Home /News /entertainment /SSR Case : EDએ ગૌરવ આર્યાને સમન્સ બજાવ્યું, રિયાની પૂછપરછ ચાલુ

SSR Case : EDએ ગૌરવ આર્યાને સમન્સ બજાવ્યું, રિયાની પૂછપરછ ચાલુ

રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોત મામલે CBI સતત સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ કરી રહી છે આ મામલે ડ્રગ્સનો એન્ગલ સામે આવ્યા બાદ NCBની ટીમ બનાવવામાં આવી છે. 20 ઓફિસરની આ ટીમ દિલ્હીથી મુંબઇ આવી ગઇ છે.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રેહલી CBI ટીમે ગુરૂવારે રિયા ચક્રવર્તી અને તેનાં ભાઇ શૌવિક ચક્રવર્તીને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. ત્યાં રિયા ચક્રવર્તીએ સાંતા ક્રુઝ સ્થિત આવાસ પર મુંબઇ પોલીસની એક ટીમ ગુરૂવારે પહોંચી હતી અને એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ માટે તેનાં પિતાને સાથે લઇ ગઇ હતી. પોલીસ અધિકારીનાં જણઆવ્યાં મુજબ, EDએ મુંબઇ પોલીસને તેનાં ઘરે જઇને રિયાનાં પિતાને લાવવા અનુરોધ કર્યો હતો. કારણ કે તેઓ તેમની પૂછપરછ કરવા માંગતા હતાં. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ કર્મીએ તેમનાં નિવાસ પર પહોંચવા અને કેન્દ્રિય એજન્સી દ્વારા પૂછપરછ માટે રિયાનાં પિતાને સાથે લઇ ગયા હતાં.

  LIVE UPDATES

  -CBIની ટીમ મુંબઇનાં સાંતાક્રૂઝમાં DRDOનાં ગેસ્ટ હાઉસ પહોંચી ગઇ છે.

  -એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગૌરવ આર્યએ હોટલ, ધ ટેમરિન્ડ ઇન અંજુના, ગોવા પર એક નોટિસ લગાવી દીધી છે. જેમાં તેમને 31 ઓગસ્ટનાં પહેલાં એજન્સીની સામે રજૂ થવા કહેવામાં આવ્યું છે.

  -EDએ ગૌરવ આર્યાને સમન્સ બજાવ્યું 31 ઓગસ્ટ સુધી હાજર થવા જણાવ્યું

  ગૌરવ આર્યાને EDનું સમન્સ


  -નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનાં ડેપ્યુટી ડિરેક્ટર KPS મલ્હોત્રાએ કહ્યું કે, અમને અત્યાર સુધીમાં જે જાણકારી મળી છે તેને જોતા અમે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે, આપને જણાવી દઇએ કે, સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું છે. NCBની ટીમ ક્યારેય પણ રિયા ચક્રવર્તીને સમન મોકલીને પૂછપરછ માટે બોલાવી શકે છે.

  -સુશાંત સિંહ રાજપૂતનાં ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીને લઇને CBIની ટીમ બહાર નીકળી ગઇ છે. સિદ્ધાર્થ પિઠાનીની દરરોજ CBI પૂછપરછ કરતી હતી. બીજી તરફ રિયાની CBI હજુ સુધી પૂછપરછ કરી રહી છે.

  -CBIની ત્રણ ટીમ હાલમાં અલગ અલગ પૂછપરછ કરી રહી છે. પહેલી ટીમ નીરજ, સિદ્ધાર્ત અને સેમ્યુઅલની પૂછપરછ કરી રહી છે. જ્યારે બીજી ટીમ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. અને ત્રીજી ટીમ રિયાનાં ભાઇ શૌવિક ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. બાદમાં આ લોકોને સાથે બેસાડીને પૂછપરછ થઇ શકે છે.

  -CBIની ટીમ રિયા અને સૈમ્યુઅલને અલગથી આમને સામને બેસાડીને પૂછપરછ કરશે. આ લોકો સુશાંતનાં પૈસા અંગે સવાલ કરવામાં આવશે. રિાય પર આરોપ છે કે તે સુશાંતનાં પૈસા કંટ્રોલ કરતી હતી.

  -સુશાંતનાં મોત મામલે CBIએ રિયા ચક્રવર્તીને સમન બજાવ્યા છે 11 વાગે તે DRDO ગેસ્ટ હાઉસ પહોંચવા માટે ઘરેથી નીકળી ગઇ છે.
  -CBIનીટીમ આજે ફરી એક વકત શૌવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પીઠાની, સૈમ્યુઅલ મિરાંડા અને નીરજ સિંહને DRDO ગેસ્ટ હાઉસમાં પૂછપરછ કરવાનાં છે. ખબર છે કે, સૈમ્યુઅલ મિરાન્ડા ગેસ્ટ હાઉસ પહોંચી ગયો છે.

  સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)


  -સુશાતંની બહેન શ્વેતાએ તેનાં ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે, રિયા સુશાંતની મરજી વિરુદ્ધ તેને ડ્રગ્સ આપતી હતી. શ્વેતા સિંહ કીર્તિની ટ્વિટમાં લખ્યું છે કે, કાશ મારો ભાઇ તે યુવતીને ક્યારેય મળ્યો જ ન હોત.

  આ પણ વાંચો- કંગના રનૌટનું Tejas ડિસેમ્બરમાં ભરશે ઉડાન, 'પંગા ગર્લ' એ ટ્વિટ કરીને આપી Good News

  -સુશાંત મામલે ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ NCBની ટીમ દિલ્હીથી મુંબઇ આવી ગઇ છે. આ ટીમમાં આ મામલે 4 લોકો ઓફિસમાં પૂછપરછ કરી રહ્યાં છે.
  -રિયાએ કહ્યું કે, હું ખુશ છું કે CBI તપાસ કરી રહી છે અમે સૌ જાણવાં ઇચ્છીએ છી એ કે 8-14 જૂન વચ્ચે શું થયું. જ્યારે તેની બહેન તેની સાથે હતી. હું સૌથી પહેલાં જાણવા ઇચ્છુ છુ કે, મારાં પ્રેમી સાથે શું થયું છે.

  આ પણ વાંચો-રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પર ઉઠાવ્યા સવાલ, તો શ્વેતાએ પૂરાવા સાથે આપ્યા જવાબ

  અંડરવર્લ્ડ ડોન છોટા શકીલે કહ્યું કે, તે રિયા ચક્રવર્તીને નથી ઓળખતો અને તેનો આ કેસમાં કોઇ જ રોલ નથી. છોટા શકીલે કહ્યું કે, બોલિવૂડમાં આજે પણ અંડરવર્લ્ડની પકડ છે અમે ફિ્લમો બનાવવા આજે પણ પૈસા આપીએ છીએ।

  સુશાંતની મોતની તપાસની વચ્ચે હવે આ આખો મામલામાં અંડરવર્લ્ડની પણ એન્ટ્રી થઇ ગઇ છે. News18 ઇન્ડિયાને ખાસ ઇન્ટરવ્યૂ આપવા માટે ડોન છોટા શખીલે કહ્યું કે, CBI તેની તપાસ કરી રહી છે. હવે જલ્દી જ સત્ય સામે આવશે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Sushant singh rajput case

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन