SSR Case: રેહા અને ભાઇ શૌવિકે NCB ઓફિસમાં નોંધાવી હાજરી, VIDEO થયો VIRAL

SSR Case: રેહા અને ભાઇ શૌવિકે NCB ઓફિસમાં નોંધાવી હાજરી, VIDEO થયો VIRAL
રેહા ચક્રવર્તી અને ભાઇ શૌવિક ચક્રવર્તી

રેહા ચક્રવર્તી અને તેનાં ભાઇ શૌવિક ચક્રવર્તીએ મુંબઇની NCB ઓફિસમાં હાજરી લગાવી હતી. તેઓ આજે સવારે NCB ઓફિસ ગયા હતાં તે સમયે તેઓ કેમેરામાં કેદ થયા હતાં.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત કેસમાં ભલે હજુ સુધી કોઇ નક્કર ઉકેલ આવ્યો નથી. આ કેસને કારણે ઘણાં બધા સેલિબ્રિટીઝનાં ડ્રગ્સ કનેક્શન જરૂરથી સામે આવ્યાં છે. આ કેસમાં સૌથી વધુ જેનું નામ ચર્ચાયુ છે તે રેહા ચક્રવર્તી ફરી એક વખત NCBની ઓફિસની બહાર સ્પોટ થઇ છે. ત્યારે રેહાને ભલે હાલમાં જામીન મળી ગયા છે. પણ તેને દર મહિનાનાં પહેલાં સોમવારે આગામી છ મહિના સુધી NCBની ઓફિસ સમક્ષ હાજરી નોંધાવવાં આવવાનું છે. આ રેહાની 2021ની પહેલી NCB સમક્ષ હાજરી છે.

    આ પણ વાંચો-દીપિકાએ શેર કરી રણથંભૌર ટ્રિપની તસવીરો, આ અંદાજમાં આવી નજર



    રેહા અને સૌવિક બંનેને આ શરતે જ જામીન મળ્યાં છે. આ સમયે તેમનાં પિતા ઇન્દ્રજિત ચક્રવર્તી પણ તેમની સાથે હાજર હતાં. રેહાએ પોતે મીડિયા સામે કહ્યું હતું કે, તે NCB સમક્ષ હાજરી નોંધાવા આવી છે તેને અને શોવિક બંનેએ દર મહિને આ રીતે હાજરી નોંધાવવાં આવવાનું છે.
    View this post on Instagram

    A post shared by Voompla (@voompla)




    ઇન્સ્ટાગ્રામ હેન્ડલ વેમ્પુલા પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં રેહા અને તેનો ભાઇ શૌવિક એક સાથે નજર આવે છે. આ પહેલાં સંપૂર્ણ ચક્રવર્તી પરિવાર નવાં ઘરની શોધ કરતાં નજર આવ્યાં હતાં. પહેલાં ઇન્દ્રજિત ચક્રવર્તી અને તેમનાં પત્ની ઘરની શોધ માટે ફરતાં નજર આવ્યા હતાં. બાદમાં રેહા ચક્રવર્તી અને તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી પણ ઘરની શોધમાં ફરતાં નજર આવ્યા હતાં.




    રિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે રિયા તેના ભાઈ સાથે બાંદ્રામાં એક ઘરની શોધ કરી રહી છે. આ વીડિયોમાં ફોટોગ્રાફરો સતત રિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, પરંતુ રિયા કોઈની સાથે વાત કર્યા વિના ત્યાંથી રવાના થઈ ગઈ છે. જતાં જતા રિયા ફોટોગ્રાફર્સને કહે છે કે તેનો પીછો ન કરો.
    Published by:Margi Pandya
    First published:January 04, 2021, 19:01 pm