સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે સીબીઆઇની તપાસ આગળ વધી છે. સીબીઆઇની બે ટીમ રિયા ચક્રવર્તીના ઘરે જવા નીકળી છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Case) કેસમાં રોજ નવા નવા સબૂતો સામે આવી રહ્યા છે. જે અભિનેત્રી રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધારી રહ્યા છે આ મામલે મંગળવારે રિયા ચક્રવર્તી પર કથિત ડ્રગ્સ આરોપ પણ મૂકવામાં આવ્યો છે.વધુમાં મની લોન્ડ્રિંગની તપાસ પણ ઇડી દ્વારા કરવામાં આવી છે. સીબીઆઇ અને નારકોટિક્સને પણ સૂચિત કરવામાં આવ્યા છે. ઇડીએ રેહા ચક્રવર્તીની ટેલેન્ટ મેનેજર જયા સાહાને પણ નોટિસ મોકલી છે. અને ડ્રગ્સ મામલે પણ તેમનાથી પુછપરછ થઇ શકે છે.
સુત્રોનું માનીએ તો સુશાંત સિંહ રાજપૂત કેસમાં જ્યાં એક તરફ સીબીઆઇની તપાસ ચાલી રહી છે. અને ટૂંક સમયમાં જ સીબીઆઇ તેના ઘરે પહોંચવાની છે ત્યારે તેના પરિવારના કોઇ વ્યક્તિ અને તેની પણ ધરપકડ થવાની સંભાવના રહેલી છે. આ મામલે સીબીઆઇની બે ટીમો તૈનાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છએ કે એક રિયાની વોટ્સઅપ ચેટ લિક થવાની વાત પણ બહાર આવી છે જેમાં તેની ડ્રગ ડિલર જોડે ચેટ પણ સામે આવી હોવાના આરોપ લાગ્યા છે.
આ પહેલા મંગળવારે અભિનેતાના ફ્લેટમાં રહેતા સિદ્ઘાર્થ પિઠાની, રસોઇ કરનાર નિરજ સિંહ અને ઘરેલુ સહાયક દીપક સાવંતથી પણ પુછપરછ થઇ હતી. એક અધિકારીએ જણાવ્યું કે પિઠાની, નીરજ અને સાવંત સાંતાક્રૂઝમાં કલિના સ્થિત ડીઆરડીઓના ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. અને અહીં કેન્દ્રીય તપાસ બ્યૂરોના અધિકારીઓ રોકાયેલા છે.
Published by:Chaitali Shukla
First published:August 26, 2020, 15:28 pm