની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) સતત પૂછપરછ કરી રહ્યાં છે. ગત વર્ષે સુશાંતને લઇને તે ક્યાં ક્યાં ગઇ હતી તેની તમામ માહિતી EDને હાથ લાગી છે. શંકાનાં દાયરામાં ઉભેલી રિયા ચક્રવર્તીની તપાસ એજન્સીએ ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી લીધી છે.

હવે ખુલશે રહસ્ય!
EDએ રિયાની અત્યાર સુધીમાં બે વખત મેરાથોન પૂછપરછ કરી છે. તે ઉપરાંત તેનાં ભાઇ અને પિતાની પણ પૂછપરછ થઇ ગઇ છે. સૂત્રો મુજબ, રિયાએ EDને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે ગત વર્ષે તેનાં ભાઇ અને સુશાંતની સાથે ત્રણ યૂરોપ ટૂર પર ગઇ હતી. આ દરમિયાન તેઓ ઇટલીનાં એક હેરિટેજ હોટલમાં રોકાયા હતાં. રિયાનાં જણાવ્યાં અનુસાર સુશાંત અહીં એક પેઇન્ટિંગ જોઇને ડરી ગયો હતો .તેણે દાવો કર્યો હોત કે, ત્યારથી જ તેની તબિયત ખરાબ થવાની શરૂ થઇ હતી. હવે EDએ તેની ટ્રાવેલ હિસ્ટ્રી શોધી કાઢી છે આખરે રિયા સુશાંતને ક્યાં ક્યાં લઇને ગઇ હતી તેનાં મોબાઇલ લોકેશનથી આ માહિતી મળી ગઇ છે. ચાલો તેની ટ્રાવેલ હિસ્ટ્રી પર કરીએ એક નજર.

-9 ઓક્ટોબર 2019થી લઇ 12 ઓક્ટોબરની વચ્ચે રિયા, સુશાંતને લઇને ફ્રાંસથી સ્વિટ્ઝરલેન્ડનાં ચક્કર કાપતી હતી. આ ટ્રાવેલ હિસ્ટ્રી તેનાં યૂરોપ ટૂરનાં પહેલાંથી લઇ જાન્યુઆરી 2020 સુધીની છે.
-10 ઓક્ટોબર 2019ની રિયા મહારાષ્ટ્રએ ગોવા રેન્જમાં હતી.
-28-08-2019 અને 21-09-2019 સુધી રિયા મહારાષ્ટ્ર અને ગોવા રેન્જમાં જ ટાવર લોકેશનની મૂવમેન્ટ કરી રહી હતી.-29-09-2019નાં રિયા દિલ્હીની ટાવર લોકેસન રેન્જમાં ટ્રેક થઇ. પણ આ બાદ જ્યારે રિયાએ સુશાંત અને શૌવિકની સાથે જ્યારે યૂરોપ ટૂર શરૂ કરી તો લોકેશન રેન્જથી હટીને તેને EDને જાણકારી આપી કે તે યૂરોપમાં ક્યાં અને કેટલો સમય રોકાયા હતાં.
-3-9 ઓક્ટોબર 2019 સુધી રિયા ફ્રાન્સમાં સુશાંત અને શૌવિકની સાથે હતી.
-9-10-2019થી લઇ 11-10-2019 સુધી રિયા, સુશાંત અને શૌવિક સ્વિટ્ઝરલેન્ડમાં રોકાયા હતાં.
-પણ 11 ઓક્ટોબર 2019નાં તે સુશાંત અને શૌવિકની સાથે ફ્રાન્સથી પરત આવી તે જ દિવસે એટલે કે 11-10-2019નાં પછી, સુશાંત અને શૌવિકને લઇ સ્વિટ્ઝરલેન્ડ પરત આવી ગઇ હતી જ્યાં તેઓ 12-10-2019 સુધી રોકાઇ હતી.
- આ રૂટ અંગે રિયા અને શૌવિક EDનાં શંકાસ્પદ ઘેરામાં હતી. કે એક જ દિવસમાં ફ્રાન્સ સ્વિટ્ઝરલેન્ડની 2 વખત વિઝિટ કેમ કરી. કેમ તે વારંવર સ્વિટ્ઝરલેન્ડ આવવા જવાનું થતું રહ્યું.
-આ 1 દિવસમાં ફાસ્ટ ટ્રેક રૂટ પર ચાલ્યા બાદ 13-10-2019નાં સુશાંતને લઇ રિયા અને શૌવિક ઇટલી ગયા હતાં. ત્યાં 21-10-2019 સુધી રહે. જ્યાં સુશાંતની હાલત બગડી હતી. અને ઘણી જ બગડી હતી. રિયાએ પેઇન્ટિંગ અને ભૂત પ્રેતની કહાનીનો ઉલ્લેખ કર્યો હતો.
-21-10-2019નાં રિયા, સુશાંત અને શૌવિકની સાથે ફરી ઓસ્ટ્રિયા ગઇ હતી જ્યાં 27-10-2019 સુધી રોકાઇ હતી. રિયાએ EDને જણાવ્યું કે, તેણે ત્યાં સુશાંતની ખરાબ તબિયત સુધારવા માટે 4 દિવસ ડી-ટોક્સિફિકેશનનો કોર્સ પણ કરાવ્યો હતો.
-પણ સુશાંતની જીદને કારણે સુશાંત, રિયા અને શૌવિક 28-10-2019નાં મુંબઇ પરત આવ્યા હતાં.
Published by: Margi Pandya
First published: August 13, 2020, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading