સુશાંત કેસ: 'પોલીસથી 2 મહિનામાં લેવામાં આવ્યો કેસ, 4 મહિના બાદ CBI જણાવે તપાસમાં શું મળ્યું'

સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી

Sushant Singh Rajput: રિયાનાં વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે,'બે મહિનાની અંદર આપની તપાસ નહીં જણાવવાં માટે મુંબઇ પોલીસની તપાસ પરત લઇ લીધી હતી, જ્યારે CBI તપાસ હજુ પણ ચાલી રહી છે. મુંબઇ પોલીસની તપાસમાં 2 મહિનાનો સમય લીધો અને રિપોર્ટ સાર્વજનિક નથી કરી શકી.'

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મહારાષ્ટ્રનાં ગૃહ મંત્રી અનિલ દેશમુખે રવિવારનાં કેન્દ્રીય તપાસ બ્યૂરોએ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ રિપોર્ટ જાહેર કરવાની રિક્વેસ્ટ કરી હતી. તેમણે પુછ્યું હતું કે, CBI તે જણાવે કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી કે તેમણે આત્મહત્યા કરી હતી. સોમવારનાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનાં વકીલે તેમનાં નિવેદનનું સમર્થન કર્યું છે. રિયાનાં વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે, 'હું મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખનાં નિવેદનનું સ્વાગત કરુ છું. જેમણે CBIથી સુશાંત સિંહ રાજપૂતનાં મોત કેસની તપાસ રિપોર્ટ સાર્વજનિક કરવાની માંગણી કરી છે.'

    માનશિંદેએ કહ્યું કે, 'બે મહિનાની અંદર તમારી તપાસનું નિષ્કર્ષ નહીં જણાવવા માટે મુંબઇ પોલીસ પાસેથી તપાસ પરત લઇ લેવામાં આવી હતી. જ્યારે CBI તપાસ હજુ પણ ચાલુ છે. મુંબિ પોલીસની તપાસને આશરે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો તે તપાસ જાહેર ન કરી શકી જુલાઇ 2020માં રિયા ચક્રવર્તી અને તેમનાં પરિવાર પર જુઠ્ઠો આરોપ લગાવતા પટનામાં એક FIR દાખલ કરવામાં આવી હતી. પટના પોલીસ સહિત મુંબઇ પોલીસ, ED, NCB અને CBIએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ તપાસ કરી છે. '

    સતીશ તેમનાં નિવેદનમાં વધુમાં કહે છે કે, 'રિયા ચક્રવર્તીને NCBએ કોઇ પૂરાવા વગર ધરપકડ કરી હતી. તેને વિભિન્ન એજન્સીઓ દ્વારા પરેશાન કરવામાં આવ્યા હતાં. અને આશરે એક મહિના સુધી તેને હિરાસતમાં રાખવામાં આવ્યા હતાં. જ્યાં સુધી બોમ્બે હાઇકોર્ટે તેને જામીન પર આઝાદ નહોતી કરી. રિયાએ એક FIR દાખલ કરાવી છે જેમાં સુશાંતની બહેનો પર ગેરકાયદે રીતે તેની ચિકિત્સકીય સલાહ વગર એક નકલી કાગળનાં આધારે એક્ટરને દવાઓ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ડ્રગ્સનાં કોકટેલ અને ગેરકાયદે દવાઓ ખાવાને કારણે સુશાંતનું મોત થઇ શક્યું હોય છે. '

    વકીલે વધુમાં કહ્યું કે, સુશાંતની મોતનાં 6 મહિનાથી વધુ સમય થઇ ગયો છે. તેમણે કહ્યું કે, 'મે હમેશાં કહ્યું છે કે, સત્ય તે જ રહેશે, ભલે કેસની તપાસ કોઇપણ કરે. જે પણ પરિસ્થિતિઓ હોય, દેશની પ્રીમિયર તપાસ એજન્સી CBIએ ચાર હમિના સુધી તપાસ બાદ તેમનાં નિષ્કર્ષોની સાથે સામે આવવું જોઇએ. આ દુખદ ઘટનાની સત્યતા જાણવા માટે ઘણો લાંબો સમય થઇ ગયો છે. સત્યમેવ જયતે. ' સુપ્રીમ કોર્ટે 19 ઓગસ્ટ 2020નાં પટનામાં દાખલ FIRને CBIને સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો હતો.

    દેશમુખે રવિવારે કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)એ આ વાતનો આગ્રહ કર્યો કે, બોલિવૂડ એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂતની મોત આત્મહત્યા કરી કે હત્યા. તેમણે કહ્યું કે, CBIનાં કેસમાં જલ્દથી જલ્દ પોાતની તપાસ રિપોર્ટ સામે આવી જોઇએ.

    દેશમુખે એક સંવાદદાત્તા સમ્મેલનમાં કહ્યું હતું કે, 'સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે તપાસ પર મહારાષ્ટ્ર અને દેશનાં લોકો CBIની રિપોર્ટનું આતરતાથી રાહ જોઇ રહ્યાં છે. લોકો મને મામલાની સ્થિતિ અંગે પૂછે છે... હું CBIને આ વાત જાહેર કરવાનો અનુરોધ કરુ છુ કે આ આત્મહત્યા છે કે હત્યા '

    તેમણે કહ્યું કે, 'આ કેસ CBIને સોપે પાંચથી છ મહિના થઇ ગયા છે. તેથી એજન્સીને આ સ્પષ્ટ કરવાં માટે જલ્દી જ તેમની રિપોર્ટ સાર્વજનિક કરવો જોઇએ, આત્મહત્યા કે હત્યા.' સુશાંત આ વર્ષે 14 જૂનનાં મુંબઇનાં બાન્દ્રામાં તેનાં ઘરે મૃત મળી આવ્યો હતો. આ કેસમાં આકસ્મિક મોતનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો અને તે કેસની તપાસ થઇ રહી છે.
    Published by:Margi Pandya
    First published: