મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ કનેક્શનને લઈને નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સૈમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી છે. લગભગ 9 કલાકની પૂછપરછ પછી ધરપકડ કરવામાં આવી છે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત કેસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે. NCBની ટીમે શુક્રવારે સવારે રિયા ચક્રવર્તીના સાંતાક્રૂઝ સ્થિત ફ્લેટ પર પહોંચી હતી.
નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી રહી છે. રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીના ડ્રગ્સ સપ્લાયર સાથેના સંબંધનો ખુલાસો થયા બાદ એનસીબીની ટીમ શુક્રવારે સવારે રિયા ચક્રવર્તીના અને સૈમ્યુઅલ મિરાન્ડાના ઘરે એક સાથે તપાસ માટે પહોંચી હતી.
આ પણ વાંચો - SSR Case: રિયા-શોવિકની વોટ્સએપ ચેટ આવી સામે, સુશાંત માટે મંગાવતી હતી ડ્રગ્સ
NCBની તપાસમાં માલૂમ થયુ છે કે, રિયાનો ભાઇ શોવિક ચક્રવર્તી પેડલર બાસિત પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો, પણ હજુ સુધી એ માલૂમ નથી થઇ શક્યું કે શોવિક તેનું આગળ શું કરતો હતો.
ડ્રગ્સ સાથે સંક્ળાયેલાં આ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે આજે ડ્રગ પેડલર બાસિતને આજે કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે 9 સ્પટેમ્બર સુધી બાસિત પરિહારને NCBની કસ્ટડીમાં મોકલ્યો છે.
Published by:Ashish Goyal
First published:September 04, 2020, 21:33 pm