Home /News /entertainment /SSR Case: 6 કલાકની પૂછપરછ બાદ NCB ઓફિસથી બહાર નીકળી રિયા, કાલે ફરી થશે પૂછપરછ

SSR Case: 6 કલાકની પૂછપરછ બાદ NCB ઓફિસથી બહાર નીકળી રિયા, કાલે ફરી થશે પૂછપરછ

NCBની ઓફિસથી બહાર નીકળતી રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસમાં નારકોટિક્સ નિયંત્રણ બ્યૂરો (NCB)એ શનિવારે મોડી રાત્રે સુશાંતનાં અંગત સ્ટાફનાં સભ્ય દીપેશ સાવંત (Deepesh Sawant)ની ધરપકડ કરી લીધી છે. કહેવાય છે કે, દિપેશે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) વિરુદ્ધ નિવેદન આપ્યા છે.

વધુ જુઓ ...
    મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) નિધનની તપાસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શનિવારે મોડી રાત્રે સુશાંતનાં અંગત સ્ટાફ સભ્ય દીપેશ સાવંત (Deepesh Sawant)ની ધરપકડ કરી લીધી છે. આ પહેલાં શનિવારે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નાં ભાઇ શોવિક ચક્રવર્તી (Showik Chakraborty) અને સુશાંતનાં પૂર્વ હાઉસ મેનેજર સૈમ્યુઅલ મિરાંડા (Samuel Miranda)ને મુંબઇની કિલા કોર્ટમાં રજૂ કરાવામાં આવ્યાં હતાં જ્યાં તેમને 4 દિવસનાં NCBનાં રિમાન્ડ પર મોકલવામાં આવ્યાં છે. આપને જણાવી દઇએ કે, આ મામલે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ થઇ ગઇ છે.

    LIVE UPDATES:



      • 6 કલાકની પૂછપરછ બાદ NCB ઓફિસથી બહાર નીકળી રિયા ચક્રવર્તી, કાલે ફરી થશે પૂછપરછ

      • સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ફરજી ખબરો ફેલાવવા અને મહારાષ્ટ્ર સરકારને બદનામ કરનારાં વીડિયો યૂટ્યુબ પર અપલોડ કરવાનાં આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.







    • જૂનનાં પહેલાં અઠવાડિયામાં દીપેશે ઋષિકેશ પવારનાં ડિલીવરી બોયથી પણ 100 ગ્રામ ગાંજો લીધો હતો.

    • 2 મેનાં ફરી દીપેશે Dwyane (ડ્રગ પેડલર)થી 50 ગ્રામ ગાંજો લીધો હતો
      1 મેનાં શોવિકનાં વ્હોટ્સએપ દ્વારા દીપેશને Dwyane નામનાં વ્યક્તિથી ગાંજો લેવા કહ્યું હતું અને તેનો નંબર શેર કર્યો હતો.

    • 17 માર્ચ 2020 સૈમ્યુઅલ મિરાન્ડાની સાથે શોવિકનાં કહેવાં પર 5 ગ્રામ ગાંજા લેવાં માટે બાન્દ્રામાં દીપેશ ગયો હતો જ્યાં ગાંજો પહેલેથી કસ્ટડીમાં આરોપી જૈદે દીપેશને આપી દીધો હતો

    • NCBની તપાસમાં માલૂમ પડ્યું કે દીપેશ પાંચ વખત ચરસ અને ગાંજો લેવા ગયો હતો

    • સુશાંતનાં ઘરમાં કામ કરનારા દીપેશ સાંવતનાં નિવેદન અને NCBની ડિજિટલ પૂરાવા મુજબ એ સ્પષ્ટ થયુ છે કે, દીપેશ હાઇ સોસાયટીઝ અને પર્સનાલિટીઝને ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલો હતો અને ડ્રગ સપ્લાઇ કરતો હતો: NCB



      • NCBની ઓફિસમાં રિયાની અઢી કલાક પૂછપરછ ચાલુ, રિયા, શોવિક અને મિરાંડાને એક સાથે બેસાડી થઇ રહી છે પૂછપરછ







    • NCBની ટીમ બાન્દ્રા અને સાંતા ક્રૂઝ વિસ્તારમાં રેડ કરી રહી છે. ખબર છે કે, શોવિક ચક્રવર્તી સાથેની પૂછપરછમાં કેટલાંક ડ્રગ્સ ડિલરનું નામ જણાવ્યાં હતાં. જ્યારે કેટલાંકનાં નામ શોવિકની વ્હોટ્સએપ ચેટથી ખુલ્યા છે.

    • હોલિડે કોર્ટે સુશાંત સિંહ રાજપૂતનાં સ્ટાફ દીપેશ સાવંતનાં 9 સપ્ટેમ્બર સુદી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોને રિમાન્ડ મંજૂર કર્યા છે. આપને જણાવી દઇએ કે, દીપેશ પહેલાં રિયાનાં ભાઇ શોવિક અને સુશાંતનાં પૂર્વ હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડાનાં પણ રિમાન્ડ 9 સપ્ટેમ્બર સુધીનાં મંજૂર થઇ ગયા છે.

    • આ પણ વાંચો- SSR CASE: AIIMSનાં ડોક્ટર્સએ પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર્સને પુછ્યા 4 મહત્વનાં સવાલ

    • રિયા ચક્રવર્તી NCBની ઓફિસમાં પહોંચી ચુક્યાછે. જ્યાં રિયાની એક મહિલા અધિકારી સહિત ચાર અધિકારી પૂછપરછ કરી રહ્યાં છે. રિયાનાં દરેક નિવેદનને લખવામાં આવી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, શોવિક ચક્રવર્તીની સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે.

    • સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ એંગલ સામે આવ્યા બાદ એક તરફ જ્યાં રિયાએ NCBની ટીમની પૂછપરછ કરવાની છે. તો DRDO ગેસ્ટ હાઉસમાં આજે CBIની ટીમ જયા શાહ અને શ્રુતિ મોદીની પૂછપરછ કરવાની છે. શ્રુતિ અને જયા પૂછપરછ માટે CBIનાં ગેસ્ટ હાઉસ પહોંચી ગયા છે.





      • રિયાનાં વકીલ માનશિંદેએ કહ્યું કે, રિયા ધરપકડ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રિયાનું કહેવું છે કે, જો કોઇ કોઇને પ્રેમ કરવો ગુનો છે તો તે પ્રેમ માટે બધુ જ કરીશ. રિયાનાં વકિલે જણાવ્યું કે, કોઇપણ મામલામાં રિયાને અગ્રિમ જમાનીની અરજી કરી નથી.

      • પોલીસની ગાડી રિયા ચક્રવર્તીને NCBની ઓફિસ લઇ જવા માટે તેનાં પ્રાઇમ રોઝ સોસાઇટીની અંદર જતી રહી છે. હવે કોઇપમ સમયે રિયા NCBનાં ઓફિસ જવા રવાના થઇ શકે છે. આજે રિયાને NCBની ટીમ ઘણાં મહત્વનાં સવાલો કરશે.

      • રિયાનાં NCBની ઓફિસ પહોંચતા જ NCB એન્ટ્રી રજિસ્ટરમાં તેનાં આવવાનો સમય નોંધવામાં આવશે. તે રજિસ્ટર ઉપર તેની સહી કરાવવામાં આવશે. પછી એક મોટા રૂમમાં તેને ખુરશી પર બેસાડવામાં આવશે. જ્યાં પહેલેથી જ એક મહિલા અધિકારી સહિત NCBનાં 4-5 અધિકારી કેસ ફાઇલની સાથે હાજર રહેશે. રિયાની ડ્રગ્સની વોટ્સએપ ચેટ્સ CDRની ડિટેલ્સ પણ તેને દર્શાવવામાં આવશે. આ વચ્ચે સૂત્રોનાં હવાલાથી ખબર મળી રહી છે કે, NCBની ઓફિસમાં મહિલા હવાલાતની સાફ સફાઇ થઇ રહી છે. તેને સેનિટાઇઝ કરવામાં આવી. એવાંમાં આશંકા છે કે રિયાની NCB અટકાયત કરી શકે છે.

      • એક તરફ જ્યાં NCB ઓફિસ લઇ જવા માટે મુંબઇ પોલીસ તેનાં ઘરે પહોંચી ગઇ છે તો બીજી તરફ સુશાંતનાં સ્ટાફ દીપેશ સાવંતની પેશી માટે NCBની એક ટીમ કોર્ટમાં જવા રવાના થઇ ગઇ છે. દીપેશે આ મામલે અહમ જાણકારી આપી છે.

      • રિયા ચક્રવર્તીને NCB ઓફિસમાં લઇ જવા માટે મુંબઇ પોલીસ તેમને પ્રાઇમ રોઝ સોસાયટીનાં ઘરે પહોંચી ગઇ છે. અહીંથી રિયાને થોડા જ સમયમાં NCB ઓફિસ લઇ જવામાં આવશે, જ્યાં તેનાં પર ડ્રગ્સ અંગે અહમ સવાલો કરવામાં આવશે.

      • સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રિયા ચક્રવર્તીનાં ભાઇ શોવિકે તેનાં નિવેદનમાં રિયાનું નામ લેતા કહ્યું છે કે, રિયા પણ ડ્રગ્સ લે છે. ખબર છે કે શોવિકનાં સ્ટેટમેન્ટ બાદ જ રિયાને NCBએ સમન્સ જારી કર્યુ છે.







    • દીપેશ અને સૈમ્યુઅલએ સુશાંતનાં ઘર અને ફાર્મ હાઉસ પર થનારી પાર્ટીઓમાં શામેલ થનારા લોકોની જાણકારી NCBને આપી છે. દીપેશે જણાવ્યું કે, પાર્ટીમાં કોણ કોણ આવતા હતાં કોણ કોણ ડ્રગ્સ લેતા હતા અને કયુ ડ્રગ્સ લેતા હતાં તે અંગે વાત કરી છે.

    • આ પણ વાંચો-SSR Case: મની લોન્ડ્રિંગની તપાસમાં મોટો ખુલાસો, ડ્રગ્સ ખરીદવા વેચવાનું કામ પણ કરતી હતી રિયા- સૂત્ર

    • રિયા ચક્રવર્તી આજે સવારે 10.30 NCBની ઓફિસ પહોંચશે. આપને જણાવી દઇએ કે, સવારે NCBની એક ટીમની સાથે ઘણાં પોલીસ કર્મીઓ પણ હાજર હતા. રિયાએ જણાવ્યું હતું કે તેનાં જીવને ખતરો છે. આ વાતનું ધ્યાન રાખતા પોલીસની એક ટીમ NCBની સાથે લગાવવામાં આવી છે.

    • રિયા ચક્રવર્તીનાં પ્રાઇમ રોઝ સોસાયટીનાં ઘરે પહોંચી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે રિયાને સમન આપ્યું હતું. NCBની એક ટીમ ત્યાંથી નીકળી ગઇ હતી. NCBની અન્ય એક ટીમ રિયાની પૂછપરછ માટે હવે તેને ઘરેથી લઇ જશે.





    • નારકોટિક્સ નિયંત્રણ બ્યૂરોની ટીમની સાથે 2 મહિલા અધિકારી પમ આવી છે. ખબર છે કે રિયા ચક્રવર્તીને સમન્સ બજાવવામાં આવ્યાં છે થોડા સમયમાં રિયાને લઇને NCBની ટીમ તેનાં ઘરેથી નીકળશે.

    • નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ રિયાનાં ઘરે પહોંચી ગઇ છે. ખબર છે કે રિયાને ઘર પર જ સમન્સ આપ્યા બાદ તેમણે અહીંથી પૂછપરછ માટે લઇ જવામાં આવશે. NCBની ટીમની સાથે બે મહિાલ અધિકારીઓ પણ હાજર છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Death of sushant singh rajput, Mumbai Police, NCB, Sushant singh rajput, સીબીઆઇ

    विज्ञापन
    विज्ञापन